Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    EDની રેડ બાદ મમતાની ઇમરજન્સી મિટિંગમાં શું થયું?:I-PAC સ્ટાફ માટે 'સીક્રેટ ગાઇડલાઇન્સ' લાગુ, શું દરોડાથી BJPને નુકસાન થશે?

    1 day ago

    પશ્ચિમ બંગાળમાં મમતા સરકાર માટે ચૂંટણી વ્યૂહરચના બનાવી રહેલી I-PACએ નવા નિયમો લાગુ કરી દીધા છે. ભાસ્કરને I-PACના કર્મચારીઓ પાસેથી મળેલી જાણકારી મુજબ સ્ટાફ માટે 'રેડ ગાઇડલાઇન્સ' લાગુ કરી છે. આ ફેરફાર 8 જાન્યુઆરીએ કંપનીની ઓફિસમાં થયેલી EDની રેડ બાદ કર્યો. દરોડાના બીજા દિવસે CM મમતા બેનર્જી અને I-PAC વચ્ચે એક ઇમરજન્સી મિટિંગ થઈ અને સમગ્ર સ્ટાફ માટે સીક્રેટ એડવાઇઝરી જાહેર કરવામાં આવી. રૂટિન કામકાજમાં પણ સતર્કતા રાખવા માટે કહેવામાં આવ્યું છે. જોકે, I-PACનું કહેવું છે કે ચૂંટણીની તૈયારીઓ પર દરોડાની કોઈ અસર પડી નથી. EDના દરોડા દરમિયાન CM મમતા બેનર્જી I-PACની ઓફિસે પહોંચ્યા હતા, જ્યાંથી ફાઈલો લઈને નીકળતી વખતે તેમની ED અધિકારીઓ સાથે દલીલ પણ થઈ હતી. મમતાએ ગૃહમંત્રી અમિત શાહ પર TMCના ડોક્યુમેન્ટ્સ ઉપડાવવાનો આરોપ લગાવ્યો હતો. રેડના દિવસે I-PACની ઓફિસમાં બીજું શું થયું? ત્યારબાદ I-PAC અને TMCની વ્યૂહરચનામાં શું બદલાયું? તે જાણવા માટે ભાસ્કરે I-PACમાં કામ કરતા લોકો સાથે વાતચીત કરી. 'બધાના ફોન જમા કરાવી દીધા, એક હોલમાં બેસાડી દીધા' I-PAC ઓફિસમાં રેડ વખતે સ્ટાફ પણ હાજર હતો. એક સ્ટાફે દરોડાના દિવસની સ્થિતિ જણાવતા કહ્યું, 'EDની ટીમે ઓફિસમાં પ્રવેશતા જ આખા સ્ટાફને એક જગ્યાએ ભેગો કરી દીધો. અમને કહેવામાં આવ્યું કે આ કાયદેસરની તપાસ છે, બધાએ સહયોગ આપવો પડશે. એવું લાગતું હતું જાણે કોઈ ફિલ્મ ચાલી રહી હોય. અમારા બધાના મોબાઈલ જમા કરાવી લેવામાં આવ્યા જેથી કોઈ બહાર ખબર ન આપી શકે. ઓફિસના તમામ દરવાજા અંદરથી બંધ કરી દીધા. EDની ટીમે અમને એક મોટા હોલમાં બેસાડ્યા હતા, જ્યારે તેઓ તપાસ માટે અલગ-અલગ કેબિનમાં જતા રહ્યા.' ટીમ શું તપાસ કરી રહી હતી? એક સ્ટાફે જણાવ્યું, તેઓ લેપટોપ, હાર્ડ ડિસ્ક અને ઈ-મેઈલ તપાસવામાં લાગ્યા હતા. અધિકારીઓનું ફોકસ એ કબાટ અને કોમ્પ્યુટર્સ પર હતું, જેમાં TMCના ફંડ્સ, વેન્ડર્સના પેમેન્ટ અને કેન્ડિડેટ સિલેક્શન સાથે જોડાયેલી ફાઈલો રાખવામાં આવી હતી. અંદાજે 5 થી 6 કલાક સુધી ઓફિસનો ખૂણેખૂણો તપાસવામાં આવ્યો. મમતા જે લીલા રંગની ફાઈલ લઈને નીકળ્યા, તેમાં શું હતું? રેડ શરૂ થયાના અંદાજે 5 કલાક બાદ CM મમતા બેનર્જી I-PACના ચેરમેન પ્રતીક જૈનના ઘરે પહોંચ્યા. અહીંથી તેઓ લીલા રંગની ફાઈલ લઈને નીકળ્યા. મમતાએ આરોપ લગાવ્યો કે EDએ I-PAC ચેરમેનના ઘરે દરોડા પાડીને TMCનો ઇન્ટરનલ ડેટા જપ્ત કરવાનો પ્રયાસ કર્યો. ફાઈલ લઈને તેમણે કહ્યું કે આમાં TMC સાથે જોડાયેલી હાર્ડડિસ્ક, સ્ટ્રેટેજી અને પોલિસીસની જાણકારી છે. મમતાએ ગૃહમંત્રી અમિત શાહ પર સવાલ ઉઠાવ્યા અને રેડને ડરાવવા-ધમકાવવાની કાર્યવાહી ગણાવી. અધિકારીઓ અને મમતા વચ્ચે શું વાતચીત થઈ ? પ્રતીક જૈનના ઘરેથી મમતા સીધા I-PACની ઓફિસ પહોંચ્યાં હતાં. તેમની સાથે DGP, પોલીસ ફોર્સ અને Z-સિક્યોરિટીના જવાનો પણ હતા. તે સમયે ઓફિસમાં હાજર એક સોર્સે જણાવ્યું- 'CMના પહોંચ્યા બાદ ઓફિસનું વાતાવરણ વધુ બગડી ગયું. તેઓ સીધા એ રૂમમાં પહોંચી ગયા જ્યાં EDના અધિકારીઓ ડોક્યુમેન્ટ્સ તપાસી રહ્યા હતા. CM ખૂબ ગુસ્સામાં હતા. તેમણે અધિકારીઓને રેડનું કારણ પૂછ્યું, આ દરમિયાન બોલાચાલી પણ થઈ. જોકે આ બધાની દરોડા પર ખાસ અસર ન થઈ.' 'CM મમતા સાથે આવેલા અધિકારીઓ રેડની વચ્ચેથી ઘણી ફાઈલો બહાર લઈને જતા રહ્યા. EDની ટીમે તેમને રોકવાનો પ્રયાસ પણ કર્યો. બીજી તરફ ઓફિસની બહાર કાર્યકરો અને સમર્થકોની ભીડ વધવા લાગી. આ બધું જોઈને સ્ટાફમાં હાજર ઘણા લોકોની ગભરામણ વધી ગઈ હતી.' આ ફાઈલોમાં શું હતું? તે અંગે સોર્સે જણાવ્યું, 'આમાં I-PAC દ્વારા ગ્રાઉન્ડ પર કરવામાં આવી રહેલા સરવેથી લઈને અનેક પ્રકારનો ડેટા હોય છે. ચૂંટણીમાં ઓછો સમય બાકી છે તેથી દરેક વિધાનસભા બેઠક માટે અમે એક અલગ સ્ટ્રેટેજી બનાવી રહ્યા છીએ. આ ફાઈલોમાં તેનાથી જોડાયેલો ડેટા અને રિસર્ચ રહે છે.' જોકે, EDનો આરોપ છે કે મમતાએ સરકારી કામમાં અવરોધ ઊભો કર્યો અને ડોક્યુમેન્ટ્સ ચોરવાની કોશિશ કરી. બીજી તરફ, CM મમતાએ તેને ખોટું ગણાવ્યું. રેડ બાદ કોલકાતા પોલીસે ED અધિકારીઓ વિરુદ્ધ FIR નોંધી, જેના પછી EDએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો. કોર્ટે પોલીસ તપાસ પર રોક લગાવી દીધી. આને કેન્દ્રીય એજન્સીઓ પર રાજ્યની દખલગીરીનો કેસ ગણાવતા મમતા સરકાર પાસે જવાબ માંગ્યો છે. રેડ બાદ કેવું હતું ઓફિસનું વાતાવરણ? અંદાજે 6 કલાક પછી રેડ પૂરી થઈ. EDની ટીમ ત્યાંથી મોટા થેલા લઈને નીકળી. ત્યાં સુધીમાં I-PACની અંદરનો નજારો બદલાઈ ચૂક્યો હતો. સોર્સે જણાવ્યું, 'ટીમ પોતાની સાથે અનેક લેપટોપ અને હાર્ડ ડિસ્કનો ક્લોન ડેટા લઈને ગઈ છે. ત્યારબાદ તરત જ I-PAC મેનેજમેન્ટ અને TMCના નેતાઓ વચ્ચે એક ઇમરજન્સી મિટિંગ થઈ. તેમાં નક્કી થયું કે હવે આ રેડને જ BJP વિરુદ્ધ હથિયાર બનાવવામાં આવશે.' I-PACએ સ્ટાફને કડક સૂચના આપી કે તેઓ કોઈ અજાણી વ્યક્તિ સાથે વાત ન કરે. આ દરમિયાન ન તો કોઈ ડોક્યુમેન્ટ નાશ કરવામાં આવશે અને ન તો ઓફિસની બહાર લઈ જવામાં આવશે, જેથી આગળ કોઈ પણ કાયદાકીય અડચણથી બચી શકાય. I-PACના સ્ટાફ માટે નવી 'રેડ ગાઇડલાઇન્સ' દરોડાના બીજા જ દિવસે I-PAC મેનેજમેન્ટે સ્ટાફ માટે એક સીક્રેટ એડવાઇઝરી જાહેર કરી. જેમાં ત્રણ બાબતોનું ધ્યાન રાખવા માટે કહેવામાં આવ્યું છે: રેડ બાદ I-PACની વ્યૂહરચના શું? રેડ બાદ I-PAC એ પોતાની સ્ટ્રેટેજી વધુ આક્રમક બનાવી દીધી છે. સંસ્થામાં અમારા સોર્સે જણાવ્યું કે કયા વિસ્તારમાં રેડનો મુદ્દો ફાયદાકારક રહેશે અને ક્યાં નુકસાન થઈ શકે છે, તે પાસાઓને ધ્યાનમાં રાખીને આગળની વ્યૂહરચના બનાવવામાં આવી રહી છે. રેડ બાદ I-PAC તૃણમૂલ માટે 3 લેવલ પ્લાન પર કામ કરી રહ્યું છે… EDના દરોડા મમતાની ચૂંટણી મશીનરી પર એટેક I-PAC પર દરોડાની ચૂંટણી પર અસર સમજવા માટે અમે પશ્ચિમ બંગાળના રાજકારણને નજીકથી જોનારા સિનિયર જર્નાલિસ્ટ પ્રભાકર મણિ તિવારી સાથે વાત કરી. તેઓ કહે છે, 'તૃણમૂલ કોંગ્રેસ આ રેડને BJP વિરુદ્ધ એક મોટા હથિયાર તરીકે ઉપયોગ કરશે. મમતા આને બંગાળના અપમાન, બંગાળીઓની અસ્મિતા અને પરપ્રાંતિય મજૂરોના મુદ્દાઓ સાથે જોડશે.' 2019ની લોકસભા ચૂંટણી પછીથી જ TMCની ચૂંટણી મશીનરી I-PAC સંભાળી રહી છે. સત્તાવાર રીતે I-PAC પ્રશાસન નથી ચલાવતું પરંતુ ચૂંટણી સંબંધિત દરેક નાનું-મોટું કામ જુએ છે. પ્રભાકર એટલા માટે જ રેડને મમતાની પોલિટિકલ મશીનરીને નબળી કરવાનો પ્રયાસ માને છે. તેઓ આગળ કહે છે, 'જો તમે એ મૂળ પર પ્રહાર કરશો જે તમારી આખી વ્યૂહરચના સંભાળી રહ્યું છે, તો તેની થોડી અસર થવાની અપેક્ષા રહે જ છે. BJP ને પણ કદાચ એ જ આશા છે કે આનાથી કંઈક ફરક પડશે. જોકે વાસ્તવમાં કેટલી અને શું અસર થશે, તે કહેવું અત્યારે ઉતાવળ ગણાશે.' દરોડા દરમિયાન મમતા બેનર્જી જે 'ગ્રીન ફાઈલ' લઈને બહાર નીકળ્યા હતા, પ્રભાકર મણિ તેને 'મેસેજિંગ' માને છે. . 5 વર્ષ જૂના કેસમાં દરોડા, મની ટ્રેલ શોધી રહી હતી ED દરોડાના તાર 5 વર્ષ જૂના અનૂપ માંઝી ઉર્ફે લાલા કેસ સાથે જોડાયેલા છે. માંઝી પર બંગાળમાં કોલસાની તસ્કરીનો માસ્ટરમાઈન્ડ હોવાનો આરોપ છે. EDની ફાઈલોમાં એ પણ નોંધાયેલું છે કે માંઝી વિરુદ્ધ 2000 થી 2015 વચ્ચે ગેરકાયદે કોલસા ખનન અને ચોરી સાથે જોડાયેલા 16 કેસ નોંધાયા હતા. આમાંથી ઘણા કેસોમાં ચાર્જશીટ પણ દાખલ થઈ ચૂકી છે. EDનો દાવો છે કે કોલસાની તસ્કરીથી થયેલી કરોડોની ગેરકાયદે કમાણી હવાલા દ્વારા I-PAC સુધી પહોંચાડવામાં આવી. 2022ની ગોવા વિધાનસભા ચૂંટણી દરમિયાન TMCનો પ્રચાર આ જ પૈસાથી કરવામાં આવ્યો હતો. EDમાં અમારા સોર્સનો દાવો છે કે માંઝીના નજીકના લોકોએ I-PACને ફંડિંગ આપ્યું, જેના એજન્સી પાસે પાક્કા પુરાવા છે. રેડનો હેતુ ફાઈલો અને ડિજિટલ રેકોર્ડ્સથી એ જ મની ટ્રેલને પકડવાનો હતો. જૂના કેસ ઓપન કરવાની ટાઇમિંગ મહત્વની પ્રતીક જૈનની TMCમાં જવાબદારી સંભાળવાની અને EDની કાર્યવાહીની ટાઇમિંગને પ્રભાકર મણિ મહત્વની ગણાવે છે. તેઓ કહે છે, 'પ્રતીક જૈન પાર્ટીની IT સેલ અને સોશિયલ મીડિયા સંભાળતા હતા. જે કેસનો હવાલો આપવામાં આવી રહ્યો છે, તે અંદાજે 5 વર્ષ જૂનો છે. તેમાં છેલ્લી પૂછપરછ પણ 2 વર્ષ પહેલા થઈ હતી. 2 વર્ષ સુધી કંઈ ન થયું અને હવે અચાનક ચૂંટણી પહેલા દરોડા એક સંદેશ તો આપે જ છે. તેઓ કહે છે કે એવો રેકોર્ડ રહ્યો છે કે ચૂંટણી પહેલા બિન-BJP શાસિત રાજ્યોમાં આવી રેડ વધી જાય છે, જેને જનતા પણ પોલિટિકલ ટાઇમિંગ તરીકે જુએ છે. પશ્ચિમ બંગાળમાં I-PAC કેવી રીતે કામ કરી રહ્યું છે? અત્યારે I-PAC નું સંપૂર્ણ ધ્યાન પશ્ચિમ બંગાળમાં 2026ની વિધાનસભા ચૂંટણી પર છે. I-PAC સીધા રાજકારણમાં સામેલ થયા વિના એક મલ્ટીલેવલ સ્ટ્રેટેજી મેનેજમેન્ટ ટીમ તરીકે કામ કરી રહ્યું છે. તેનો મુખ્ય હેતુ ડેટા આધારિત વ્યૂહરચના તૈયાર કરી પાર્ટી નેતૃત્વને મદદ કરવાનો છે. બૂથ લેવલ પર માઇક્રો મેનેજમેન્ટ: I-PAC દરેક વિધાનસભા ક્ષેત્ર અને દરેક બૂથ સ્તર પર આંકડાઓનું વિશ્લેષણ કરી રહ્યું છે. તેમાં જોવામાં આવી રહ્યું છે કે કયા બૂથ પર TMCનો વોટ પર્સન્ટ ઘટ્યો છે, ક્યાં જનતામાં અસંતોષ છે અને નારાજગી વધી રહી છે. સરવે અને ફીડબેક લેવા: ગ્રાઉન્ડ ટીમ દ્વારા સતત રિપોર્ટ બનાવવામાં આવી રહ્યો છે. જેમાં સામાન્ય લોકોની સમસ્યાઓ, સરકારી યોજનાઓ પર લોકોનો અભિપ્રાય અને સ્થાનિક નેતાઓની સ્વીકૃતિ જોવામાં આવે છે. સરકારી યોજનાઓ પર ફીડબેક: I-PAC મમતા બેનર્જીની મહત્વકાંક્ષી યોજનાઓની અસર પર પણ સરવે કરી રહી છે. જેમાં લક્ષ્મી ભંડાર, કન્યાશ્રી, સ્વાસ્થ્ય સાથી જેવી યોજનાઓ પર ફીડબેક લેવામાં આવી રહ્યો છે કે આ યોજનાઓ યોગ્ય રીતે લોકો સુધી પહોંચી રહી છે કે નહીં. એ પણ જોઈ રહ્યા છે કે તેને લઈને ક્યાં અસંતોષ છે. નેતાઓની છબી અને નિવેદનબાજીની વ્યૂહરચના: કયો નેતા ક્યાં શું બોલશે, કયા મુદ્દા પર આક્રમક વલણ અપનાવવું કે સંયમ રાખવો, આ તમામ બાબતોમાં I-PAC બેક એન્ડથી ઇનપુટ આપી રહ્યું છે. I-PAC જ પશ્ચિમ બંગાળમાં TMCના IT સેલનું કામ પણ સંભાળે છે. કેન્ડિડેટ સિલેક્શનમાં મહત્વની ભૂમિકા: I-PAC કેન્ડિડેટની ફાઈનલ લિસ્ટ નક્કી નથી કરતું પરંતુ તે પાર્ટી નેતૃત્વને ફીડબેક રિપોર્ટ આપે છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવે છે કે કયા કેન્ડિડેટની જીતની શક્યતા વધારે છે, ક્યાં સખત વિરોધ છે અને ક્યાં નવા ચહેરાઓની જરૂર છે. ત્યારબાદ ઉમેદવારો પર અંતિમ નિર્ણય પાર્ટીનું ટોચનું નેતૃત્વ કરે છે.
    Click here to Read More
    Previous Article
    ‘હત્યા થઈ એ દિવસે મારી પત્ની સાત મહિનાની પ્રેગ્નન્ટ હતી’:સાબરમતી જેલના કેદીની કબૂલાત; જેલ SP કહે, ‘અમારા મહેમાન ન બનો એ જ તમારા માટે સારું છે’
    Next Article
    'મોદીજી, મને પાકિસ્તાનથી ભારત બોલાવી લો':રાજકોટમાં લગ્ન બાદ કરાચીમાં ફસાઈ, રડતાં-રડતાં કહ્યું, મને બાળકોથી અલગ ન કરો, પતિએ ભાસ્કરને જણાવી આપવીતી

    Related Video Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment