Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોમન ઈરાનીએ ડોનાલ્ડ ટ્રમ્પ પાસેથી ગેસ સિલિન્ડર માંગ્યો:અમેરિકી રાષ્ટ્રપતિના 'ઈરાની કાર્ડ' પર એક્ટનો રમૂજી કટાક્ષ, મુલાકાત માટે ખાસ શરત મૂકી

    23 hours ago

    એક્ટર બોમન ઈરાનીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઈરાનીઓ સાથે વાત કરવાના નિવેદન પર રમૂજી અંદાજમાં પ્રતિક્રિયા આપી છે. તેમણે ટ્રમ્પને ગેસ સિલિન્ડર લાવવા માટે પણ કહ્યું છે. 'ટ્રમ્પ સાથે વાત કરવા હું તૈયાર છું' બોમને બુધવારે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો. જેમાં તેમણે કહ્યું, ‘જેમ કે તમે જાણો છો, આ વાત વાયરલ થઈ રહી છે કે, મિસ્ટર ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાનીઓ સાથે વાત કરવા માંગે છે અને ત્રણ લોકોને બોલાવવામાં આવ્યા છે, સ્મૃતિ ઈરાની, અરુણા ઈરાની અને હું એટલે કે બોમન ઈરાની. હું તૈયાર છું. અમે શાંતિ માટે કંઈ પણ કરી શકીએ છીએ.’ 'ટ્રમ્પને તેમની પસંદનું ભોજન ખવડાવીશું' બોમને આગળ કહ્યું, 'મારી ફક્ત એક શરત છે કે, હું વોશિંગ્ટન નહીં જાઉં. તેમની ટીમ અહીં મુંબઈની દાદર પારસી કોલોની આવે. અમે તેમને તેમની પસંદનું ભોજન ખવડાવીશું, ધાનસાક અને કસ્ટર્ડ ખવડાવીશું અને જો ટ્રમ્પ ગેસ સિલિન્ડર પણ લઈ આવે, તો મને લાગે છે કે બધા માટે જિંદગી ખૂબ જ સરળ થઈ જશે.' પશ્ચિમ એશિયામાં તણાવ યથાવત પશ્ચિમ એશિયામાં સ્થિતિ હજુ પણ તણાવપૂર્ણ છે. ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે, ઈરાન સાથે વાતચીત ચાલી રહી છે અને ટૂંક સમયમાં સમાધાન થઈ શકે છે, પરંતુ પેન્ટાગોન 82મી એરબોર્ન ડિવિઝનના સૈનિકોને મધ્ય પૂર્વ મોકલવાની તૈયારીમાં છે. 22 માર્ચે ઈરાન દ્વારા છોડવામાં આવેલી બેલેસ્ટિક મિસાઈલોથી ઈઝરાયેલના અરાદ અને ડિમોના શહેરોમાં 100થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયાં હતાં. આ હુમલાઓમાં રહેણાંક વિસ્તારોને ભારે નુકસાન થયું હતું. રાહત અને બચાવ દળ આખી રાત ઇજાગ્રસ્તોને મદદ કરવા અને કાટમાળ હટાવવામાં વ્યસ્ત રહ્યા. હોસ્પિટલોમાં ઘણા લોકોની સારવાર કરવામાં આવી હતી, જેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું જણાવાયું હતું.
    Click here to Read More
    Previous Article
    Believe it or not: This snail can sleep for three years straight
    Next Article
    Editor's View: ટ્રમ્પ આટલા વિચિત્ર કેમ છે?:ભત્રીજીએ પરિવારના રહસ્ય ખોલ્યાં, કોઈ માનસિક બીમારી? 7 મુદ્દાથી સમજો જીતવાની જીદનો સાયકોલોજીકલ X-Ray

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment