Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    Editor’s View: ભગવાન ભરોસે ટ્રમ્પ:યુદ્ધ જીતવા ગોળા અને ગાળોનું ડેડલી કોમ્બિનેશન, હોર્મુઝમાં ખેલ પાડવા ચીનની ખતરનાક ચાલ, ભારતના ખતરાનું સટિક એનાલિસિસ

    2 days ago

    દોઢ ટ્રિલિયન ડોલર. યુદ્ધ લડવા માટે ટ્રમ્પ અમેરિકા પાસે આટલી રકમ માગી શકે છે. દોઢ ટ્રિલિયન ડોલરને સાદી રીતે સમજીએ તો આટલી રકમથી 3,300 જેટલી નવી સ્ટેચ્યૂ ઓફ યુનિટી બનાવી શકાય. 20 હજાર વખત મંગળયાન મોકલી શકાય. અને 1,200 નવાં IIT અને 2,700 નવાં IIM કેમ્પસ બનાવી શકાય. અધૂરામાં પૂરું ગઈકાલે ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર એવી પોસ્ટ મૂકી છે જે કોઈ રાષ્ટ્રપતિ પદને શોભે જ નહીં. એટલે કે, ગોળા પછી ગાળો પર આવી ગયા છે. આટલું તો ઠીક હતું પણ હવે તો ભગવાન ભરોસે આવી ગયા છે. રવિવારે તેમણે અલ્લાહને યાદ કરી ઈરાનને નરકની ધમકી આપી, ઈસ્ટરના દિવસે ઈસુને પણ યાદ કર્યા. ટ્રમ્પનો આ આંધળો જુગાર હવે ખરા અર્થમાં બાઈબલના જજમેન્ટ ડે જેવો લાગી રહ્યો છે. ટ્રમ્પ જ્યારે યુદ્ધમાં ફસાયેલા છે ત્યારે પડદા પાછળ ચીન હોર્મુઝની ગલીમાં તેલની ચાવી આંચકવા બેઠું છે. એવામાં ખુદ અમેરિકાના નેતાઓ જ ટ્રમ્પને પાગલ કહી રહ્યા છે અને રાષ્ટ્રપતિ પદથી હટાવી દેવાની ધમકીઓ આપી રહ્યા છે. આ બધી વાતોથી આપણને શું અસર પડી શકે તેની આજે વાત કરીએ. નમસ્કાર... ગઈકાલે રવિવારની સાંજનો સમય હતો, દુનિયા ઈસ્ટરની શાંતિમાં હતું ને સાંજે સાડા પાંચ વાગ્યે ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટ લખી જેણે પેન્ટાગોનથી લઈને તહેરાન સુધીમાં ભૂકંપ લાવી દીધો. ટ્રમ્પે લખ્યું... ટ્રમ્પનું ઈરાનને ભયાકન અલ્ટીમેટમ આ કોરી ધમકી જ ન હતી પણ એક ક્રૂર અલ્ટીમેટમ હતું. 7 એપ્રિલને ટ્રમ્પે જજમેન્ટ ડે જાહેર કર્યો છે. અહીં એક જોવા જેવી વાત એ છે કે ઈરાને હોર્મુઝ ન ખોલ્યું તો ગોળીવાળા ટ્રમ્પ હવે ગાળો પર ઉતરી આવ્યા છે. છેલ્લે તેમણે અલ્લાહની વાત લખી તે એક પ્રકારનો કટાક્ષ હતો કે યુદ્ધ હવે સરહદ પૂરતું નથી હવે આ ધર્મ યુદ્ધ છે. ટ્રમ્પને ખબર છે કે ઈરાનને પાયમાલ કરવું હોય તો તેમના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વીજળીના મથકો પર હુમલો કરવો જોઈએ એટલે ઈરાન ભીંસમાં આવીને યુદ્ધ પૂરું કરી દે. પણ આનાથી હજારો માસૂમ નાગરિકોના મોત થઈ શકે છે જેને યુદ્ધ સાથે કંઈ લેવાદેવા પણ નથી. ઈરાન યુદ્ધ વિશ્વ યુદ્ધનો સંકેત? આપણે સૌ જાણીએ છીએ કે યુદ્ધ ભલે મેદાનમાં લડાય પણ તેની કિંમત જે તે દેશની તિજોરી અને સામાન્ય જનતાને ભોગવવી પડે છે. એક રિપોર્ટ સામે આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે ટ્રમ્પ યુદ્ધ લંબાવવા માટે આવનાર બજેટમાં 1.5 ટ્રિલિયન ડોલરનું ડિફેન્સ બજેટ માગી શકે છે. આ આંકડો કેટલો મોટો છે તે તો આપણે શરૂઆતમાં જ સમજી લીધું પણ તેને વધુ સારી રીતે સમજવા આપણે અમેરિકાની 31.4 ટ્રિલિયન ડોલરની ઈકોનોમીને પણ સમજવી પડશે. અમેરિકાની જીડીપીના પાંચ ટકા જેટલો હિસ્સો જો ખાલી યુદ્ધ માટે જ ખર્ચવો પડે તો એક પ્રકારે આ આવનાર વર્લ્ડ વોરનો સંકેત પણ હોઈ શકે છે. ગાળો અને ગોળાનું ડેડલી કોમ્બિનેશન હવે આપણે સમજીએ કે ટ્રમ્પ 1.5 ટ્રિલિયન ડોલરનું શું કરશે. વાત એવી છે કે પાછલા ડિફેન્સ બજેટને કમ્પેર કરીએ તો આ 44 ટકાનો સીધો વધારો છે. આ રકમ એટલે ભારત જેવા દેશની કૂલ જીડીપીના ત્રીજા ભાગ જેટલી થઈ જાય. આ ડિફેન્સ બજેટથી ટ્રમ્પને અમેરિકાનું ગોલ્ડન ડોમ શિલ્ડ વધારવું છે. જેથી કરીને કોઈ મિસાઈલ તેના પર હુમલો કરે તો તેને હવામાં જ તોડી પાડી શકા. તેના માટે અબજો ડોલર ફાળવવામાં આવશે. 125 બિલિયન ડોલરના નવા હથિયારો ખરીદવામાં આવશે જેની રિસર્ચ અને ડેવલોપમેન્ટનો ખર્ચો અંદાજે 125 બિલિયન ડોલર માનવામાં આવી રહ્યો છે. યુદ્ધની ભારે કિંમત અમેરિકા ને દુનિયાને ચૂકવશે કહેવાય છે કે આ બજેટથી તેઓ અમેરિકાના સૈનિકોના પગારમાં 5-7 ટકાનો વધારો પણ કરી શકે છે. 65 બિલિયન ડોલરની નવી 34 બેટલ શીપ અને સબમરીન પણ લવાશે તેવી ચર્ચાઓ થઈ રહી છે. પણ બજેટ તો છે તેટલું જ છે એટલે જો એક ભાગ વધારાય તો બીજો ભાગ ઘટાડવો પડશે. હેલ્થ કેરના બજેટના રૂપિયા ઘટી શકે છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. નાસાના બજેટમાં પણ 23 ટકાનો ઘટાડો થશે તેવી વાત છે. ડિફેન્સ સિવાયના બીજા બજેટમાં 10 ટકા જેટલો કાપ લાગી શકે છે. એટલે જો બંદર કે રેલ બનાવવમાં 100 રૂપિયા ખર્ચાતા હોય તો હવે 90 રૂપિયા જ ખર્ચાશે, બાકીના 10 રૂપિયા વધેલા ડિફેન્સ બજેટમાં જતા રહેશે. ટ્રમ્પે અમેરિકાના વિકાસનું ગળું દબાવ્યું પણ એક સવાલ થાય કે આ યુદ્ધની કિંમત કોને ચૂકવવી પડશે? એક દમ ક્લિયર વાત છે કે સીધી રીતે અમેરિકાના લોકોને અને આડકતરી રીતે દુનિયાને. મંગળ પર જવાનું નાસાનું સપનું છે તે મંગળવારે ઈરાનમાં લોહી વહાવીને વસૂલ કરાશે. આ છે ટ્રમ્પનું અમેરિકા ફર્સ્ટ મોડલ. હવે દુનિયા ડિફેન્સ માટે કેટલા રૂપિયા ખર્ચે છે તેની વાત કરીએ. દુનિયામાં હથિયારો વધારવાનો નવો ક્રેઝ જો દુનિયાના સૌથી વધુ ડિફેન્સ બજેટવાળા દેશોનું ડિફેન્સ બજેટ ભેગું કરવામાં આવે તો પણ તે અમેરિકાના ડિફેન્સ બજેટ જેટલું નહીં થાય. આ ખતરનાક વિષય છે. આ ઈરાન અને દુનિયા સહિત ભારત માટે પણ ચિંતાનો વિષય છે કારણ કે એક વર્ષમાં ભારત જેટલું ડિફેન્સમાં ખર્ચ કરે છે તેના 9 ગણા જેટલું બજેટ અમેરિકા એક જ વર્ષમાં સ્વાહા કરી દેશે. અને આ એક પ્રકારનું ચેઈન રિએક્શન છે. કારણ કે જો એક દેશ પોતાની રક્ષા માટે વધારે ખર્ચ કરે તો બાકીના દેશો પણ પોતાની રક્ષા માટે વધુ ખર્ચો કરશે. જેના કારણે એન્વાયરમેન્ટ, ગરીબી જેવી વસ્તુ સાઈડમાં રહી જશે અને વિનાશનો ખર્ચ વધતો જશે. વિચાર કરો યુદ્ધમાં અંદાજે રોજ સરેરાશ 2 બિલિયન ડોલર વપરાઈ રહ્યા છે. આટલા રૂપિયાથી તો કેટલાય દેશનો ભૂખમરો મીટાવી શકાય છે. ટ્રમ્પની જીદ અને ઈરાનના ડગ ન દેવાના વલણના કારણે રૂપિયો 100ને પાર પહોંચી શકે તેવા હાલ ઉભા થવા આવ્યા છે. યુદ્ધને યોગ્ય ઠેરવવા બાઈબલનો સહારો આ યુદ્ધ પણ મધ્યયુગીન ક્રુસેડ્સ એટલે કે ધર્મ યુદ્ધની ઝાંખી અપાવી રહ્યું છે. આ બહુ મહત્વની વાત છે જે આપણે બીટવીન ધ લાઈન્સ ચૂકી જઈએ છીએ કે ટ્રમ્પ હવે ઈરાનને પાડી દેવા ધર્મનો સહારો લઈ રહ્યા છે. યુદ્ધને ધર્મ યુદ્ધમાં ખપાવવા ટ્રમ્પની પ્લાનિંગ? પેન્ટાગોન અને અમેરિકાના સૈન્ય અંદરથી સમાચારો આવી રહ્યા છે કે સેનાના મોટા અધિકારીઓ હવે સૈનિકોને બાઈબલના જજમેન્ટ ડેના પાઠ ભણાવી રહ્યા છે. માત્ર આટલું જ નહીં બાઈબલની હોલી વોર અટલે કે પવિત્ર યુદ્ધને ટ્રમ્પ સરકાર ઈરાન સામે જોડવાનો એજેન્ડા ફેલાવી રહી છે. જેમ આપણા પૂરાણોમાં પૃથ્વીનો જળપ્રલય અને જ્વાળામુખીથી નાશની વાત છે તેમ બાઈબલમાં પણ આર્માગેડન એટલે કે વિશ્વના અંતિમ વિનાશની વાત છે. અમેરિકાના સૈનિકોના મગજમાં એવી વાત ઘૂસાવવામાં આવી રહી છે કે આ યુદ્ધ ઈશ્વરની દૈવીય શક્તીનો ભાગ છે. જો સૈનિકો માનવા લાગશે કે તેઓ ધર્મના નામે લડી રહ્યા છે તો યુદ્ધના મેદાનમાં જીનેવા કન્વેન્શન કે હ્યુમન રાઈટ્સની વાતો ગૌણ બની જશે. 7 એપ્રિલના ટ્રમ્પના પાવર પ્લાન્ટ ડેને પણ આવી જ વિચારધારા હેઠળ જોવામાં આવી રહ્યો છે. ચીનનો હોર્મુઝ ગેમપ્લાન હવે વાત ચીનની પણ કરી લઈએ. આ આખા ખેલમાં પડદા પાછળ સૌથી મોટો ખેલ જો કોઈ ખેલી રહ્યું છે તો તે ચીન છે. NDTVનો એક રિપોર્ટ છે જેમાં માર્સેલસ ઈન્ટ એડવાઈઝર્સના સૌરભ મુખર્જી કહે છે કે ચીન યુદ્ધમાં માત્ર મધ્યસ્થી નથી કરી રહ્યું પણ હોર્મુઝમાં ટેરેફિક કૂનો પણ પ્લાન કરી રહ્યું છે. એક બાજુ અમેરિકા અબજો ડોલર અને સૈનિકોના જીવ વેડફી રહ્યું છે તો બીજી બાજુ ચીન તહેરાન સાથે મળીને હોર્મુઝ પર પોતાની શક્તિ વધારવા મથામણ કરી રહ્યું છે. આપણે સૌ જાણીએ જ છીએ કે હમણા થોડા દિવસ પહેલા જ ટ્રમ્પે એવું કહ્યું હતું કે હોર્મુઝ ખોલાવવાની જવાબદારી અમારી નથી, જેને તેલ જોતું હોય તે હોર્મુઝ ખોલાવી દે. હોર્મુઝ ખોલવા ચીનનું લશ્કરી ગતકડું! જો ચીન અને ઈરાન સાથે મળીને હોર્મુઝમાં કોઈ મોટી કામગીરી ચાલુ કરે તો વિશ્વના 20-22 ટકા તેલ સપ્લાયની ચાવી બેઈજિંગ પાસે આવી શકે તેમ છે. આ અમેરિકાને ફસાવવા માટે નથી પણ આવનાર સદીઓ સુધી ગ્લોબલ બિઝનેસ સપ્લાયમાં પાવર વધારવાની ચાલ છે. ભારતે તેલ-ગેસ ખરીદવા માટે હોર્મુઝ સિવાયના દેશો પાસેથી તૈયારીઓ કરી લીધી છે પણ આપણી ઘણી સપ્લાય હોર્મુઝથી આવે જ છે. જો ચીનનું અહીં ડોમિનન્સ વધે તો ભારત માટે આ એક નેગેટિવ વાત છે. સૌરભ મુખર્જીનું માનીએ તો ભારત અત્યારે સાગર મંથનમાંથી પસાર થઈ રહ્યું છે. આ ઈકોનોમિક મંથનમાં જો ભારત એનર્જીની ડિપેન્ડેન્સી નહીં ઘટાડે તો યુદ્ધ ભારતને દાયકાઓ પાછળ ધકેલી શકે તેમ છે. ભારત માટે એક બાજુ ટ્રમ્પની હઠ છે અને બીજી બાજુ ચીનની ચાલ છે. ટ્રમ્પ પાગલ અને દુષ્ટઃ માર્જરી ટેલર ગ્રીન પણ જ્યારે ટ્રમ્પની આક્રમકતા આસમાને છે ત્યારે અમેરિકાની અંદર જ મોટી તરાડ સામે આવી છે. જે માર્જરી ટેલર ગ્રીન એક સમયે ટ્રમ્પના સૌથી મોટા સમર્થક હતા તેમણે જ ટ્રમ્પને પાગલ અને દુષ્ટ કહી દીધા છે. ગ્રીનનું કહેવું છે કે ટ્રમ્પ માગા એટલે કે મેક અમેરિકા ગ્રેટ અગેઈનના રસ્તે નથી પણ અમેરિકાના વિનાશના રસ્તે છે. ટ્રમ્પના ડિફેન્સ સચિવ પીટ હેગસેથે પેન્ટાગોનમાં હિંસા માટે જે આશીર્વાદ માગ્યા છે તેનાથી ખ્રિસ્તી ધર્મગુરુઓ પણ નારાજ છે. પોપ લીઓએ ચોખ્ખું કીધું છે કે ભગવાન યુદ્ધખોરોની પ્રાર્થના નથી સાંભળતા. ટ્રમ્પના યુદ્ધ મામલે અમેરિકામાં રાજકીય ભૂકંપ! આ ડબલ રોલ કહી જાય છે કે અમેરિકામાં પણ યુદ્ધ મામલે બે ફાટા પડી ગયા છે. એક પક્ષનું કહેવું છે કે યુદ્ધ જ હવે કલ્યાણ જ્યારે બીજો પક્ષ આને અમેરિકાના પતન તરીકે જોઈ રહ્યો છે. સેનેટર ક્રિસ મર્ફી અને ચક શૂમરે આના જ કારણે ટ્રમ્પને ઉન્નત દરજ્જાના પાગલ કહી દીધા છે. આ પોલિટિકલ નિવેદન નથી પણ એક માહોલ એવો ઉભો કરવામાં આવી રહ્યો છે જેથી ટ્રમ્પને પાગલ ગણાવી દેવામાં આવે અને સત્તા પરથી હટાવી શકાય. ટ્રમ્પને પાગલ કરાર કરવાની હિલચાલ તેજ? જ્યારે કોઈ દેશના વડાના હાથમાં પરમાણુ બટન હોય અને તેમની માનસિક હાલત ઠીક ન હોય તેવી વાતો ચાલી રહી હોય ત્યારે માત્ર તે દેશ માટે જ નહીં પણ પૂરી દુનિયા માટે ખતરો બની જાય છે. એવામાં હવે ચર્ચા એ વાતને લઈને ઉભી થઈ રહી છે કે શું ટ્રમ્પને હટાવી શકાય કે રોકી શકાય? પણ શું ટ્રમ્પને હટાવી શકાય? હાં... અમેરિકાના બંધારણ મુજબ બે રીતે ટ્રમ્પને હટાવી શકાય છે. એક તો મહાભિયોગ લાવીને જેમાં બંને ગૃહમાં બહુમતિ સાથે ટ્રમ્પને હટાવી શકાય. બીજી રીત છે ટ્રમ્પને પાગલ તરીકે ખપાવીને. તેનું નામ છે ટ્વેન્ટી ફિફ્થ એમેન્ડમેન્ટ. શું ટ્રમ્પ પર ત્રીજીવાર મહાભિયોગ લવાશે? આ એટલા માટે ચર્ચામાં છે કારણ કે સેનેટર ક્રિસ મર્ફીએ ઈસ્ટરની રજાઓના દિવસે પણ અમેરિકાના દિગ્ગજ વકીલોને ફોન કરીને આ વિશે પૂછપરછ કરી છે. આ સુધારો ત્યારે લાગુ થાય જ્યારે રાષ્ટ્રપતિ શારીરિક કે માનસિક રીતે રાષ્ટ્રપતિ પદની સત્તા સંભાળવા માટે યોગ્ય ન હોય. અમેરિકાના ઈતિહાસમાં અત્યાર સુધી 3 રાષ્ટ્રપતિઓ સામે મહાભિયોગ લાવવામાં આવ્યો છે, પણ એકેયને હટાવી શકાયા નથી. ટ્રમ્પ પોતે 2 વાર મહાભિયોગનો સામનો કરી ચૂક્યા છે. પરંતુ, આ વખતે જે ટ્વેન્ટી ફિફ્થ એમેન્ડમેન્ટનીની વાત છે તે વધુ ગંભીર છે. કારણ કે મહાભિયોગ ગુના પર આધારિત હોય છે, જ્યારે 25મો સુધારો માનસિક અક્ષમતા પર. માર્જરી ટેલર ગ્રીન જેવા જૂના સાથીઓ જ્યારે ટ્રમ્પને પાગલ કહેવા લાગે, ત્યારે ઉપરાષ્ટ્રપતિ અને કેબિનેટ માટે આ સુધારો લાવવો એ કાનૂની રીતે વધુ સરળ બની જાય છે, જોકે રાજકીય રીતે તે હજુ પણ અગ્નિપરીક્ષા સમાન છે. કારણ કે ટ્રમ્પ પાસે બહુમતિ છે. ઈરાની તેલના કૂવા સળગાવવા અમેરિકન ધમકી ટ્રમ્પનું ઈરાન માટેનું 48 કલાકનું અલ્ટીમેટમને આવતીકાલે મંગળવારે પૂરું થાય છે. ઈરાન ડગ આપવા તૈયાર નથી અને આપણે શરૂઆતમાં પાવર પ્લાન્ટ અને બ્રિજ ડેની વાત કરી જ છે. જો હુમલા થાય પણ તો તે સામાન્ય નહીં હોય. આનાથી ઈરાન અને દુનિયા બંનેમાં ભૂકંપ આવી શકે તેમ છે. જો ઈરાનની પાવર ગ્રીડ ઠપ્પ થાય તો ઈરાન દિવસના અજવાળામાં પણ અંધારામાં આવી જશે. હોસ્પિટલથી લઈને વોટર સપ્લાય સહિતની બધુ વસ્તુઓ પર મોટી અસર થશે. ઉપરથી બ્રિજ તૂટે તો ટ્રાન્સપોર્ટેશન ઠપ્પ થઈ શકે તેમ છે. જો તેલના કૂવા સળગાવવાની ધમકી આપી તે પણ સાચી સાબિત થાય તો બાઈબલના આર્માગેડન જેવું થઈ જાય અને ઈરાનને કોઈ બચાવી નહીં શકે. અને છેલ્લે... ટ્રમ્પે ઈરાનને ગાળ આપીને અલ્ટીમેટમ આપ્યું કે હોર્મુઝનો સમુદ્રી રસ્તો ખોલી દે. નહીંતર પાવર પ્લાન્ટ અને પુલ પર હુમલો કરવામાં આવશે અને ઈરાનને નરક બનાવી દેવામાં આવશે. આ વાત પર ઈરાનની એમ્બસીએ ટ્રમ્પને ટોણો માર્યો છે કે હોર્મુઝ સ્ટ્રેટની ચાવી અમારી પાસે નથી, ખોવાઈ ગઈ છે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. સોમવારે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચ-સમીર પરમાર)
    Click here to Read More
    Previous Article
    ઈઝરાયલનો તેહરાનમાં ત્રણ એરપોર્ટ પર હુમલો:બુશેહરમાં નેવી બેઝને ઉડાવ્યું, ઈરાનના સૌથી મોટા ગેસ ફિલ્ડ પર પણ એટેક
    Next Article
    રાજકોટમાં મનપા ચૂંટણી પૂર્વે ગરમાવો:મતદાર યાદીમાં ગેરરીતિના આક્ષેપ સાથે કોંગ્રેસ નેતાઓ દ્વારા કલેક્ટરને રજૂઆત, ભાજપના ઈશારે ગેરરીતિનો લગાવ્યો આરોપ

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment