Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાખો નાગરિકોને મળશે શુદ્ધ પાણીની ભેંટ:મનપા દ્વારા ન્યારા ખાતે 37.49 કરોડના ખર્ચે હાઈટેક 50 MLD વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નિર્માણ, ટેન્ડર જાહેર કરવામાં આવ્યા

    19 hours ago

    રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના પશ્ચિમ અને ઉત્તર વિસ્તારના રહેવાસીઓ માટે પાણી વિતરણ વ્યવસ્થાને વધુ સુદ્રઢ અને આધુનિક બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. જેમાં શહેરમાં જળ વ્યવસ્થાપનને વેગ આપવા માટે ન્યારા ગામ પાસે 37.49 કરોડના અંદાજિત ખર્ચે 50 MLDની ક્ષમતા ધરાવતો નવો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ (WTP) સ્થાપવાની યોજનાને મંજૂરી આપી દેવામાં આવી છે. આ અંગેના ટેન્ડર પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતાની સાથે જ શહેરના માધાપર, ઘંટેશ્વર અને રેલનગર જેવા વિસ્તારોની અંદાજે 100,000થી વધુ વસતીને શુદ્ધ પાણીની ભેટ મળશે. રૈયાધાર ખાતે પાણી શુદ્ધ થયા બાદ પંપ કરીને ઘંટેશ્વર અને ન્યારા ઓફટેક તરફ લાવવામાં આવે હાલની સ્થિતિમાં રાજકોટના આ વિસ્તારોમાં પાણી પહોંચાડવા માટેની પ્રક્રિયા ઘણી લાંબી અને ખર્ચાળ છે. 'સૌની યોજના' અંતર્ગત મળતું કાચું પાણી સૌપ્રથમ ન્યારા ઓફટેક ખાતે લાવવામાં આવે છે પરંતુ, ત્યાં શુદ્ધિકરણની સુવિધા ન હોવાને કારણે આ પાણીને પાઈપલાઈન દ્વારા રૈયાધાર સ્થિત વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં મોકલવામાં આવે છે. રૈયાધાર ખાતે પાણી શુદ્ધ થયા બાદ, તેને ફરીથી પંપ કરીને ઘંટેશ્વર અને ન્યારા ઓફટેક તરફ લાવવામાં આવે છે, જ્યાંથી સ્થાનિક સ્તરે વિતરણ કરવામાં આવે છે. કોર્પોરેશન દ્વારા ન્યારા ખાતે જ ફિલ્ટરેશન પ્લાન્ટ બનાવવાનું આયોજન કરાયું આ પ્રક્રિયામાં માત્ર સમયનો જ વ્યય નથી થતો પરંતુ, વીજળી અને પરિવહન પાછળ પણ મોટો ખર્ચ થાય છે. વળી, લાંબી પાઈપલાઈન પ્રક્રિયામાં પાણીના જથ્થામાં ઘટાડો થવાની સંભાવના પણ રહેતી હોય છે. આ બધી 'કડાકૂટ' તેમજ ટેકનિકલ સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ન્યારા ખાતે જ ફિલ્ટરેશન પ્લાન્ટ બનાવવાનું આયોજન કરાયું છે. નવો પ્લાન્ટ કાર્યરત થતા જ કાચું પાણી સીધું ન્યારા ખાતે જ ફિલ્ટર થઈ જશે અને ત્યાંથી જ સીધું વિતરણ શરૂ કરી શકાશે. રેલનગર - માધાપર જેવા વિસ્તારો જે ઝડપથી વિકસી રહ્યા આ હાઈટેક ફિલ્ટરેશન પ્લાન્ટ આધુનિક ટેકનોલોજીથી સજ્જ હશે, જે પાણીની શુદ્ધતામાં અનેકગણો વધારો કરશે. 50 MLDની ક્ષમતા આસપાસના વધતા જતા રહેણાંક વિસ્તારોની પાણીની જરૂરિયાતને પહોંચી વળવા માટે પૂરતી માનવામાં આવી રહી છે. ખાસ કરીને રેલનગર - માધાપર જેવા વિસ્તારો જે ઝડપથી વિકસી રહ્યા છે, ત્યાં ઉનાળા દરમિયાન સર્જાતી પાણીની અછત અથવા લો-પ્રેશરની સમસ્યામાં આ પ્રોજેક્ટથી રાહત મળશે. નવા પ્લાન્ટના ફાયદાઓ વીજળીની બચત: પાણીને રૈયાધાર સુધી ધકેલવા અને ત્યાંથી પાછું લાવવા માટે થતા પંપીંગ ખર્ચમાં ધરખમ ઘટાડો થશે. સમયસર વિતરણ: પાણી શુદ્ધિકરણ સ્થાનિક સ્તરે થવાથી વિતરણના સમયપત્રકમાં વધુ ચોકસાઈ આવશે. શ્રેષ્ઠ ગુણવત્તા: આધુનિક ટ્રીટમેન્ટ પ્રોસેસ દ્વારા નાગરિકોને પીવાનું વધુ સુરક્ષિત અને ચોખ્ખું પાણી મળશે. 37.49 કરોડનો આ પ્રોજેક્ટ ઉત્તર-પશ્ચિમ ઝોનના વિકાસમાં સીમાચિહ્નરૂપ સાબિત થશે રાજકોટ મનપા દ્વારા એકતરફ ન્યારા ખાતે 50 MLDના પ્લાન્ટ માટે ટેન્ડર બહાર પડ્યા છે, બીજી તરફ શનિવારે મુખ્યમંત્રીના હસ્તે ન્યારી ડેમ પાસે રૂ. 143 કરોડના ખર્ચે બનનારા સૌરાષ્ટ્રના સૌથી મોટા 150 MLD ના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે. આમ મ્યુ. કોર્પોરેશન તંત્ર દ્વારા આગામી 25 વર્ષની વસતી અને જરૂરિયાતને ધ્યાનમાં રાખીને માળખાગત સુવિધાઓ તૈયાર કરવામાં આવી રહી છે. ન્યારા ઓફટેક પાસેનો રૂ. 37.49 કરોડનો આ પ્રોજેક્ટ રાજકોટના ઉત્તર-પશ્ચિમ ઝોનના વિકાસમાં સીમાચિહ્નરૂપ સાબિત થશે. ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નિર્ધારિત સમયમર્યાદામાં આ પ્લાન્ટનું નિર્માણ કાર્ય પૂર્ણ કરવાની ખાતરી આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    Editor's View: ટ્રમ્પ આટલા વિચિત્ર કેમ છે?:ભત્રીજીએ પરિવારના રહસ્ય ખોલ્યાં, કોઈ માનસિક બીમારી? 7 મુદ્દાથી સમજો જીતવાની જીદનો સાયકોલોજીકલ X-Ray
    Next Article
    રાજકોટ-લાલકુઆં વચ્ચે દોડશે સમર સ્પેશિયલ ટ્રેન:વેકેશનમાં ઉત્તરાખંડ જનારા મુસાફરો માટે પશ્ચિમ રેલવેની મોટી ભેટ, 28 માર્ચથી બુકિંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment