Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘E.E.C.P. ટ્રીટમેન્ટ માન્ય છે, 24 કલાક દાખલ રહેવું જરૂરી નથી’:મેડિક્લેઇમ ફગાવનાર વીમા કંપનીઓને ગ્રાહક ફોરમની ફટકાર, વ્યાજ અને ખર્ચ સાથે રકમ ચૂકવવા આદેશ

    2 days ago

    વીમા કંપનીઓ દ્વારા પોલિસીધારકો પાસેથી દર વર્ષે મોંઘાદાટ પ્રીમિયમ વસૂલ્યા બાદ પણ જ્યારે દર્દીઓને સારવારના ખર્ચની જરૂર પડે ત્યારે ટેકનિકલ બહાના હેઠળ કાયદેસરના મેડિક્લેઇમ નકારી કાઢવાના કિસ્સાઓ વધી રહ્યા છે. ખાસ કરીને હૃદયરોગ અને હાર્ટ એટેકના દર્દીઓ માટે એન્જીયોગ્રાફી, એન્જીયોપ્લાસ્ટી કે બાયપાસ સર્જરીના આધુનિક વિકલ્પ તરીકે જાણીતી U.S.F.D.A. માન્ય E.E.C.P. (Enhanced External Counter Pulsation) થેરાપીના ક્લેઇમ વીમા કંપનીઓ ફગાવી દેતી હતી. જોકે, ગ્રાહક કમિશનોએ વીમા કંપનીઓની આ મનમાની સામે લાલ આંખ કરીને દર્દીઓને સારવારની પૂરેપૂરી રકમ 8 ટકા વ્યાજ અને ખર્ચ સાથે ચૂકવવા મહત્વપૂર્ણ હુકમો કર્યા છે. જાહેર ક્ષેત્રની વીમા કંપનીઓ પણ ગ્રાહક વિરોધી અભિગમ અપનાવે છે ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખ અને મંત્રી હિરલ કાંટાવાલાએ જણાવ્યું હતું કે, વીમા કંપનીઓ E.E.C.P. સારવારને 'અનપ્રુવન ટ્રીટમેન્ટ', 'એક્સપેરિમેન્ટલ ટ્રીટમેન્ટ' અથવા 'OPD સારવાર' ગણાવીને દાવા નકારી કાઢે છે. છેલ્લા ત્રણ વર્ષમાં સમિતિ દ્વારા અમદાવાદ, ગાંધીનગર, નવસારી, ગોધરા અને આણંદ સહિતના જિલ્લાઓમાં 100થી વધુ દર્દીઓને ન્યાય અપાવવા કેસો દાખલ કરવામાં આવ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે ખાનગી ઉપરાંત સરકારી જાહેર ક્ષેત્રની વીમા કંપનીઓ પણ કાયદેસરના દાવા નકારી ગ્રાહક વિરોધી વલણ અપનાવી રહી છે. અમદાવાદ અને ગાંધીનગરના આ દર્દીઓના ક્લેઇમ નકારાયા બાદ ગ્રાહક ફોરમે અપાવ્યો ન્યાય ‘24 કલાક દાખલ રહેવાના ટેકનિકલ કારણોસર ક્લેઇમ નામંજૂર કરવો ઉચિત નથી’ ગુજરાત રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશને વર્ષ 2018ના એક અપીલ ચુકાદામાં E.E.C.P. સારવારની વિગતવાર સમીક્ષા કરીને સ્પષ્ટ અવલોકન કર્યું હતું કે આ સારવાર કોઈ પ્રયોગાત્મક (Experimental) નથી, પરંતુ ક્વોલિફાઇડ ડોક્ટર દ્વારા 35થી 40 દિવસ સળંગ આપવામાં આવતી ઘનિષ્ઠ અને વૈજ્ઞાનિક સારવાર પદ્ધતિ છે. દર્દીના લોહીના પરીક્ષણ અને ECO સહિતના તમામ રિપોર્ટ્સ કરવામાં આવતા હોવાથી 24 કલાક ઇન્ડોર પેશન્ટ તરીકે દાખલ ન રહ્યા હોવાના ટેકનિકલ બહાના હેઠળ ક્લેઇમ નામંજૂર કરવો અયોગ્ય છે. E.E.C.P. સારવાર U.S.F.D.A. માન્ય છે અને ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં તેને માન્યતા પ્રાપ્ત છે. દર્દીઓને તેમના હકની રકમ અપાવવા સંસ્થા દ્વારા 'ગ્રાહક ન્યાય મહાયજ્ઞ' શરૂ કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    સાણંદના વેપારી પાસેથી 9.66 કરોડ લીધા બાદ ભાગીદારીથી કાઢી મૂક્યો:ધંધામાં રોકાણ કરાવી કરોડો પડાવ્યા, લેમિનેટ ફેક્ટરી ચાલુ કરવાનું કહીને છેતર્યા
    Next Article
    બરડા ડુંગર પાસે રોડ પર ઉતર્યા સાવજ, વીડિયો વાયરલ:રાણા બોરડી ગામ નજીક બરડા સફારીમાં સિંહોની મસ્તી, વાહનચાલકે દૃશ્યો કેદ કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment