Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં મનપા ચૂંટણી પૂર્વે ગરમાવો:મતદાર યાદીમાં ગેરરીતિના આક્ષેપ સાથે કોંગ્રેસ નેતાઓ દ્વારા કલેક્ટરને રજૂઆત, ભાજપના ઈશારે ગેરરીતિનો લગાવ્યો આરોપ

    2 days ago

    રાજકોટ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે શહેરના રાજકીય વાતાવરણમાં આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર તેજ બન્યો છે. આજે કોંગ્રેસના નેતા વશરામ સાગઠીયા અને મકબુલ દાઉદાણી દ્વારા જિલ્લા કલેક્ટરને મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી હતી. તેમણે આક્ષેપ કર્યો છે કે ભાજપના ઈશારે મતદાર યાદીમાં મોટાપાયે ગેરરીતિ આચરવામાં આવી છે અને જે લોકો સંબંધિત વિસ્તારમાં વસવાટ પણ નથી કરતા, તેમના નામ યાદીમાં ઘુસાડી દેવામાં આવ્યા છે. મકબુલ દાઉદાણીએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, તેમના મત વિસ્તારમાં જે જ્ઞાતિના લોકો છેલ્લા 20 વર્ષથી રહેતા જ નથી, તેવા આશરે 400 જેટલા લોકોના નામ છેલ્લી ઘડીએ મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યા છે. અત્યાર સુધીની એકપણ યાદીમાં આ નામો નહોતા, તો અચાનક આખરી યાદીમાં આ નામો ક્યાંથી આવ્યા? આ વિસ્તારમાં લઘુમતી સમાજની બહુમતી છે, ત્યારે અન્ય સમાજના મતદારોના નામ ઉમેરવા પાછળ કોઈ મોટું ષડયંત્ર હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. કોંગ્રેસ નેતાઓનો આરોપ છે કે ચૂંટણી દરમિયાન ભયનું વાતાવરણ ફેલાવવા અને પરિણામોને પ્રભાવિત કરવા માટે સત્તાધારી પક્ષ દ્વારા આ પ્રકારની અયોગ્ય પ્રક્રિયા કરવામાં આવી છે. તેમણે કલેક્ટર પાસે માંગ કરી છે કે આ મામલે તટસ્થ અને સ્થળ તપાસ કરવામાં આવે, જેથી ખબર પડે કે આ લોકો ખરેખર ત્યાં રહે છે કે નહીં. ચૂંટણી પૂર્વે મતદાર યાદીમાં ગેરરીતિનાં કોંગ્રેસના આવા આરોપો હાલ શહેરમાં ચર્ચાનો વિષય બન્યા છે. ત્યારે કલેક્ટર તંત્રની તપાસમાં શુ હકીકત સામે આવે છે તે તો આવનારો સમય જ બતાવશે. રાજકોટમાં ચૂંટણી પ્રચારનાં બોર્ડ હટાવવા મુદ્દે 'આપ'ના ઉમેદવાર અને મનપા કર્મચારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી રાજકોટમાં આચારસંહિતાના અમલીકરણ દરમિયાન આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 4 ના ઉમેદવાર રાહુલ ભુવા અને મનપાના વિજિલન્સ વિભાગના કર્મચારીઓ વચ્ચે તીખી તકરાર થતાં મામલો ગરમાયો હતો. શહેરના દબાણ હટાવ શાખાના કર્મચારીઓ જ્યારે આમ આદમી પાર્ટીના ચૂંટણી પ્રચારના બોર્ડ હટાવવાની કામગીરી કરી રહ્યા હતા, ત્યારે રાહુલ ભુવા સહિતના કાર્યકરોએ વિજિલન્સ ટીમ પર આક્રોશ વ્યક્ત કરી કામગીરીમાં અવરોધ ઊભો કર્યો હતો. આ દરમિયાન ઉમેદવારે મનપાના કર્મચારીને ધમકાવતા 'તમે ઓળખો છો હું કોણ છું?' તેવા શબ્દો સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થતાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. આ ઘટના અંગે મનપાના અધિકારી કેપ્ટન બારીયાએ દિવ્યભાસ્કર સાથેની ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, આ વીડિયો આચારસંહિતા જાહેર થઈ ત્યારનો છે. નિયમ મુજબની કાર્યવાહી કરવામાં આવી રહી હતી. ત્યારે આ ઘટના બની હતી. જેને લઈ સરકારી કામગીરીમાં રૂકાવટ અને ધમકી આપવાના આ બનાવ સંદર્ભે બી ડિવિઝન પોલીસ મથકમાં લેખિત અરજી પણ દાખલ કરવામાં આવી છે. હાલ પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પરવાનેદાર હથિયાર ધારકોને હથિયાર જમા કરાવવા સૂચના સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી-2026 અન્વયે રાજકોટ જિલ્લામાં તા.26 એપ્રિલના રોજ યોજાનાર મતદાન શાંતિપૂર્ણ રીતે યોજાય અને સમગ્ર જીલ્‍લામાં કાયદો અને વ્‍યવસ્‍થા જળવાઇ રહે તે હેતુથી રાજકોટ જિલ્‍લા મેજીસ્ટ્રેટ ડો.ઓમ પ્રકાશે હુકમો જારી કર્યા છે. હથિયાર જમા લીધાની જાણ પોલીસ સ્‍ટેશનોએ જીલ્‍લા મેજીસ્‍ટ્રેટની કચેરીને જાણ કરવાની રહેશે. ચૂંટણી પ્રક્રિયા પુરી થયે પરવાનેદારોએ તેમના હથિયારો તા.30 એપ્રિલ પછી પરત મેળવી લેવાના રહેશે. આ હુકમ સમય દરમિયાન રાજકોટ જીલ્‍લાની મુલાકાતે આવનારા લોકોને પણ આ હુકમ લાગુ પડશે. જીલ્‍લાના તમામ હથિયાર ખરીદ વેચાણ કરતાં પરવાનેદારોએ ચૂંટણી સમય દરમિયાન હથિયાર ખરીદ વેચાણ કરનારને હથિયારોની સોંપણી નહિ કરવા પણ કલેકટર દ્વારા જણાવાયુ છે. આ હુકમના ભંગ બદલ શિક્ષાત્‍મક કાર્યવાહી કરવામાં આવશે. મોબાઇલ દ્વારા બલ્ક SMS વડે અફવા ફેલાવવા પર પ્રતિબંધ સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી અંતર્ગત રાજકોટ જિલ્લામાં મતદાન અન્વયે રાજકિય પક્ષો, ઉમેદવારો તેમજ ઉમેદવારોના ચૂંટણી એજન્ટો દ્વારા સંભવતઃ કરાનારા વાંધાજનક એસ.એમ.એસ. દ્વારા વાતાવરણ ડહોળવાનો પ્રયાસ ન થાય તેમજ ચૂંટણી શાંતિ પૂર્ણ અને નિષ્પક્ષ રીતે પૂર્ણ થાય તે માટે પ્રતિબંધો ફરમાવવામાં આવ્યા છે. જેમાં મોબાઇલ સર્વિસ આપતી કંપનીઓ જેવી કે વોડાફોન - આઇડીયા (વી.આઈ),બી.એસ.એન.એલ.,રીલાયન્સ (જીઓ), એરટેલ જેવી કંપનીઓ રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કાયદાનો ભંગ થાય તેવા તેમજ ચૂંટણીની આદર્શ આચાર સંહિતાનો ભંગ થાય તેવા તથા રાજયચુંટણી પંચ દ્વારા બહાર પડવામાં આવેલા આદેશો/સૂચનાઓનો ભંગ થાય તેવા કે મુકત અને ન્યાયિક ચુંટણી પ્રક્રિયાને દુષિત કરે તેવા ગ્રૃપ/બલ્ક એસ.એમ.એસ. પ્રસારીત કરવા તથા રાજકિય પ્રકારના તેવા ગ્રૃપ/બલ્કએસ.એમ.એસ. પ્રસારીત કરવા પર મતદાન પૂર્ણ થવાના 48 કલાક પહેલાથી એટલે કે તા.24 થી 26 એપ્રિલ સુધી રાજકોટ જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા સંપૂર્ણપણે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. મકાન, દિવાલો કે જાહેરમાર્ગ ઉપર ચૂંટણી સંદર્ભે સુત્રો, ચિત્રો પ્રદર્શિત કરવા પૂર્વ મંજૂરી જરૂરી સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી સંદર્ભે ચૂંટણીપંચે જાહેર કરેલ આચાર સંહિતાનો અમલ કરાવવા અને લોકોની તેમજ જાહેર માલ મિલ્‍કતને થતી હાનિ, બગાડ અટકાવવા માટે રાજકોટ જિલ્‍લા મેજીસ્ટ્રેટ દ્વારા નિયમો જારી કરવામાં આવ્યા છે. જેમાં કોઇ પણ વ્‍યકિત, સંસ્‍થા, ચુંટણીના ઉમેદવારો અને તેઓના કાર્યકરોને જાહેર અને ખાનગી માલીકોની લેખિત અને પૂર્વ પરવાનગી લીધા વિના જાહેર અથવા ખાનગી મિલ્‍કત ઉપર ચુંટણીલક્ષી પ્રચારપત્રો નહીં લગાવી શકાય. આ ઉપરાંત સુત્રો લખીને, નિશાનો ચીતરીને દિવાલો ન બગાડવા, તેમજ રાજકીય પક્ષ અથવા ઉમેદવારો પોતાના કાર્યકરનો ધ્‍વજદંડ ઉભા કરવા, બેનરો લટકાવવા, નોટીસો ચોટાડવા, સુત્રો લખવા અથવા અન્‍ય કોઇપણ રીતે જાહેર અથવા ખાનગી મિલ્‍કત બગડે તેવી રીતે ચૂંટણી પ્રચાર કરવા વગેરે માટે માલીકની લેખિત અને પુર્વ પરવાનગી લેવી જરૂરી રહેશે. જાહેર મકાન એ શબ્‍દ પ્રયોગમાં મિલ્‍કત જેવી કે ધોરી માર્ગ, શેરી ગલી, ચારરસ્‍તા, ચાર રસ્‍તા પર માર્ગ દિશા બતાવાતા સાઇન બોર્ડ, ધોરી માર્ગ ઉપરના માઇલ સ્‍ટોન, રેલ્‍વે ફાટક ઉપર ચેતવણી રૂપ નોટીસ બોર્ડ, રેલ્‍વે પ્‍લેટફોર્મ, બસ, વાહન, ટર્મીનલમાં નામના બોર્ડ અથવા જાહેર જનતાની સગવડ માટે પ્રદર્શિત કરેલ કોઇ અન્‍ય નોટીસ સાઇન બોર્ડનો સમાવેશ થાય છે. આ હુકમ તા.28 એપ્રિલ સુધી રાજકોટ જિલ્‍લાના સમગ્ર ગ્રામ્‍ય વિસ્‍તારને લાગુ પડશે. આ હુકમનો ભંગ કે ઉલ્‍લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે. સભા-સરઘસબંધીનો હૂકમ બહાર પાડવામાં આવ્યો સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી અન્વયે રાજકોટ જિલ્‍લા મેજીસ્ટ્રેટ દ્વારા તા.30 એપ્રિલ સુધી ચાર કરતા વધારે માણસોના ભેગા થવા પર, કોઇ સભા બોલાવવા કે સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. સરકારી અથવા અર્ધસરકારી નોકરી પર કે અન્ય સરકારી ફરજ પર હોય તેમને તથા સ્મશાનયાત્રા અને વરઘોડાને આ પ્રતિબંધાત્મક હુકમ લાગુ પડશે નહિ. આ હુકમ તા.30 એપ્રિલ સુધી રાજકોટ જિલ્‍લાના સમગ્ર ગ્રામ્‍ય વિસ્‍તારને લાગુ પડશે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે. ચૂંટણી પ્રચારમાં વપરાતા વાહનોની નોંધણી કરાવવાની રહેશે રાજકોટ જિલ્લામાં ચૂંટણીમાં પ્રચાર માટે વપરાતા કોઇ પણ પ્રકારના વાહનોની સંબંધિત સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી વિભાગના મદદનીશ ચૂંટણી અધિકારી પાસે ફરજિયાતપણે નોંધણી કરાવવા રાજકોટ જિલ્‍લા મેજીસ્ટ્રેટ દ્વારા ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ મંજૂરી વાહનના વિન્ડસ્ક્રીન પર સ્પષ્‍ટપણે દેખાઇ આવે એ રીતે લગાડવાની રહેશે. ઉપયોગમાં લેવામાં આવેલા વાહનનો ખર્ચ ઉમેદવારના ચૂંટણી ખર્ચમાં ગણવામાં આવશે. આ જાહેરનામાના ભંગ બદલ શિક્ષાત્‍મક કાર્યવાહી કરવામાં આવશે. આ જાહેરનામુ તા.28 એપ્રિલ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામુ રાજકોટ જિલ્‍લાના સમગ્ર ગ્રામ્‍ય વિસ્‍તારને લાગુ પડશે. ચૂંટણી વિષયક સાહિત્યના મુદ્રણ માટે જાહેરનામું રાજકોટ જિલ્લામાં તા.26 એપ્રિલના રોજ મતદાન યોજાનાર છે. આ ચૂંટણીને અનુસંધાને ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી સાહિત્યના મુદ્રણ માટે અમલમાં મૂકવામાં આવેલ આદર્શ આચાર સંહિતા અન્વયે જિલ્લા મેજીસ્ટ્રેટે કરેલા આદેશો મુજબ કોઇપણ પ્રિન્ટિંગ પ્રેસમાં છાપકામ માટે આવતી પત્રિકા, પોસ્ટર વિગેરેમાં પ્રિન્ટિંગ પ્રેસનું પૂરૂ નામ અને સરનામુ, મોબાઇલ નંબર અચૂક છાપવાના રહેશે. આવું સાહિત્ય છપાવવા માટે આવનાર વ્યક્તિએ અન્ય બે વ્યક્તિની ઓળખ આપીને છાપકામ કરાવવાનું રહેશે. આવા છાપકામની તેમજ એકરારપત્રની બે-બે નકલો મેજીસ્ટ્રેટ અને સબંધિત ચૂંટણી અધિકારીને મોકલવાની રહેશે. તા.30 એપ્રિલ સુધી અમલમાં રહેનારા આ હુકમના ભંગ બદલ શિક્ષાત્‍મક કાર્યવાહી કરવામાં આવશે. ઉમેદવારી પત્ર ભરતી વખતે ચારથી વધુ સમર્થકોને લઇ જવા પર પાબંદી રાજકોટ જિલ્લામાં તા.26 એપ્રિલના રોજ મતદાન યોજાનાર છે. ચુંટણીપંચે જાહેર કરેલ કાર્યક્રમ મુજબ ઉમેદવારી પત્રો રજુ કરવાના સમયે દરેક રાજકીય પક્ષોએ ઉમેદવારી પત્ર ભરતી વખતે ચારથી વધુ સમર્થકોને ન લઇ જવા, તેમજ ઉમેદવારી પત્ર રજુ કરતી વખતે મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીની આજુબાજુના 100 મીટરના વિસ્‍તારમાં ત્રણથી વધુ વાહનો ન લઇ જવા જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા હુકમો કરવામાં આવ્યા છે. તા.15 એપ્રિલ સુધી અમલમાં રહેનારા આ હુકમના ભંગ બદલ શિક્ષાત્‍મક કાર્યવાહી કરવામાં આવશે. આ હુકમ સમગ્ર રાજકોટ જિલ્‍લાના ગ્રામ્‍ય વિસ્‍તારમાં લાગુ પડશે.
    Click here to Read More
    Previous Article
    Editor’s View: ભગવાન ભરોસે ટ્રમ્પ:યુદ્ધ જીતવા ગોળા અને ગાળોનું ડેડલી કોમ્બિનેશન, હોર્મુઝમાં ખેલ પાડવા ચીનની ખતરનાક ચાલ, ભારતના ખતરાનું સટિક એનાલિસિસ
    Next Article
    મોરબીમાં ભાજપ સ્થાપના દિવસે ટિકિટવાંછુકોની પાંખી હાજરી:ટિકિટ માંગનારા 1007 આગેવાનોમાંથી મોટાભાગના કાર્યક્રમમાં ગેરહાજર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment