Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાણંદના વેપારી પાસેથી 9.66 કરોડ લીધા બાદ ભાગીદારીથી કાઢી મૂક્યો:ધંધામાં રોકાણ કરાવી કરોડો પડાવ્યા, લેમિનેટ ફેક્ટરી ચાલુ કરવાનું કહીને છેતર્યા

    2 days ago

    અમદાવાદમાં સાણંદમાં રહેતા અને જમીન દલાલનો વેપાર કરતા વેપારી સાથે ધંધામાં રોકાણ કરાવી 9.66 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. આરોપીઓએ વેપારી સાથે સંબંધ બનાવીને ધંધામાં રોકાણ કરાવ્યું હતું. જે બાદ વેપારીની પુત્રવધુને ભાગીદાર બનાવીને જાણ બહાર જ ભાગીદારીમાંથી છૂટા કરી દીધા હતા.આરોપીઓએ વેપારી પાસેથી કુલ 9.89 કરોડનું રોકાણ કરાવ્યું હતું. જેમાંથી માત્ર 23.90 લાખ પરત આપ્યા હતા. બાકીના 9.66 કરોડ પરત ન આપતા વેપારીએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે 9.89 કરોડના રોકાણ સામે આરોપીએ માત્ર 23.90 લાખનો નફો આપ્યો સાણંદના એક ગામમાં રહેતા અને અગાઉ જમીન દલાલીનો વેપાર કરતા વેપારીને વર્ષ 2019માં સીજી રોડ ખાતે યોગેન્દ્રસિંહ ઝાલા નામના વ્યક્તિ સાથે પરિચય થયો હતો. યોગેન્દ્રસિંહે પોતે ગીતામંદિર લાટીબજારમાં ગોડાઉન ધરાવી ડીલર તરીકે કામ કરતો હોવાની ઓળખ આપી હતી. બાદમાં તેણે ધંધામાં રોકાણ કરવાનું કહીને પરિવારના સભ્યો સાથે ભોગ બનનારના ઘરે આવીને પારિવારિક સંબંધો કેળવ્યા હતા. યોગેન્દ્રસિંહ અવારનવાર રોકાણ કરીને મોટો નફો આપવાની લાલચ આપતો હોવાથી ભોગ બનનારે વિશ્વાસ રાખીને શરૂઆતમાં છ લાખનું રોકાણ કરીને ટુકડે ટુકડે કુલ 67.18 લાખનું રોકાણ કર્યુ હતું. મોટી રકમ મળી ગયા બાદ યોગેન્દ્રસિંહે હળવદમાં લેમિનેટની ફેક્ટરી ચાલુ કરવાનો 45 કરોડ ખર્ચ હોવાનું કહીને ભોગ બનનાર પાસે 4.02 કરોડ રોકાણ પેટે મેળવી લીધા હતા. આરોપીએ વિશ્વાસ કેળવવા ભોગ બનનારના પુત્રવધૂને પણ સામાન્ય નફો આપીને ભાગીદાર તરીકે નામ દાખલ કરાવ્યુ હતું. આમ ભોગ બનનારે કુલ 9.89 કરોડનું રોકાણ કર્યાની સામે આરોપીએ માત્ર 23.90 લાખ નફા પેટે આપ્યા હતા. 9.66 કરોડની છેતરપિંડી આચરતા નવરંગપુરા પોલીસમાં ગુનો જોકે, બાદમાં આરોપીએ ભોગ બનનારને અંધારામાં રાખીને તેના પરિવારના સભ્યોને પણ પાર્ટનર બનાવીને ફેક્ટરી શરૂ કરવા મામલે ગલ્લાતલ્લાં કર્યા હતા. જાણબહાર પુત્રવધૂને ભાગીદારીમાં છૂટા પણ કરી દીધા હતા. આમ મોરબી હળવદના યોગેન્દ્રસિંહ ઝાલા, તેની પત્ની પાયલબા ઝાલા અને ભાઇ સનીરાજસિંહ ઝાલા તથા તેની પત્ની રશ્મિતાબા ઝાલાએ ભેગા મળીને કુલ રૂ. 9 89 કરોડનું રોકાણ કરાવીને 23.90 લાખ રકમ પરત આપીને 9.66 કરોડની છેતરપિંડી આચરતા નવરંગપુરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    'વ્યકિતગત લોકોના ઝભ્ભા પકડવા કરતા કમળ પકડવું સારું':કડી ભાજપમાં આંતરિક જૂથવાદ વચ્ચે સાંસદનું સૂચક નિવેદન, કાર્યકર્તાઓને કહ્યું- 'બટોગે તો કટોગે'
    Next Article
    ‘E.E.C.P. ટ્રીટમેન્ટ માન્ય છે, 24 કલાક દાખલ રહેવું જરૂરી નથી’:મેડિક્લેઇમ ફગાવનાર વીમા કંપનીઓને ગ્રાહક ફોરમની ફટકાર, વ્યાજ અને ખર્ચ સાથે રકમ ચૂકવવા આદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment