Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં પ્રથમ વરસાદે કરોડોના ખર્ચે બનેલો બ્રિજનો ભાગ બેસી ગયો:વાહનચાલકે ‘ગાંધીગીરી ’કરી અકસ્માત રોકવા NH-48 પર ‘ચોક’થી માર્કિંગ કર્યુ; હાઈવે ઓથોરિટીની ઘોર બેદરકારી

    16 hours ago

    ચોમાસાની હજુ તો વિધિવત શરૂઆત થઈ છે ત્યાં જ સરકારી તંત્ર અને કોન્ટ્રાક્ટરોની નબળી કામગીરીની પોલ ખુલી ગઈ છે. વલસાડ હાઈવે પર ધમડાચી પીરું ફળિયા પાસે કરોડો રૂપિયાના ખર્ચે NH-48 પર બનેલા બ્રિજનો એક મોટો ભાગ પ્રથમ વરસાદમાં જ બેસી ગયો છે. બ્રિજની મધ્યમાં ગડર પાસેનો રોડ ધસી જતાં સુરતથી મુંબઈ તરફ જતા વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. હાઈવે ઓથોરિટી ઊંઘતી રહી બ્રિજનો ભાગ બેસી જવાથી રાત્રિના સમયે અથવા સ્પીડમાં આવતા વાહનો અકસ્માતનો ભોગ બને તેવી પૂરેપૂરી સંભાવના હતી. આમ છતાં, હાઈવે ઓથોરિટી દ્વારા ત્યાં કોઈ બેરિકેડિંગ કે ચેતવણી આપતું બોર્ડ મૂકવામાં આવ્યું ન હતું. તંત્રની આ ઘોર બેદરકારી જોઈને એક જાગૃત વાહનચાલકે અન્ય લોકોના જીવ બચાવવા માટે પોતાની સૂઝબૂઝ વાપરી હતી. તેણે રોડ પર જાતે જ ચોક વડે માર્કિંગ (કુંડાળું) કરીને અન્ય વાહનચાલકોને એલર્ટ કરવાનો પ્રશંસનીય પ્રયાસ કર્યો હતો. હાલમાં વાહનચાલકની આ કામગીરી સ્થાનિક સ્તરે ભારે ચર્ચાનો વિષય બની છે. કામગીરીની ગુણવત્તા સામે ગંભીર સવાલો પ્રથમ વરસાદમાં જ માટી બેસી જવાને કારણે બ્રિજની નબળી ગુણવત્તા અને તેમાં થયેલા ભ્રષ્ટાચાર સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. કરોડો રૂપિયાના ખર્ચે બનતા નેશનલ હાઈવેના પ્રોજેક્ટની આવી દુર્દશા થતાં કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સ્પષ્ટપણે સપાટી પર આવી છે. સ્થાનિકો અને વાહનચાલકોની માગ "સુરત-મુંબઈ હાઈવે પર 24કલાક ભારે વાહનોની અવરજવર રહે છે. કોઈ મોટી જાનહાનિ થાય કે કોઈ નિર્દોષનો ભોગ લેવાય તે પહેલાં હાઈવે ઓથોરિટી તાત્કાલિક જાગે અને સંબંધિત કોન્ટ્રાક્ટર પાસે આ નબળા પડેલા ભાગનું યુદ્ધના ધોરણે યોગ્ય રિપેરિંગ કરાવે તે અત્યંત જરૂરી છે."
    Click here to Read More
    Previous Article
    અલ્ટ્રા-રિચનો ટ્રેન્ડ:ધનિક લોકો ડઝનબંધ બાળકો પેદા કરવાને ‘પ્રોજેક્ટ’ માની રહ્યા છે; આ વંશ બચાવવા નહીં, શક્તિ-પ્રભાવનું નવું પ્રતીક બન્યું છે
    Next Article
    દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ:સુરત શહેર-જિલ્લા વહીવટી તંત્ર યુદ્ધના ધોરણે સજ્જ, 24 કલાક ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ કાર્યરત અને હેલ્પલાઈન નંબર જાહેર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment