Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિદ્યાર્થીને ટેલિગ્રામથી શેરબજારમાં ઊંચા નફાની લાલચ આપી છેતરપિંડી:ગાંધીનગરમાં DAIICTના વિદ્યાર્થી સાથે વોટ્સએપ કોલથી વાત કરી ગઠિયાએ 61 હજાર રુપિયા ટ્રાન્સફર કરાવી લીધા

    2 days ago

    સાયબર ગઠિયાઓની મોડસ ઓપરેન્ડી સામે સામાન્ય લોકો તો ઠીક, પરંતુ હવે ટેક્નોલોજીના જાણકાર અને ઉચ્ચ અભ્યાસ કરતા સુશિક્ષિત યુવાનો પણ શિકાર બની રહ્યા છે. ગાંધીનગરની જાણીતી DAIICT કેમ્પસમાં રહી બી-ટેકનો અભ્યાસ કરતા એક યુવકને ટેલિગ્રામ ચેનલ પર શેરબજારમાં રોકાણ કરવાની લાલચ આપી ઠગ્ગોએ ₹ 61,250 પડાવી લીધા હોવાની ફરિયાદ ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. શેરબજાર ઇન્વેસ્ટમેન્ટ સંબંધી ચેનલના નંબર પર વોટ્સએપ કોલ કર્યો DAIICT કેમ્પસમાં રહીને બી ટેકના સેમેસ્ટર-3માં અભ્યાસ કરતા મૂળ રાજકોટના 19 વર્ષના સ્મીત અલ્પેશભાઈ પરમાર નામના યુવકે ગત તા. 8 ઓક્ટોબરના રોજ પોતાના મોબાઈલ ફોનમાં ટેલિગ્રામ એપ્લિકેશન ઓપન કરી હતી. આ દરમિયાન ગુજરાત ટ્રેડર નામની શેરબજાર ઇન્વેસ્ટમેન્ટ સંબંધી ચેનલ નજરે પડતા લાલચમાં આવીને સ્મિતે તેમાં દર્શાવેલા મોબાઈલ નંબર ઉપર વોટ્સએપ કોલ કર્યો હતો. QR કોડથી 65 હજાર ટ્રાન્સફર કર્યાં હતા ફોન પર સામા વાળા શખસે તેને શેરબજારની આકર્ષક સ્કીમમાં નાણાં રોકવાથી ટૂંક સમયમાં જ ભારે નફો મળશે તેવું આશ્વાસન આપી વિશ્વાસમાં લીધો હતો. ભેજાબાજની વાતોમાં આવી જઈને સ્મિતે ફોન-પે દ્વારા સામેવાળાએ આપેલા ક્યુઆર કોડ અને યુપીઆઈ આઈડી મારફતે અલગ-અલગ સમયે ₹ 61,250 ટ્રાન્સફર કર્યા હતા. રોકાણ કરેલા નાણા પરત માંગતા ફોન સ્વીચઓફ કર્યો આ રૂપિયા મેળવી લીધા બાદ ભેજાબાજે સ્મિત પર વધુ નાણાં રોકાણ કરવા માટે દબાણ કરવાનું શરૂ કર્યું હતું. જેથી શંકા જતાં તેણે પોતાના રોકાણ કરેલા નાણાં પરત માંગતા ઠગબાજે અવારનવાર ખોટા બહાના બનાવીને ગલ્લાંતલ્લાં શરૂ કર્યાં હતા. છેલ્લે તેણે પોતાનો ફોન સ્વીચ ઓફ કરી દેતા સ્મિતને છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો. આ મામલે અગાઉ તેના દ્વારા સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 પર ઓનલાઈન ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્યારબાદ ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં દિવાળી વેકેશનમાં ધમધમતી શાળાઓ પર કોંગ્રેસની રેડ:સરકારી નિયમોનો ઉલાળીયો કરી ધમધમતી નામાંકિત મોદી-કલ્યાણ હાઈસ્કૂલ બંધ કરાવાઈ, દિવાળીના કવર મળતા હોય EIને નિયમભંગ ન દેખાયાનો આક્ષેપ
    Next Article
    બોલેરોએ ડિવાઈડર કૂદીને આઈસરને ટક્કર મારતા એકનું મોત:આઈસરચાલકને ગંભીર ઈજા થતા હોસ્પિટલ ખસેડાયો, વડોદરા નજીક NH 48 પર અકસ્માત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment