Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'મોદીજી, મને પાકિસ્તાનથી ભારત બોલાવી લો':રાજકોટમાં લગ્ન બાદ કરાચીમાં ફસાઈ, રડતાં-રડતાં કહ્યું, મને બાળકોથી અલગ ન કરો, પતિએ ભાસ્કરને જણાવી આપવીતી

    1 day ago

    'મોદીજી, હું મારાં બાળકો વગર નથી રહી શકતી. મને પાકિસ્તાનથી ભારત બોલાવી દો. છેલ્લાં 3 વર્ષથી હું મારાં બાળકોની મળી નથી શકી. મારે કરાચીથી ભારત પરત ફરવું છે.' માતૃત્વની વેદના અને વિરહનાં આંસુ સાથે રેહાનાએ પાકિસ્તાનથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આજીજી કરી રહી છે કે ભારત આવવામાં તેની મદદ કરો. રાજકોટમાં પરણેલી રેહાના હાલ કરાચીના સોલ્જર બજાર વિસ્તારમાં રહે છે. પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધુ કડવા બનેલા સંબંધોના કારણે રાજકોટનો એક પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે. રાજકોટના પરવેઝ શેખની પત્ની રેહાના છેલ્લાં ત્રણ વર્ષથી કરાચીમાં ફસાયેલી છે, જ્યારે તેનાં બે માસૂમ બાળકો અને પતિ ભારતમાં ઘણા લાંબા સમયથી તેની રાહ જોઈ રહ્યા છે. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કરાચીમાં ફસાયેલી મહિલા રેહાનાના પતિ પરવેઝ શેખે આખો ઘટનાક્રમ જણાવ્યો હતો. રાજકોટમાં રહેતા અને ACના કામધંધા સાથે જોડાયેલા પરવેઝ શેખના લગ્ન આજથી 10 વર્ષ પહેલાં એટલે કે 2015માં રેહાના સાથે થયા હતા, જે મૂળ પાકિસ્તાનના કરાચીની રહેવાસી હતી. તેનો પરિવાર પાકિસ્તાનથી રાજકોટ આવ્યો અને રાજકોટમાં જ નિકાહ થયા. એ બાદ રેહાના ભારત સરકારના નિયમોનું પાલન કરી વિઝા સહિતની પ્રોસિજર પૂર્ણ કરી તેના પતિ સાથે ભારતમાં રહેવા લાગી હતી. 2022માં તેના વિઝા પૂર્ણ થતાં ભારત સરકાર દ્વારા તેને પાછા પાકિસ્તાન જઈ વિઝાની પ્રોસેસ પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી હતી, આથી રેહાના અહેમદ 2022ના ડિસેમ્બર મહિનાના અંતમાં પાકિસ્તાન ગઈ. એ સમયે તેની સાથે તેના પતિ અને બે નાનાં બાળકો પણ પાકિસ્તાન ગયાં હતાં. વિઝા ન મળતાં રેહાના પાકિસ્તાનમાં જ ફસાઈ ગઈ પાકિસ્તાન પહોંચ્યા બાદ રેહાનાએ વિઝા માટેની પ્રક્રિયા ફરી શરૂ કરાવી હતી. જે-તે સમયે તેનાં પતિ અને બાળકો પણ પાકિસ્તાનના કરાચીમાં લગભગ અઢી મહિના સુધી રોકાયાં હતાં, જોકે રેહાનાને વિઝા મળવામાં કોઈક મુશ્કેલી આવી હતી. બીજી તરફ ભારતીય નાગરિક એવા રેહાનાના પતિ અને બે બાળકોના વિઝા પણ પૂરા થવા આવ્યા હતા, એટલે પતિ પરવેઝ શેખ તેનાં બંને બાળકો સાથે ભારત પાછા આવી ગયાં હતાં, પણ કમનસીબે બે નાનાં ભૂલકાંની માતા રેહાનાના વિઝા રિન્યૂ ન થવાને કારણે પાકિસ્તાનમાં જ ફસાઈ રહી ગઈ હતી. સરકારી કચેરીઓના ધક્કા અને નિરાશા આ ઘટના બાદ ભારતીય મુસ્લિમ યુવક પરવેઝ શેખે રાજકોટ કલેક્ટર ઓફિસમાં રજૂઆત કરી હતી. રાજકોટની કલેક્ટર ઓફિસમાંથી એવો જવાબ મળ્યો કે "અમારાથી કંઈ નહીં થાય, તમે પાકિસ્તાન એમ્બેસી જાઓ." આથી પરવેઝ શેખે દિલ્હી સ્થિત પાકિસ્તાન એમ્બેસી ખાતે સમગ્ર મામલે અપીલ કરી હતી અને કરાચીમાં ફસાયેલી પત્નીને પાછી લાવવા માટે વિઝા રિન્યૂના જરૂરી ડોક્યુમેન્ટ આપી આજીજીઓ કરી હતી. ભારત અને પાકિસ્તાન સરકારને આજીજી કરી ભારત સરકાર દ્વારા શરૂ કરેલા ‘ઓપરેશન સિંદૂર’ને લઈ એ સમયમાં બંને દેશની બોર્ડરો બંધ કરી દેવામાં આવી હતી, એેવું કારણ જણાવતાં દિલ્હી સ્થિત એમ્બેસીમાંથી પણ તેને નિરાશા જ હાથ લાગી હતી. હાલ પાકિસ્તાનમાં રહેતી રેહાનાએ સોશિયલ મીડિયાના માધ્યમથી ભારત સરકારને તેના પતિ અને બાળકો પાસે આવવા માટે અપીલ કરવામાં આવી છે, સાથે જ પતિ પરવેઝ શેખ અને તેનાં બાળકોએ પણ ભારત સરકાર અને પાકિસ્તાન સરકારને પણ રેહાનાને વિઝા મળે એ માટે આજીજી કરી છે. પરવેઝ શેખની આપવીતી અને પરિવારની સ્થિતિ પરવેઝ શેખ પોતાની આપવીતી જણાવતાં કહે છે, મારા લગ્ન મારી માસીની દીકરી સાથે જ થયા હતા. એ ભારત આવ્યા હતા અને મારા લગ્ન ભારતમાં જ થયા. હું તો જન્મે ભારતીય જ છું. પછી એક-એક, બે-બે વર્ષના વિઝા વધતા ગયા અને મારે બે બાળકોનો જન્મ થયો. ‘3 વર્ષ થઇ ગયાં, પણ હજુ વિઝા નથી મળ્યા’ પરવેઝે જણાવ્યું, હું મારાં બાળકોને લઈને ભારત આવ્યો. મને એમ હતું કે થોડા દિવસમાં ફરી વિઝા મળી જશે, પણ એ વાતને આજે ત્રણ વર્ષ વીતી ગયાં છતાં વિઝા મળ્યા નથી. હું દિલ્હીમાં આવેલી એમ્બેસીમાં ગયો તો ત્યાંથી પણ સરખો જવાબ મળ્યો નહીં. ઇસ્લામાબાદમાંથી મારી પત્નીને જવાબ મળ્યો કે અમારે તો વિઝા આપવાના જ છે, પણ તમે ભારત સરકારને કહો. ત્યાંથી એવો જવાબ મળે છે કે ભારતમાંથી 'ઓકે' થાય એટલે અમે પ્રોસેસ કરી આપીએ. હું પાકિસ્તાનમાં અઢી મહિના રોકાયો હતો. મારા અને બાળકોના વિઝા એક-એક મહિના વધતા હતા. પરવેઝ વધુમાં જણાવે છે કે જ્યારે 2022માં હું ભારત આવ્યો ત્યારે મારો દીકરો દોઢ વર્ષનો હતો અને દીકરી પાંચ વર્ષની હતી. આજે ત્રણ વર્ષ થઈ ગયાં, મારો દીકરો ચાર વર્ષનો થયો છે પણ હજુ તેની માતાને મળ્યો નથી. હાલ બંને સંતાનોને મારી બહેન સાચવી રહી છે. ‘સરકાર અમારી મદદ કરે એવી વિનંતી છે.’ ‘અમે બહેનના ઘરે રહેવા આવી ગયા છીએ, કારણ કે કોણ ધ્યાન રાખે? હું નોકરીએ જતો રહું ત્યારે મારાં બાળકો અભ્યાસ કરી રહ્યાં છે; દીકરી ત્રીજા ધોરણમાં અને દીકરો પહેલા ધોરણમાં આવશે. બધું જ મારી બહેન કરી રહી છે. મારી માતા પથારીવશ છે, તેમની સેવા પણ મારી બહેન કરે છે. અમારો પરિવાર વિખેરાઈ ગયો છે. સરકાર અમારી મદદ કરે એવી વિનંતી છે.’ ન્યાય માટે કોર્ટનાં દ્વાર ખટખટાવવાની તૈયારી તેમણે કહ્યું હતું કે ત્રણ વખત મેં એમ્બેસીમાં પેપરો મોકલ્યા, પણ કોઈ જવાબ આપતું નથી. દિલ્હી પણ રૂબરૂ જઈ આવ્યો અને રાજકોટમાં કમિશનર કચેરીએ પણ અનેક વખત ગયો. ઇસ્લામાબાદવાળા મોકલવા તૈયાર છે, પણ તેઓ કહે છે કે ભારત સરકાર અમને ડોક્યુમેન્ટ મોકલે એટલે અમે આગળ વધીએ. મારી ભારત સરકારને એટલી અપીલ છે કે જે કંઈ ડોક્યુમેન્ટ જોઈએ એ હું આપવા તૈયાર છું, પણ મારી પત્ની સાથે મિલન કરાવી આપો. મારી પાસે બધા જ પુરાવા છે, લગ્નના ફોટા, લગ્ન સર્ટિફિકેટ, મારા અને દીકરાના આધાર કાર્ડ. ગમે તેમ કરીને તેને ભારત મોકલી આપે. 'બોર્ડર બંધ છે, પણ ક્યારે ખૂલશે એ કોને ખબર? ‘ઓપરેશન સિંદૂર’થી બધું કડક થઈ ગયું છે પણ એમાં અમારા પરિવારનો શો વાંક? મારાં બાળકોનો શો વાંક? તેઓ તેની માતાની આતુરતાથી રોજ રાહ જુએ છે. રસ્તા ખૂલે તો હું ફરી કરાચી જવા પણ તૈયાર છું. હવે હું વકીલ અને કોર્ટનો સહારો લેવાની તૈયારીમાં છું. ગમે તેમ કરીને મારી પત્ની અને બાળકોની માતાને ભારત લાવવા મારી તમામ તૈયારી છે. આ મુદ્દે મારે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ સુધી જવું પડશે તો પણ હું જઈશ.'
    Click here to Read More
    Previous Article
    EDની રેડ બાદ મમતાની ઇમરજન્સી મિટિંગમાં શું થયું?:I-PAC સ્ટાફ માટે 'સીક્રેટ ગાઇડલાઇન્સ' લાગુ, શું દરોડાથી BJPને નુકસાન થશે?
    Next Article
    प्रधानमंत्री नरेन्‍द्र मोदी ने केरल में विभिन्न विकास परियोजनाओं का लोकार्पण किया

    Related Video Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment