Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    Editor's View: ટ્રમ્પ આટલા વિચિત્ર કેમ છે?:ભત્રીજીએ પરિવારના રહસ્ય ખોલ્યાં, કોઈ માનસિક બીમારી? 7 મુદ્દાથી સમજો જીતવાની જીદનો સાયકોલોજીકલ X-Ray

    21 hours ago

    ન્યૂયોર્કની કડકડતી ઠંડી અને ક્વીન્સના એક આલીશાન બંગલોમાંથી એક ક્રુર આદેશ ગુંજ્યો, "દુનિયામાં કાં તો તમે કિલર છો, કાં તો લૂઝર". આ આદેશ આપ્યો હતો ફ્રેડ ટ્રમ્પે અને સાંભળનાર હતા દુનિયાના હાલના સૌથી શક્તિશાળી નેતા અને હાલના અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ જે. ટ્રમ્પ. આ વાત દાયકાઓ પહેલા શીખવાડવામાં આવી હતી તે ટ્રમ્પ આજે વ્હાઈટ હાઉસમાં બેસે છે. ટ્રમ્પના બેફામ નિર્ણયો અને અણધાર્યો વ્યવહાર જોઈને બધાને મનમાં એક સવાલ થાય કે, આ માણસ આટલો કૃર અને વિચિત્ર કેમ છે? પોતાની જ ભત્રીજી મેરી ટ્રમ્પના ડોક્યુમેન્ટ્સથી માંડીને બોબ વુડવર્ડના સનસનીખેજ ખુલાસાઓ સીધી અને મેગી હેબરમેનની ડાયરીથી માંડીને ન્યૂયોર્કના ફ્રોડ કેસના કાગળિયાઓ સુધી દરેક પાનું અત્યારે એ જ સત્યની ચીસ પાડીને તેના જવાબ આપે છે. આજે આપણે અમેરિકાના રાષ્ટ્રપતિની વાત કરવાના છીએ જેના માટે વાસ્તવિકતા કોઈ માયને નથી રાખતી, તેમને જોઈએ છે પબ્લિસિટી અને વર્ચસ્વ. 1980ના દાયકાનો એ આક્રામક રિયલ એસ્ટેટ ટાયકૂન અને 2026નો વેરની રાજનીતિ કરનાર નેતા કેવી રીતે અલગ છે અને તેમાં શું હજું પણ એવું ને એવું જ છે? આજે આપણે તેની વાત કરીશું. માત્ર આટલું જ નહીં આજે આપણે એ બધા જ પડદા પાછળના રાઝ હટાવીશું કે ડોનાલ્ડ ટ્રમ્પ કેમ આટલા બધા નાર્સિસિસ્ટ છે, કેમ બેફામ નિર્ણયો લઈ દુનિયા ધુણાવે છે અને તેનામાં જીતવાની આવી ઘેલછા ક્યાંથી જન્મી છે? નમસ્કાર.... અમેરિકાએ પોતાના ઈતિહાસમાં અત્યાર સુધી અલગ અલગ 45 રાષ્ટ્રપતિઓ જોયા પણ ડોનાલ્ડ ટ્રમ્પ જેવા રાષ્ટ્રપતિ ક્યારેય નહીં જોયો હોય. તેમને મહાન માનવાવાળો પણ વર્ગ છે અને અમેરિકાની લોકશાહી માટે ખતરો માનવાવાળો પણ વર્ગ છે. ટ્રમ્પના પરિવારમાં વિક્ટ્રીનો જ સિક્કો ચાલતો તેમને સમજવા માટે આપણે તેમના પિતા ફ્રેડ ટ્રમ્પને સમજવા બહુ જરૂરી બની જાય છે. મેરી ટ્રમ્પ જે ટ્રમ્પના ભત્રીજી છે અને ક્લિનિકલ સાયકોલોજિસ્ટ પણ છે તે પોતાના પુસ્તક ટુ મચ એન્ડ નેવર ઈનફમાં લખે છે કે, “ટ્રમ્પ પરિવારના ઘરમાં પ્રેમ જેવી કોઈ વસ્તુની કોઈ કિંમત નથી. ત્યાં માત્ર એક જ સિક્કો ચાલે છે વિક્ટ્રી” ‘વિનર vs લૂઝર’ ફિલોસોફી ફ્રેડ પોતે એક ટફ રિયલ એસ્ટેટ ડેવલોપર હતા. તેમણે પોતાના સંતાનોના મગજમાં એક વાત બરોબરની ફીટ કરી દીધી હતી કે દુનિયામાં બે જ પ્રકારના લોકો છે વિનર્સ અને લુઝર્સ. તેમના મતે જો તમારે દુનિયામાં સફળ થવું હોય તો તમારે કિલર બનવું પડે એટલે કે જેમાં દયા, સહાનુભૂતિ કે નમ્રતા છે તે નબળો માણસ છે. ભાઈના મૃત્યુથી મળેલો કડવો પાઠ ડોનાલ્ડ ટ્રમ્પના મોટા ભાઈ ફ્રેડ જુનિયર ટ્રમ્પ પણ સ્વભાવે સોફ્ટ હતા. તેઓ પાયલટ બનવા માગતા હતા પણ તેમના પિતાને આ સોફ્ટનેસ મંજૂર નહોતી. તેમણે ફ્રેડને એટલા અપમાનિત કર્યા કે તે એલ્કોહોલિઝમના શિકાર બન્યા અને ખાલી 42 વર્ષની ઉંમરે દુનિયા છોડી જતા રહ્યા. ડોનાલ્ડ ટ્રમ્પે આ બધું પોતાની નજરે જોયું. તેમણે સમજી લીધું કે બાપની નજરમાં હિરો બનવું હોય તો તેના ભાઈ જેવું નથી થવાનું અને કડક બનવું પડશે. જો આવું કરવું હોય તો કઠોર બનવું પડશે. જેના કારણે તેણે પોતાની અંદરની લાગણીઓનો જ બલિ ચઢાવી દીધો. પિતાની કિલર એટલે કે વિનર બનવાની વિચારધારાને ટ્રમ્પે જીવન બનાવી લીધું. માતાની ગેરહાજરીનો અસર પરંતુ વાત માત્ર પિતાના પ્રભાવ સુધી મર્યાદિત નથી. ડોનાલ્ડના જીવનમાં જે એક મોટી ખોટ રહી ગઈ, તે હતી માતૃત્વની હૂંફ. ડોનાલ્ડના જીવનમાં માનો કોઈ રોલ નથી રહ્યો કારણ કે ડોનાલ્ડ જ્યારે અઢી વર્ષના જ હતા ત્યારે તેમની માતા મેરી એની મેકલોડ ગંભીર બિમારીઓનો શિકાર બન્યા. સાયકોલોજિસ્ટ માને છે કે જ્યારે ડોનાલ્ડના જીવનમાં માતાની હાજરી હોવી જોઈતી હતી તે નહોતી. જેના કારણે ડોનાલ્ડમાં એમ્પથીનો એ પણ ન આવ્યો. મેરી ટ્રમ્પના ખુલાસા મેરી ટ્રમ્પના એ શબ્દો આજે પણ અમેરિકાના રાજકીય ગલિયારાઓમાં ગુંજે છે, જેમાં તેઓ દાવો કરે છે કે ટ્રમ્પ પરિવારમાં પ્રેમ એ કોઈ લાગણી નહીં, પણ એક કમજોરી ગણવામાં આવતી હતી. મેરી લખે છે કે, “ડોનાલ્ડને ક્યારેય એવું માતૃત્વનું પોષણ મળ્યું નહીં જે ભાવનાત્મક સ્થિરતા આપે. પિતા ડરામણા હતા અને માતા ગેરહાજર. જેના કારણે ડોનાલ્ડ એવા બાળક બનીને મોટા થયા જેમને સતત બીજાનું ધ્યાન ખેંચવાની અને બીજાની પ્રશંશાની ભૂખ હોય. એટલા માટે જ આજે પણ ટ્રમ્પ સ્ટેજ પર હોય ત્યારે તેમની એંદર એ જ નાનું બાળક દેખાય છે જે દુનિયાને કહી રહ્યું છે કે મને જુઓ હું કેટલો મહાન છું. ” ટ્રમ્પને ઘડનાર 7 કારણો મેરી ટ્રમ્પ મુજબ 7 એવી ઘટનાઓની વાત કરીએ જેણે ટ્રમ્પને ટ્રમ્પ બનાવ્યા મિલિટરી સ્કૂલનો કડક પ્રભાવ ડોનાલ્ડનો તોફાની સ્વભાવ જોઈને તેમના પિતાએ 13 વર્ષની ઉંમરે જ તેમને ન્યૂયોર્કની મિલિટરી એકેડમીમાં મોકલી દીધા. ડોનાલ્ડ જ્યારે ક્વીન્સના આલીશાન બંગલાનો ત્યાગ કરી ન્યૂયોર્ક મિલિટરી એકેડમી NYMA પહોંચ્યા, ત્યારે માહોલમાં ઠંડી સાથે એક અજીબ સન્નાટો હતો. એ મિલિટરી યુનિફોર્મ માત્ર કપડાં નહોતા, પણ એક કઠોર પિતા દ્વારા આપવામાં આવેલી દેશનિકાલ જેવી સજા હતી. ત્યાંની પથ્થર જેવી શિસ્તમાં ડોનાલ્ડે ભાવનાઓનો ત્યાગ કરી, સત્તાના જોરે બીજાને કેવી રીતે નમાવવા તે કળા આત્મસાત કરી લીધી. ડરથી શાસન શીખ્યો ટ્રમ્પે ટ્રમ્પના NYMAના ક્લાસમેટનું કહેવું છે કે ડોનાલ્ડ ત્યાં આયરન ફિસ્ટથી શાસન કરતા હતા. તેમણે શીખ્યું કે લીડરશીપ એટલે લોકપ્રિયતા નહીં, પણ બીજાને ડરાવીને પોતાની વાત મનાવવી. ડોનાલ્ડના મેન્ટોર કોલોનલ થિયોડોર ડોબિયાસ હતા. જેઓ ખૂબ જ સ્ટ્રિક્ટ સ્વભાવના માણસ હતા. ટ્રમ્પે તેમની પાસેથી શીખ્યું કે જે સત્તામાં છે, તે નિયમો બનાવી શકે પણ શકે છે અને તોડી પણ શકે છે. ખુંખાર વકીલ રાય કોહનનો પ્રભાવ ત્યાર બાદ 1970ના ગાળામાં જ્યારે ડોનાલ્ડ ન્યૂયોર્કના રિયલ એસ્ટેટ માર્કેટમાં ઉતર્યા ત્યારે તેમની મુલાકાત એક એવા વકીલ સાથે થઈ જેણે તેમનું જીવન બદલી નાખ્યું. નામ હતું રાય કોહન. એ ટ્રમ્પના રાજકીય ગુરુ હતા. તે કોઈ સાદા સિમ્પલ વકીલ ન હતા પણ ખૂબ જ ખુંખાર અને કુખ્યાત મિજાજના વકીલ હતા. મહાન અમેરિકન વકીલ મેકકાર્થી યુગના આ કુખ્યાત શખ્સ કોહને ટ્રમ્પને શિખવાડ્યું કે કાયદો ન્યાય માટે નહીં, પણ દુશ્મનને ધૂળ ચટાડવા માટેનું હથિયાર છે. 1973માં જ્યારે ટ્રમ્પ પર ભેદભાવના ગંભીર આરોપો લાગ્યા, ત્યારે કોહને ગુરુમંત્ર આપ્યો કે, “ક્યારેય માફી ન માગવી, પણ સામો એટલો મોટો વળતો પ્રહાર કરવો કે સરકાર પોતે ડરીને બેકફૂટ પર આવી જાય.” કેસને હથિયાર બનાવવાની નીતિ 1973માં ટ્રમ્પ પર બ્લેક ભાડૂતો સાથે ભેદભાવ કરવાનો આરોપ લાગ્યો હતો ત્યારે કોહને જ ટ્રમ્પને શીખવ્યું હતું કે માફી ન માગવી પણ સરકાર સામે જ મુકદ્દમો ઠોકી દેવો. આ જ ટ્રમ્પની ફિલોસોફીની તાકાત બની. ટીવી શૉથી બનાવી ઈમેજ ડોનાલ્ડ ટ્રમ્પને વ્હાઈટ હાઉસ પહોંચવા માટે તેમનો રિયાલિટી શો ધ એપ્રેન્ટીસ બહુ કામ લાગ્યો. મેગી હેબરમેન તેમના પુસ્તક કોન્ફિડેન્સ મેનમાં લખે છે કે, આ શો એ ટ્રમ્પની એક એવી છબી બનાવી જે હકિકતમાં હતી જ નહીં. નકલી ઈમેજથી રાજનીતિમાં કૂદવું આ શોમાં ટ્રમ્પને એક ખૂબ જ સફળ, ડિસિપ્લિન્ડ અને કઠોર અબજોપતિ તરીકે બતાવવામાં આવ્યા. જ્યારે હકીતમાં ટ્રમ્પની અનેક કેસિનો અને હોટલ દેવાળિયું ફૂંકી રહી હતી. શોના પ્રોડ્યુસર્સે છેલ્લે માન્યું કે તેણે પોતાના નિવેદનો સુધારીને પોતાને જીનિયસ બોસ તરીકે રજૂ કર્યાં. અમેરિકન્સે ટ્રમ્પની નકલી છબીને અસલી માની અને ટ્રમ્પના પોલિટિકલ કરિયરની ગાડી ચાલી પડી. પોતાને કેમ સ્પેશિયલ માને છે? સાયકોલોજિસ્ટે ટ્રમ્પના કેરેક્ટરને મિલોન ઈન્વેન્ટરી ઑફ ડાયગ્નોસ્ટિક ક્રાઈટેરિયા તરીકે ગણાવ્યું. આ લાંબા લચકા શબ્દનો અર્થ થાય છે. આવો માણસ પોતાની જાતને ખૂબ જ સ્પેશિયલ માને છે અને એવું માને છે કે દુનિયા તેમને સલામ કરે છે. તેમને બીજાને ઑર્ડર આપવો ખૂબ ગમે છે. તે હંમેશા લોકોનું પોતાની તરફ ધ્યાન ખેંચવા માગે છે. ટ્રમ્પને આત્મશ્લાઘાની બીમારી? પણ આની પાછળ એક કિલર એંગલ છે જેને સાયકોલોજિકલ એક્સપર્ટ્સ મેલિગ્નન્ટ નાર્સિસિઝમ કહે છે. આ એવા લોકો હોય છે જેમને બીજાના દુખથી કોઈ ફરક નથી પડતો અને તેઓ પોતાના ઈગોને સંતોષવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. 2026માં યુક્રેન વિવાદ હોય કે ઈરાન પરના તેમના તદ્દન વિરોધાભાસી નિવેદનો, ટ્રમ્પ માટે દરેક ક્ષણ એક ઈન્ડિપેન્ડેન્ટ યુદ્ધ છે. જો જૂની વાત તેમના પ્રેઝેન્ટ વિક્ટ્રીને નડતી હોય, તો તેઓ તેને પસ્તીની જેમ ફેંકી દેવામાં જરાય અચકાતા નથી, કારણ કે તેમના માટે સત્ય ક્ષણભંગુર છે. રાઈટ નાવમાં જીવતા ટ્રમ્પ જ્યારે ફેમસ સાયકોલોજિસ્ટ ડેન પી. મેકએડમ્સે ટ્રમ્પના કેરેક્ટર અને હાવભાવની સ્ટડી કરી તો તેમને એક ખૂબ જ અજીબ વાત નજરે પડી. સામાન્ય રીતે લોકો પોતાની લાઈફને એક સ્ટોરી તરીકે જુએ છે. જેમાં તેઓ ભૂતકાળની ભૂલોમાંથી શીખતા હોય છે અને તેના પછી ભવિષ્યનું પ્લાનિંગ કરતા હોય છે પણ ટ્રમ્પ માટે આવું કંઈ જોવા ન મળ્યું. ટ્રમ્પ રાઈટ નાવમાં જીવે છે. ટ્રમ્પ માટે જીવન ગેમ ઑફ થ્રોન્સ જેવું ટ્રમ્પની નજરે જીવન એક અલગ અલગ એપિસોડ્સ કે ગેમ ઓફ થ્રોન્સ જેવી સિરિઝ છે. ટૂંકમાં ટ્રમ્પ એવા માણસ છે કે એકવાર તે ખોટું બોલે છે તો બીજીવાર તે તેની એકદમ ઓપોઝિટ વાત કરે છે, જેનો તેને કોઈ પછતાવો પણ નથી હોતો કારણ કે તેમના માટે બંને સમય અલગ અને ઈન્ડિપેન્ડેન્ટ છે. માટે જ આવા લોકો ક્યારેય પોતાની ભૂલો સ્વીકારી શકતા નથી અને તેમાંથી શીખી પણ નથી શકતા. તેમના માટે સાચું એ જ છે જે તેમને જીતવા માટે કે આગળ વધારવા માટે મદદ કરે છે. રાષ્ટ્રપતિ પદે 30 હજાર જુઠ્ઠાણા ટ્રમ્પે જ્યારે રાષ્ટ્રપતિ પદે પોતાનું એક વર્ષ પૂરું કર્યું ત્યારે વોશિંગ્ટન પોસ્ટની ફેક્ટ ચેક ટીમે એક ડોક્યુમેન્ટ તૈયાર કર્યું હતું. જેના મુજબ ટ્રમ્પે પોતાના પહેલા રાષ્ટ્રપતિ ટર્મમાં 30 હજારથી વધુ ખોટા, પાયાવિહોણા અને ભ્રામક દાવા કર્યા હતા. સત્ય કરતાં જીત મહત્વની સાયકોલોજિસ્ટ આને ઈલ્યુઝનરી ટ્રુથ ઈફેક્ટ કહે છે. ટૂંકમાં જો તમે એક ને એક ખોટી વાત 100વાર કહો છો તો લોકો તેને સાચું માનવા લાગે છે. ટ્રમ્પ માટે ફેક ન્યૂઝ એ શબ્દ નથી પણ વેપન છે. જે ઈન્ફોર્મેશનમાં તેમને મજા આવે તે જ માનવી અને ન મજા આવે તેને નકારી દેવી. અને તેના જ બેઝ પર એક બેઝલેસ રિયાલિટી ઉભી કરવી. જેમાં તેમની માસ્ટરી છે. ટ્રમ્પની પોલિટિક્સ જોઈએ તો તેમાં એક વસ્તુ નજરે પડે છે. તે પોતાના વિરોધીઓના હુલામણા નામો પાડે છે. ટ્રમ્પ એકવાત બખૂબી જાણે છે કે લોકો લાંબા ભાષણો વહેલા ભૂલી જાય છે પણ આવા નિકનેમ્સ ક્યારેય નથી ભૂલી શકવાના. આ કોઈના કેરેક્ટર પર એક સાયકોલોજિકલ એટેક છે. એક હાથ સે દો, એક હાથ સે લો ઘણા ઈન્ટરનેશનલ રિલેશન્સના જાણકાર લોકો માને છે કે ટ્રમ્પની વિદેશ નીતિ લેવળ દેવળ વાળી છે. એક હાથથી દો અને બીજા હાથથી લો. ટ્રમ્પ પોતાના જેવા સ્ટ્રોંગ લોકો એટલે કે પુતિન અને કિમ જોંગ ઉન માટે એક અલગ પ્રકારનું એટ્રેક્શન મહેસૂસ કરે છે. કારણ કે ટ્રમ્પ પોતાને તેના જેવા જ લીડર તરીકે જુએ છે. વિદેશનીતિના પાયા હલાવ્યા ટ્રમ્પને નૈતિક દુનિયામાં જીવવું નથી ગમતું કારણ કે તેમણે જ યુનાઈટેડ નેશન્સ અને નાટો જેવા સંગઠનોને નજીવા અને નમાલા ગણાવી દીધા છે. તેમના મતે આવા પ્લેટફોર્મ્સ એક સોદો છે. જો તમે પૈસા નહીં આપો તો અમે તમને રક્ષણ નહીં આપીએ. આમાં તમને નિર્ણય લેનારમાં નેતા અને વેપારી બંને નજરે પડશે. જેના જ કારણે અમેરિકાની દાયકાઓ જૂની વિદેશ નીતિના પાયા હલી ગયા છે. હવે ટ્રમ્પના વ્યક્તિત્વના કારણે રાષ્ટ્રપતિ જેવા સન્માનિત પદ પર લેવાયેલા નિર્ણયોની પણ વાત કરીએ જેણે દુનિયાને હચમચાવી નાખી. ટગ ફિલિંગથી અતિ આત્મવિશ્વાસ મનોવૈજ્ઞાનિકો માને છે કે આ જ ગટ ફિલિંગ પર અતિશય વિશ્વાસ અને એક્સપર્ટ્સની સલાહોને ન માનવાના કારણે ટ્રમ્પે પોતાના નિર્ણયોના કારણે દુનિયા ધુણાવી છે. કારણ કે ટ્રમ્પ તેમને દુનિયાના સૌથી બુદ્ધિશાળી માણસ ગણે છે. ડીલ મેકર ઈમેજ ધ આર્ટ ઓફ ધ ડીલ નામના પુસ્તકમાં ટ્રમ્પે પોતાને ડિલ મેકર ગણાવ્યા છે. ટ્રમ્પ પોતાને આ પુસ્તકના લેખક ગણાવે છે પણ કહેવાય છે કે ખરેખર આ પુસ્તક ટોની શ્વાર્ટઝે લખ્યું હતું. જેને 2016ના એક ઈન્ટરવ્યૂમાં મોટો ધડાકો કર્યો હતો. તેમણે લખ્યું કે, “મને પસ્તાવો છે કે મેં ટ્રમ્પની છબી આટલી ભવ્ય બનાવી. હકીકતમાં તેઓ એક સોશિયોપેથ છે જેમને માત્ર પોતાની જ પડી છે.” ટ્રમ્પને પોતાની વાહવાહી જ ગમે છેઃ ટોની શ્વાર્ટઝ ટોનીનું કહેવું છે કે ટ્રમ્પ ક્યારેય એકાગ્રતાથી વાંચી નથી શકતા, તે હંમેશા અન સ્ટેબલ હોય છે અને તેમને હંમેશા પોતાની વાહવાહી ગમે છે. તેમણે કહ્યું હતું કે આ પુસ્તક ફરી લખવાનું કહેવામાં આવે તો તેનું હેડિંગ ધ સોશિયોપેથ હશે. પિતાની નજરમાં લૂઝર નહોતું બનવું ન્યૂયોર્કના કોર્ટના ધૂળ ખાતા દસ્તાવેજો પર નજર કરીએ તો ટ્રમ્પે વર્ષો સુધી પોતાની સંપત્તિના ખોટા વેલ્યુએશન જ કર્યા છે એવું જણાય છે. કેમ? ખાલી ટેક્સથી બચવા નહીં પણ પોતાની જાતને અસલી સંપત્તિ કરતા વધુ અમીર બતાવવા માટે. આ એક સાયકોલોજીકલ નીડ હતી. તેમને એવું લાગતું હતું કે જો તેઓ અબજોપતિ નહીં દેખાય તો તે પોતાના પિતાની નજરમાં વિનર નહીં પણ લૂઝર સાબિત થશે. રાષ્ટ્રપતિ પદે બેજવાબદાર નિર્ણયોથી દુનિયા ધૂણાવી વિખ્યાત પત્રકાર બોબ વુડવર્ડના પુસ્તકો ફિયર અને રેજમાં ટ્રમ્પના એવા 7 કિસ્સાઓ છે જે દુનિયાને હચમચાવી નાખે છે… ટ્રમ્પ નિર્સિસિઝમથી પીડિત? એક શબ્દ છે નાર્સિસિસ્ટ જેનો ગુજરાતીમાં અર્થ થાય છે આત્મશ્લાઘા, સાવ સાદી રીતે સમજીએ પોતાની જાતને જ પ્રેમ કરવો અને મહાન માનવું. ટ્રમ્પની ભત્રીજી મુજબ ટ્રમ્પ નાર્સિસિઝમના 7 પાયાઓ પર ખરા ઉતરે છે ઉછેર અને સાયકોલોજીનો પ્રભાવ પણ આપણે 1980ના દાયકાના ડોનાલ્ડ ટ્રમ્પ અને અત્યારને ટ્રમ્પને કમ્પેર કરીએ તો ત્યારે તે એક સેલ્ફ પ્રોમોટર બિઝનેસમેન હતા જેમને ન્યૂયોર્કની હાઈ સોસાયટીમાં જગ્યા જોઈતી હતી. પણ હાલના ટ્રમ્પ અલગ છે. આજે તેમની પાસે રાજકીય સત્તા છે અને તેમની લડાઈ હવે પોપ્યુલારિટી માટે નહીં પણ બદલા માટે છે એવું એક્સપર્ટ્સનું માનવું છે. વિજય vs સત્ય પણ ત્યારના અને અત્યારના ટ્રમ્પમાં કોમન વાત છે તેમનો અહંકાર, તેમની બોલવાની રીત અને નિયમો તોડવાની વૃત્તિ. પહેલા તેમની અનસ્ટેબિલિટીની અસર ખાલી અમેરિકાને કે ન્યૂયોર્કને પડતી હતી પણ હવે આખી દુનિયાને પડે છે. બાળપણની તોફાની હરકતો આ બધુ આપણને કહી જાય છે કે ટ્રમ્પ વિચિત્ર નથી પણ તે એવા સોશિયલ સ્ટાન્ડર્ડ્ઝને નકારે છે જેને આપણે શિષ્ટ કે પવિત્ર કહીએ છીએ. તેમનો ઉછેર, તેમની સાયકોલોજીકલ એરર અને સત્તાની ભૂખે જ આજના ટ્રમ્પને આવા બનાવ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પમાં અમેરિકા પોતાની એવી છબી જુએ છે જે વિનરની હોય છે. પણ ખરેખરમાં વિજય કરતા સત્ય મોટું હોય છે. અને છેલ્લે… આપણે વાત કરી કે ડોનાલ્ડ ટ્રમ્પને 13 વર્ષની ઉંમરે મિલિટરી સ્કૂલ મોકલવામાં આવ્યા હતા પણ શા માટે મોકલવામાં આવ્યા હતા તેની વાત કરીએ. ટ્રમ્પ પોતાની નિશાળમાં ખૂબ જ તોફાની અને જીદ્દી મિજાજના હતા. છોકરાઓ સામે ગુંડાગર્દી તો છોકરીઓની ચોટલી ખેચતા હતા, મ્યુઝીક ટીચરને તો આંખમાં મુક્કો મારીને આંખ સોજાડી દીધી હતી. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચ- સમીર પરમાર)
    Click here to Read More
    Previous Article
    બોમન ઈરાનીએ ડોનાલ્ડ ટ્રમ્પ પાસેથી ગેસ સિલિન્ડર માંગ્યો:અમેરિકી રાષ્ટ્રપતિના 'ઈરાની કાર્ડ' પર એક્ટનો રમૂજી કટાક્ષ, મુલાકાત માટે ખાસ શરત મૂકી
    Next Article
    લાખો નાગરિકોને મળશે શુદ્ધ પાણીની ભેંટ:મનપા દ્વારા ન્યારા ખાતે 37.49 કરોડના ખર્ચે હાઈટેક 50 MLD વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નિર્માણ, ટેન્ડર જાહેર કરવામાં આવ્યા

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment