Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    Editor's View: બાંગ્લાદેશની જેમ પાક.ના પણ ટુકડા થશે?:PoK ભારતમાં ભળવા તૈયાર! સિક્રેટ મીટિંગમાં ધડાકો; ગોળી વગર ભારતના પાણી યુદ્ધથી પાક. ઘૂંટણીયે

    2 दिन पहले

    આજે આપણે એક એવા પાડોશી દેશની વાત કરવી છે, જે અત્યારે પોતાના જ હાથે ખોદેલા ખાડામાં ખરાબ રીતે ફસાઈ ગયો છે. જી હા, વાત પાકિસ્તાનની થઈ રહી છે. વર્ષ 2025 અને 2026 નો સમયગાળો દક્ષિણ એશિયાના રાજકારણમાં એક બહુ મોટો અને ઐતિહાસિક વળાંક લઈને આવ્યો છે. અત્યારે પાકિસ્તાન એવા ભયંકર ચક્રવ્યૂહમાં ભરાયું છે, જ્યાંથી બહાર નીકળવાનો તેને કોઈ જ રસ્તો દેખાતો નથી. અંદરથી દેશ આર્થિક રીતે તૂટી રહ્યો છે, સામાન્ય લોકો ભૂખે મરી રહ્યા છે, અને બહારથી તેની રાષ્ટ્રીય સુરક્ષાના કાંગરા ખરી રહ્યા છે. તમે સમાચારમાં કદાચ અલગ અલગ ઘટનાઓ વિશે સાંભળ્યું હશે. ક્યાંક પીઓકેમાં લોકો પાકિસ્તાન સેના સામે રસ્તા પર ઉતરી આવ્યા છે અને લોહીયાળ જંગ ખેલી રહ્યા છે. ક્યાંક પાકિસ્તાન ભારત સાથે છૂપી વાટાઘાટો કરવા માટે કરગરી રહ્યું છે. તો ક્યાંક નદીઓના પાણી માટે એક મોટા જળ-યુદ્ધ ની ભયાનક તૈયારીઓ ચાલી રહી છે. પહેલી નજરે જોતા આ બધું તમને અલગ અલગ મુદ્દા લાગે, પણ જો થોડા ઊંડાણમાં જઈએ તો ખબર પડે કે આ બધી એક જ સાંકળની કડીઓ છે. આ બધું જ પાકિસ્તાનના શરમજનક પતન તરફ ઈશારો કરી રહ્યું છે. તો ચાલો, આખી ઘટનાને એકદમ સીધી અને સરળ રીતે સમજીએ. નમસ્કાર… પાકિસ્તાન જેને દુનિયા સામે ભ્રામક રીતે આઝાદ કાશ્મીર કહીને છાતી ઠોકે છે, તે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર એટલે કે PoKમાં અત્યારે પોતાના વિસ્તારની આઝાદીના નારા લાગી રહ્યા છે. 1947થી લઈને અત્યાર સુધી ઇસ્લામાબાદે ત્યાંના લોકોનું માત્ર ને માત્ર શોષણ જ કર્યું છે. પણ વર્ષ 2023થી શરૂ થયેલો અસંતોષ હવે 2026 આવતા સુધીમાં એક ક્રાંતિ બની ગયો છે. હવે આ માત્ર કોઈ મોંઘવારી વિરુદ્ધની હડતાળ નથી, પણ ખુલ્લી બગાવત બની ગઈ છે. આ આખા આંદોલનની કમાન જોઇન્ટ અવામી એક્શન કમિટી એટલે કે JAAC નામના સંગઠને સંભાળી છે. જેમાં સામાન્ય વેપારીઓ, વકીલો, કોલેજના વિદ્યાર્થીઓ અને ડ્રાઈવરો જોડાયા છે અને તેમણે સીધો પાકિસ્તાન સરકારનો કાંઠલો પકડ્યો છે. આ જનઆક્રોશ રાતોરાત નથી ફૂટ્યો, તેના મૂળમાં ઘણા ભયંકર કારણો છે: "અમારે પાકિસ્તાનની કોઈ જ જરૂર નથી" આ બધી યાતનાઓ સહન કર્યા પછી, PoKનો આર્થિક વિરોધ બહુ જલ્દી એક રાજકીય ક્રાંતિમાં ફેરવાઈ ગયો. રાવલકોટના મેદાનમાં અને બોર્ડર નજીક હજારોની ભીડ ભેગી થઈ. અહીંથી એક એવો અવાજ ઉઠ્યો જેણે પાકિસ્તાનના શાસકોની ઊંઘ હરામ કરી દીધી. PoKના JAAC આંદોલનના નેતા સરદાર અમાન ખાને ખુલ્લેઆમ ગર્જના કરી કે, "Pok પાકિસ્તાનનો ભાગ જ નથી. અમારે પાકિસ્તાનની કોઈ જરૂર નથી, ઉલ્ટાનું પાકિસ્તાનને અમારી જરૂર છે." આ નિવેદન પાછળનું ગણિત સમજવા જેવું છે. પાકિસ્તાનની ખેતી અને અર્થવ્યવસ્થા પૂરી રીતે PoKમાંથી આવતા પાણી પર જ નભે છે. જો કાશ્મીરીઓ પાણી રોકી દે, તો પાકિસ્તાન થોડા જ દિવસમાં ખતમ થઈ જાય. PoKના નેતાઓએ પાકિસ્તાનને સીધી ધમકી આપી દીધી કે જો અમને ભૂખે માર્યા, તો અમે મજબૂર થઈને ભારત તરફની બોર્ડર LoC ખોલાવી દઈશું અને ભારત સાથે ભારત સાથે ઐતિહાસિક બિઝનેસ પણ શરૂ કરી દઈશું. આ સાંભળીને પાકિસ્તાની સેનાના હોશ ઉડી ગયા હતા. હિટલરશાહીથી વિરોધ કરનાર સામે 1 કરોડનું ઈનામ જ્યારે પાકિસ્તાનની સેનાએ જોયું કે લોકો ભારત તરફ વળવાની ધમકી આપી રહ્યા છે, ત્યારે ડરના માર્યા 5 જૂન, 2026ના રોજ આ શાંતિપૂર્ણ સંગઠન JAACને સીધું આતંકવાદી સંગઠન જ જાહેર કરી દીધું. પાકિસ્તાન સરકારે ચાર મોટા નેતાઓને પકડવા માટે પ્રત્યેક પર 1-1 કરોડ રૂપિયાનું માતબર ઈનામ જાહેર કર્યું. જેમાં સૌથી મોટો ચહેરો 52 વર્ષીય શૌકત નવાઝ મીરનો હતો. શૌકત મીરે પાકિસ્તાન આર્મીની સરખામણી એક ક્રૂર ડાકણ સાથે કરી હતી, જે પોતાના જ બાળકોને ખાઈ રહી છે. આખરે એક મોટા ઓપરેશન પછી ધીરકોટ વિસ્તારમાંથી તેમની ધરપકડ કરવામાં આવી અને દેશદ્રોહના કેસ ઝીંકી દેવાયા. આ ધરપકડ પછી આખા પીઓકેમાં હિંસા ફાટી નીકળી, જેમાં પાકિસ્તાની રેન્જર્સે ફાયરિંગ કરતા 30 થી વધુ નિર્દોષ લોકો મર્યા ગયા. પહલગામ હત્યાકાંડ અને ઓપરેશન સિંદૂર જુઓ, PoKમાં પાકિસ્તાન અત્યારે જે રીતે ભીંસાઈ રહ્યું છે, તેને પૂરી રીતે સમજવા માટે આપણે થોડું ફ્લેશબેકમાં જવું પડશે. કારણ કે આંતરિક બળવાની સાથે-સાથે પાકિસ્તાને સરહદ પર પણ એક બહુ મોટી અને કદાચ પોતાના ઇતિહાસની સૌથી મોટી ભૂલ કરી નાખી. વાત છે 22 એપ્રિલ, 2025ની. કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આવેલી બહુ જ સુંદર બૈસરન વેલી, જેને આપણે સૌ પહલગામ તરીકે ઓળખીએ છીએ, ત્યાં એક એવો ગોઝારો આતંકી હુમલો થયો જેણે ભારતની સહનશક્તિની બધી જ હદો પાર કરી દીધી. આ હુમલો ખાલી ગોળીબાર નહોતો, પણ એક ધર્મના નામે કરાયેલું ષડયંત્ર હતું. બપોરનો સમય હતો અને પાકિસ્તાન સમર્થિત ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ એટલે કે TRFના આતંકવાદીઓ લશ્કરી યુનિફોર્મ પહેરીને જંગલોમાંથી મેદાનમાં ઘૂસી આવ્યા. આ બધા આતંકવાદીઓ પાસે ખુંખાર M4 કાર્બાઈન્સ બંદૂકો પણ હતી. તેમણે મેદાનમાં ફરવા આવેલા નિર્દોષ ભારતીય પ્રવાસીઓને એક પછી એક ધડાધડ ગોળીએ દીધા. આ હુમલાની ક્રૂરતા એટલી હદે હતી કે આતંકીઓએ પ્રવાસીઓના ધર્મ પૂછીને તેમને અલગ કર્યા. કટ્ટરપંથી માનસિકતા જુઓ, તેમણે ઓળખાણ માટે પ્રવાસીઓને ઇસ્લામિક કલમા પઢવાનું કહ્યું. પહલગામનો બદલો ઓપરેશન સિંદૂરથી એના પછી આ નરાધમોએ માત્ર હિન્દુ અને ખ્રિસ્તી પ્રવાસીઓને જ ક્રૂરતાપૂર્વક નિશાન બનાવ્યા. ઘણા પુરુષોને તો તેમની પત્નીઓની સામે જ પોઇન્ટ-બ્લેન્ક રેન્જથી ગોળીઓ ધરબી દેવામાં આવી. આ હત્યાકાંડમાં કુલ 26 નિર્દોષ લોકોના પ્રાણ ગયા હતા. જેમાં 25 ભારતીય પ્રવાસીઓ અને 1 બહાદુર સ્થાનિક કાશ્મીરી મુસ્લિમ હતો, જેણે આતંકીઓ પાસેથી બંદૂક આંચકી લેવાનો પ્રયત્ન કર્યો હતો. તપાસમાં સામે આવ્યું કે આ આખો હુમલો પાકિસ્તાનમાં બેઠેલા લશ્કર-એ-તૈયબાના કમાન્ડર સાજિદ જટના સીધા ઇશારે થયો હતો. આતંકીઓએ આ હુમલામાં કેટલી હાઇટેક વસ્તુઓ વાપરી તેના પર નજર કરો: ભારતની આગ આકાશથી આતંકીઓ માથે વરસી આ નિર્મમ હત્યાકાંડ પછી આખો દેશ રોષે ભરાયો હતો. 2008ના મુંબઈ હુમલા પછી આ સૌથી મોટો આઘાત હતો. કેન્દ્ર સરકારે નક્કી કરી લીધું કે હવે પાણી માથા પરથી જતું રહ્યું છે. 7 મે, 2025ની મધ્યરાત્રિએ ભારતીય વાયુસેનાએ ઓપરેશન સિંદૂર લોન્ચ કર્યું. આ કોઈ સામાન્ય સર્જિકલ સ્ટ્રાઈક નહોતી. ભારતે સીધા પાકિસ્તાન અને પીઓકેમાં ઊંડે સુધી આવેલા 9 મુખ્ય આતંકી કેમ્પો પર સચોટ મિસાઈલ હુમલા કર્યા. બહાવલપુર અને મુરિદકે જેવા મથકો, જે પાકિસ્તાન માટે એકદમ સુરક્ષિત મનાતા હતા, તેના ભારતે રાતોરાત ભૂક્કા બોલાવી દીધા. જ્યારે પાકિસ્તાને આનો વળતો પ્રહાર કરવાની કોશિશ કરી, ત્યારે ભારતે તેને એવો પાઠ ભણાવ્યો જે તે કદી નહીં ભૂલે. 9 અને 10 મેના રોજ ભારતે પૂરી તાકાતથી હુમલો કરીને પાકિસ્તાનના સીધા 11 મિલિટરી અને એરબેઝ તબાહ કરી નાખ્યા. સરગોધા અને જેકોબાબાદ જેવા મોટા મથકો પર ભારતે બ્રહ્મોસ અને સ્કાલ્પ મિસાઈલો ઝીંકી દીધી. આ ભયાનક લશ્કરી કાર્યવાહીમાં પાકિસ્તાની વાયુસેનાનો 20% હિસ્સો કાયમ માટે નષ્ટ થઈ ગયો. પાકની શરણાગતિ અને ભારતનો પ્રહાર માર ખાઈને અધમૂવા થયેલા પાકિસ્તાનના DGMOએ આખરે 10 મેના રોજ ભારત સામે ભીખ માંગવી પડી અને તાત્કાલિક યુદ્ધવિરામ માટે વિનંતી કરી. આ ઓપરેશનમાં આપણા 6 વીર જવાનોએ શહીદી વહોરી હતી, જેમનું બલિદાન એળે ન ગયું. જુલાઈ મહિનામાં ઓપરેશન મહાદેવ કરીને આપણી સેનાએ પહલગામ હુમલાના ત્રણેય આતંકીઓને દાચીગામના જંગલોમાં વીણી વીણીને ઠાર માર્યા. આ આખા એપીસોડ પછી ભારત સરકારે આંતરરાષ્ટ્રીય મંચ પર પાકિસ્તાન માટે એક લોખંડી રેડ-લાઈન દોરી દીધી છે. ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે, આ જ કારણ છે કે હવે પાકિસ્તાન કૂટનીતિના રસ્તે ભારતને મનાવવા હવાતિયાં મારી રહ્યું છે. પાકિસ્તાને ભારત સાથે સિક્રેટ મીટિંગ કરી? હવે તેમની પાસે બીજો કોઈ વિકલ્પ બચ્યો નહોતો, એટલે તેમણે ગમે તેમ કરીને દુનિયાની સામે એવું દેખાડવું હતું કે ભારત તેમની સાથે ટેબલ પર બેસવા તૈયાર છે અને સંબંધો સુધરી રહ્યા છે. જૂન 2026 આવતા સુધીમાં આંતરરાષ્ટ્રીય અને પાકિસ્તાની મીડિયામાં, ખાસ કરીને ધ એક્સપ્રેસ ટ્રિબ્યુન જેવા અખબારોમાં અચાનક જ એવા સનસનાટીભર્યા રિપોર્ટ્સ અને સમાચાર છપાવા લાગ્યા કે ત્રીજા દેશોમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે બેક-ચેનલ કે ટ્રેક-2 કૂટનીતિ ફરીથી શરૂ થઈ ગઈ છે. અફવાઓ એવી ઉડાડવામાં આવી કે થાઇલેન્ડના બેંગકોક અને શ્રીલંકાના કોલંબોમાં બંને દેશોના મોટા માથાઓ છૂપી રીતે મળી રહ્યા છે. કોલંબોમાં જે બેઠક થઈ તેમાં એક બહુ મોટો અને નોંધપાત્ર તફાવત હતો, જે તમારે સમજવો જોઈએ. આ તફાવત જ કહી જાય છે કે પાકિસ્તાન સરકારની તેમાં સીધી અને ઓફિશિયલ દખલ હતી, જ્યારે ભારત સરકારને આની સાથે કોઈ લેવાદેવા જ નહોતી. ભારતના જે લોકો ત્યાં ગયા હતા, તેઓ માત્ર પોતાના અંગત મંતવ્યો આપવા ગયા હતા, ભારત સરકારના કોઈ ઓફિશિયલ પ્રતિનિધિ બનીને નહીં. વિદેશ સચિવનો સણસણતો ખુલાસો જ્યારે આ અફવાઓએ ભારતના રાજકીય વર્તુળોમાં જોર પકડ્યું, ત્યારે ભારત સરકારે તરત જ ડેમેજ કંટ્રોલ માટે એક્શન લીધા. આપણા વિદેશ સચિવ વિક્રમ મીસરી તે સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સેશેલ્સના પાટનગર વિક્ટોરિયાના ઐતિહાસિક પ્રવાસે ગયા હતા. ત્યાંથી જ તેમણે પાકિસ્તાનને સણસણતો અને કડક જવાબ આપ્યો. વિક્રમ મીસરીએ બહુ જ સીધા, સ્પષ્ટ અને રોકડા શબ્દોમાં દુનિયાને કહી દીધું કે આ બેઠકો સાવ ખાનગી હતી. તેમાં ભારત સરકારનો કોઈ જ ટેકો, સમર્થન કે સંડોવણી જરા પણ નહોતી. તેમણે તો કડક ભાષામાં ત્યાં સુધી કહી દીધું કે, આપણા દેશના મોટા ડિફેન્સ એક્સપર્ટ, જેમ કે શિશિર ગુપ્તાનું માનીએ તો, પાકિસ્તાન દુનિયાને બતાવવા માંગતું હતું કે અમારા દેશમાં શાંતિ લાવવા માટે અમે ભારત સાથે પાછલા બારણેથી સકારાત્મક વાતચીત કરી રહ્યા છીએ. પણ ભારતે કડકાઈથી આ ભ્રમ તોડી નાખ્યો અને પાકિસ્તાનને તેમની જ ભાષામાં સમજાવી દીધું કે આતંકવાદ અને વાટાઘાટો ક્યારેય એક જ પાટા પર ન ચાલી શકે. પાકિસ્તાને પોતાના પાપોની સજા ફરજિયાત ભોગવવી જ પડશે. પાકિસ્તાન સામે બે મોરચે જળ-યુદ્ધ હવે વાત કરીએ જીઓગ્રાફિકલ શતરંજના સૌથી મોટા ખેલની, જેને હાઈડ્રોલોજિકલ વોરફેર અથવા ગુજરાતીમાં કહીએ તો જળ-યુદ્ધ કહેવાય છે. આજના આધુનિક સમયમાં લશ્કર મોકલીને સીધી ગોળી મારવા કરતા જો તમે દુશ્મનના મુખ્ય સંસાધનો પર કંટ્રોલ કરી લો, તો તે વધારે ઘાતક અને જીવલેણ સાબિત થાય છે. ભારતે પણ બરાબર એ જ રણનીતિ અપનાવી છે. એક તરફ પૂર્વમાંથી ભારતે પાકિસ્તાનની પાણીની નળીઓ દબાવવાનું શરૂ કર્યું અને બીજી બાજુ પશ્ચિમ દિશામાંથી અફઘાનિસ્તાને પણ પાકિસ્તાનનો શ્વાસ રૂંધી નાખ્યો. પાકિસ્તાન અત્યારે એક એવા બેવડા જળ-સંકટમાં ફસાઈ ગયું છે, જેમાંથી બચવું લગભગ અશક્ય છે. વર્ષ 1960માં વિશ્વ બેંકની વચેટિયાગીરીથી સિંધુ જળ સંધિ થઈ હતી, જેમાં ત્રણ પશ્ચિમી નદીઓનું 80 ટકાથી વધુ પાણી પાકિસ્તાનને મફતમાં મળતું હતું. આખી 6 દાયકા સુધી ભારતે બહુ જ મોટું મન રાખીને એકતરફી ઉદારતા દાખવી અને આ સંધિનું ઈમાનદારીથી પાલન કર્યું. પણ પહલગામમાં જ્યારે આપણા નિર્દોષ પ્રવાસીઓના લોહી રેડાયા, એના પછી ભારતે જરા પણ માન મર્યાદા કે નમ્રતા રાખ્યા વિના આ ઐતિહાસિક સંધિ સસ્પેન્ડ કરી દીધી. તમે જ વિચારો, પાકિસ્તાનની આખી અર્થવ્યવસ્થા, તેમનો 25 ટકા GDP અને 23 કરોડથી વધુ લોકોની જિંદગી આ નદીઓના પાણી પર જ ચાલે છે. પાણી રોકાતા જ પંજાબ અને સિંધ પ્રાંતના ખેતરો સાવ સુકાવા લાગ્યા છે. ખેડૂતો માટે આ એક જીવતો જાગતો આર્થિક હત્યાકાંડ સાબિત થઈ રહ્યો છે. પાકિસ્તાન હવે મરણતોલ ફટકો પડ્યા પછી વૈશ્વિક મંચો પર જઈને જાતજાતના રોદણાં રડી રહ્યું છે. પાકિસ્તાનના ક્લાઈમેટ ચેન્જ મંત્રી મુસાદિક મલિકે ભારતને એવી ગિદડ-ભભકી આપી કે એની પહેલા પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે ભારતને નમાલી ધમકી આપતા કહ્યું કે, બીજી બાજુ પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન ઇશાક ડાર અને પીપીપી નેતા બિલાવલ ભુટ્ટો દુનિયા સામે જઈને આક્રોશ ઠાલવી રહ્યા છે કે ભારત પાણીને હથિયાર બનાવી રહ્યું છે અને વેપનાઈઝેશન ઓફ વોટર કરી રહ્યું છે. પણ ભારતે તેમના આ રડવા પર જરા પણ ધ્યાન ન આપ્યું અને નદીઓ પર પોતાના ડેમ બનાવવાનું કામ યુદ્ધના ધોરણે અનેકગણું ઝડપી કરી દીધું. અફઘાનિસ્તાનથી પાક.ને ઘેરવાનો માસ્ટર સ્ટ્રોક જે સમયે પૂર્વ દિશામાંથી ભારત પાકિસ્તાનનું પાણી રોકી રહ્યું છે, બરાબર તે જ સમયે પશ્ચિમ દિશામાંથી અફઘાનિસ્તાને પણ પાકિસ્તાન માટે એક નવો અને ભયંકર મોરચો ખોલી નાખ્યો છે. આમાં સૌથી મોટી અને ચોંકાવનારી વાત એ છે કે અફઘાનિસ્તાનની તાલિબાન સરકારને ભારતનો સીધો વ્યૂહાત્મક અને આર્થિક ટેકો મળી રહ્યો છે. અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે કાબુલ નદી બેસિનને લઈને કોઈ ઔપચારિક જળ-સંધિ નથી, અને આ જ ખામીનો હવે પૂરો ફાયદો ઉઠાવવામાં આવી રહ્યો છે. કાબુલ નદી પર અફઘાનિસ્તાન એક બહુ મોટો શહતૂત ડેમ બનાવી રહ્યું છે. આ 236 મિલિયન ડોલરનો વિશાળ પ્રોજેક્ટ છે, અને આખો પ્રોજેક્ટ ભારતના પૈસે અને ભારતની ટેકનિકલ મદદથી બની રહ્યો છે. આ કાબુલ નદી પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંત માટે જીવનરક્ષક અને જીવાદોરી સમાન છે. જો અફઘાનિસ્તાનના આ બધા ડેમ પૂરા થઈ જશે, તો પાકિસ્તાનને મળતા પાણીમાં સીધો 16થી 17 ટકાનો ઘટાડો થશે. પાકિસ્તાનના એક્સપર્ટ્સ બરાબર સમજી ગયા છે કે ભારત અફઘાનિસ્તાનમાં રોકાણ કરીને પાકિસ્તાનની પશ્ચિમી સરહદો પર પણ પાણીનો ફ્લો કંટ્રોલ કરી રહ્યું છે. આને સ્ટ્રેટેજિક એન્સર્કલમેન્ટ એટલે કે દુશ્મનને ચોતરફથી ઘેરી લેવાની નીતિ કહેવાય છે. મે 2025માં કાબુલમાં થયેલી મિટિંગ્સ બતાવે છે કે આ માત્ર વિકાસલક્ષી પ્રોજેક્ટ નથી, પણ પાકિસ્તાનને ખતમ કરવાની એક કાતિલ રણનીતિ છે. ભારતની અદભૂત ગ્રાન્ડ સ્ટ્રેટેજી હવે આ બધી ઘટનાઓને એકસાથે જોડીને સમજો. પીઓકેનો બળવો, ગુપ્ત વાટાઘાટોનો કડક અસ્વીકાર, ઓપરેશન સિંદૂર અને પૂર્વ-પશ્ચિમનું જળ-યુદ્ધ. આ બધું જોયા પછી વર્ષ 2026ના ભારતની એક ખૂબ જ સચોટ, આક્રમક અને અદભૂત ગ્રાન્ડ સ્ટ્રેટેજી આપણી નજર સામે આવે છે. એક જમાનો હતો જ્યારે પાકિસ્તાન પ્રોક્સી વોર અને આતંકવાદથી ભારતને હજાર કાપ આપીને તોડવાના સપના જોતું હતું. પણ આજે ભારતે પોતાની સ્માર્ટ પાવર વાપરીને પાકિસ્તાનને તેના જ આંતરિક વિવાદો અને ભૌગોલિક મર્યાદાઓની જાળમાં ખરાબ રીતે ફસાવી દીધું છે. આ રણનીતિના ચાર પેરામીટર્સ છે જેને સમજવા બહુ જરૂરી છે: પહેલું, પીઓકેમાં અશાંતિ અને પાકિસ્તાનના કાશ્મીર પ્રોપેગેન્ડાનો પૂરી રીતે ખાતમો. પાકિસ્તાન દાયકાઓથી સંયુક્ત રાષ્ટ્રમાં કાશ્મીરના નામે ખોટું રડતું હતું. પણ હવે પીઓકેની જનતા જ ખુલ્લામાં કાશ્મીર પાકિસ્તાનનો ભાગ નથી તેવા નારા લગાવી રહી છે. બીજું, બે-તરફી જળ-માર અને આર્થિક ગળેટૂંપો. ભારતે પાણીને ઔપચારિક હથિયાર બનાવી લીધું છે. એક પણ ગોળી ચલાવ્યા વિના પાકિસ્તાનને આર્થિક રીતે અપંગ કરવાની આ ભારતની અદભૂત અને ભયંકર ક્ષમતા છે. ત્રીજું, ઓપરેશન સિંદૂરે સાબિત કર્યું કે પાકિસ્તાન હવે ભારત સાથે પરંપરાગત યુદ્ધ લડી શકે તેમ જ નથી. અફઘાન બોર્ડર પર તાલિબાન, બલૂચિસ્તાનમાં બળવો, ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં આતંકી હુમલા અને હવે પીઓકેનો વિરોધ. આટલા બધા આંતરિક મોરચે લડતું પાકિસ્તાન જો ભારત સામે બાથ ભીડે તો તેના કાયમી ટુકડા જ થઈ જાય. ચોથું, ઓપરેશન સિંદૂર વખતે અમેરિકાના પ્રેસિડેન્ટ અને ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સે તેને ભારતનો પ્રાદેશિક મામલો ગણાવીને કોઈપણ અમેરિકી દખલગીરી નકારી હતી. રશિયા, ફ્રાન્સ અને જાપાન પણ પૂરી રીતે ભારતની પડખે ઉભા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે હવે કોઈ ભારત અને પાકિસ્તાનને એક જ ત્રાજવે નથી તોલતું. આ બધું ભેગું થયું તો, હતાશ થયેલું પાકિસ્તાન ભલે ગમે તેટલા હવાતિયાં મારે, પણ કડવું સત્ય એ છે કે પાકિસ્તાને આતંકવાદના રસ્તે ચાલીને પોતાના માટે જે કબર ખોદી હતી, આજે તે પીઓકેના બળવા અને જળ-યુદ્ધના સ્વરૂપમાં તેમાં જ દટાઈ રહ્યું છે. દક્ષિણ એશિયાના ભવિષ્યમાં પાકિસ્તાનનું અસ્તિત્વ ટકશે કે કેમ તે હવે બહુ મોટો સવાલ છે. જ્યારે બીજી બાજુ, વર્ષ 2026માં ભારત વૈશ્વિક મહાસત્તા બનવા બાજુ આગળ વધી રહ્યું છે. અને છેલ્લે... હિમાચલ પ્રદેશના રાજ્યપાલ કવિન્દર ગુપ્તાએ કહ્યું હતું કે પાકિસ્તાન 1971ના બાંગ્લાદેશ જેવી જ મોટી ભૂલ પીઓકેમાં કરી રહ્યું છે. એટલે પાકિસ્તાન હવે જાતે જ પોતાના ટૂકડા કરવા જઈ રહ્યું છે. પહેલા બાંગ્લાદેશ અલગ થયું અને હવે લગભગ પીઓકેનો વારો છે. સોમવારથી શુક્રવાર, રોજ રાતે 8 વાગે, જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચ અને એનાલિસિસ: સમીર પરમાર | Samir Parmar)
    Click here to Read More
    Previous Article
    ખામેનીના અંતિમ સંસ્કારમાં BJP ચીફ નવીનને આમંત્રણનો દાવો:કોંગ્રેસ અધ્યક્ષ ખડગે, પવન ખેડા પણ આમંત્રિત; 2 કરોડ લોકો પહોંચવાનો અંદાજ
    Next Article
    બહારથી ખાતા પહેલા સાવધાન!:અમદાવાદમાં શાકમાં વપરાતી ગ્રેવીમાં ડાયનો કલરનો ઉપયોગ, 44 ખાણીપીણીની ચીજવસ્તુઓ હલકી ગુણવત્તાની

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment