Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈઝરાયલનો તેહરાનમાં ત્રણ એરપોર્ટ પર હુમલો:બુશેહરમાં નેવી બેઝને ઉડાવ્યું, ઈરાનના સૌથી મોટા ગેસ ફિલ્ડ પર પણ એટેક

    2 days ago

    ઈઝરાયલે સોમવારે ઈરાનમાં અનેક મહત્વના સૈન્ય મથકો પર હુમલા કર્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેહરાન પાસે આવેલા ત્રણ એરપોર્ટ પર બોમ્બમારો કરવામાં આવ્યો હતો. ઈઝરાયલનું કહેવું છે કે આ હુમલાઓમાં અનેક એરક્રાફ્ટ, હેલિકોપ્ટર અને અન્ય સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા છે. આ દરમિયાન બુશેહરમાં ઈરાનના મોટા નેવી બેઝ પર પણ જોરદાર વિસ્ફોટ થયો હતો. અહીં નેવલ બેઝની સાથે એરફોર્સ બેઝ, એર ડિફેન્સ સિસ્ટમ, મિસાઈલ અને ડ્રોનના અંડરગ્રાઉન્ડ સ્ટોરેજ આવેલા હતા. આ ઉપરાંત, ઈઝરાયલે ઈરાનની સૌથી મોટા ગેસ ફિલ્ડ, સાઉથ પાર્સ પર પણ ફરીથી હુમલો કર્યો છે. આ વિશ્વનો સૌથી મોટો ગેસ ફિલ્ડ છે અને ઈરાન માટે અત્યંત મહત્વનું છે. આ હુમલાથી ઈરાનના ઉર્જા પુરવઠા અને અર્થવ્યવસ્થા પર માઠી અસર પડી શકે છે. તેહરાનની આસપાસના એરપોર્ટ પર થયેલા હુમલાનો વીડિયો... ઈઝરાયલે સોમવારે ઈરાનની સાઉથ પાર્સ ગેસ ફિલ્ડ પર ફરીથી મિસાઈલ હુમલો કર્યો છે. આ વિશ્વની સૌથી મોટું ગેસ ફિલ્ડ છે, જે ઈરાન અને કતાર વચ્ચે ફેલાયેલું છે. આ અગાઉ ઈઝરાયલે 18 માર્ચે પણ આ ગેસ ફિલ્ડ પર હુમલો કર્યો હતો. ત્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું હતું કે તેમને આ હુમલા અંગે કોઈ જાણકારી નહોતી. તે સમયે ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે આ પ્રકારના વધુ હુમલા થવા જોઈએ નહીં. બીજી તરફ, આજે જોર્ડનમાં અમેરિકી સૈન્ય મથક પાસે પણ ધડાકાના અવાજ સાંભળવા મળ્યા હતા. રિપોર્ટ્સ અનુસાર, આ હુમલો અમેરિકી મથકોને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો. હોર્મુઝ સ્ટ્રેટને લઈને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી પર ઝિમ્બાબ્વે સ્થિત ઈરાની દૂતાવાસે કટાક્ષભર્યા અંદાજમાં જવાબ આપ્યો છે. દૂતાવાસે કહ્યું કે ‘હોર્મુઝ સ્ટ્રેટની ચાવી ખોવાઈ ગઈ છે.’ ટ્રમ્પે ઈરાનને અલ્ટીમેટમ આપ્યું છે કે તે આ દરિયાઈ માર્ગને તાત્કાલિક ખોલી દે, અન્યથા તેણે ગંભીર સૈન્ય કાર્યવાહીનો સામનો કરવો પડશે. તેના પાવર પ્લાન્ટ્સ અને પુલો પર હુમલો કરવામાં આવશે અને ઈરાનને નર્ક બનાવી દેવામાં આવશે. ઈરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચે બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    US Israel Iran War: Trump की Strait of Hormuz खुलवाने की धमकी, Iran का Memes से जवाब | Social List
    Next Article
    Editor’s View: ભગવાન ભરોસે ટ્રમ્પ:યુદ્ધ જીતવા ગોળા અને ગાળોનું ડેડલી કોમ્બિનેશન, હોર્મુઝમાં ખેલ પાડવા ચીનની ખતરનાક ચાલ, ભારતના ખતરાનું સટિક એનાલિસિસ

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment