Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાયબર છેતરપિંડી કેસમાં EDએ ફરિયાદ દાખલ કરી:અમદાવાદ ઝોનલ ઓફિસના ED એ "ડિજિટલ એરેસ્ટ" સાથે સંકળાયેલા કેસમાં અમદાવાદની સ્પેશિયલ PMLA કોર્ટ સમક્ષ ફરિયાદ નોંધાવી

    17 hours ago

    અમદાવાદ અને મુંબઈમાં નકલી સીબીઆઈ અને પોલીસ અધિકારી બનીને સિનિયર સિટીઝન્સને 'ડિજિટલ અરેસ્ટ'ની ધમકી આપી કરોડો રૂપિયા પડાવનારા આંતરરાજ્ય સાયબર માફિયાઓ સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મની લોન્ડરિંગનો ગાળિયો કસ્યો છે. અમદાવાદ અને મુંબઈ સાયબર ક્રાઈમ પોલીસ મથકે નોંધાયેલી FIRના આધારે તપાસ શરૂ કરનાર ઇડીએ આ રેકેટના તાર દુબઈ, ક્રિપ્ટોકરન્સી, આંગડિયા નેટવર્ક અને બોગસ વીમા પોલિસીઓ સુધી જોડાયેલા હોવાનો ખુલાસો કર્યો છે. ઇડી દ્વારા હાલ સુરતમાં આરોપીઓની ફ્લેટ અને ફિક્સ્ડ ડિપોઝિટ સહિત ₹38 લાખથી વધુની મિલકતો ટાંચમાં લઈ આગળની કાનૂની કાર્યવાહી તેજ કરવામાં આવી છે. ધરપકડની ધમકી આપી ટ્રસ્ટ અને ટ્રેડર્સના નામે પૈસા ટ્રાન્સફર કરાવ્યા તપાસ એજન્સીના જણાવ્યા મુજબ, ભેજાબાજોએ બે અલગ-અલગ વૃદ્ધોને સીબીઆઈ તથા ઉચ્ચ પોલીસ અધિકારીઓના નામે ફોન કરીને ખોટા કેસમાં જેલભેગા કરવાની ભયાનક ધમકી આપી હતી. વૃદ્ધોને ડરાવી-ધમકાવીને એક પીડિત પાસેથી ₹1.15 કરોડ અને બીજા પીડિત પાસેથી ₹1.80 કરોડ મળી કુલ ₹2.95 કરોડ પડાવી લીધા હતા. આ તોતિંગ રકમ સાયબર ગઠિયાઓએ 'મેસર્સ ક્વોલિટી ફ્રૂટ ટ્રેડર્સ' અને 'મેસર્સ શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ' ના નામે ખોલાવેલા મ્યુલ બેંક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી લીધી હતી. 50થી વધુ મ્યુલ એકાઉન્ટ્સ અને દુબઈ સુધી રોકડ ઉપાડનું નેટવર્ક EDની સઘન તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે, છેતરપિંડીની આ રકમ જમા થયાના ગણતરીની મિનિટોમાં ૫૦થી વધુ મ્યુલ ખાતાઓમાં ટુકડે-ટુકડે ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી. ત્યારબાદ ભારત અને દુબઈના વિવિધ સ્થળોએથી નાની-નાની રકમમાં રોકડ રકમ ઉપાડી લેવામાં આવી હતી. દેશના સેન્ટ્રલ સાયબર સેલના 'I4C' પોર્ટલ પર ચકાસણી કરતાં બહાર આવ્યું હતું કે આ તમામ બોગસ બેંક એકાઉન્ટ્સ દેશભરમાં નોંધાયેલી 396 જેટલી પેન્ડિંગ સાયબર ક્રાઈમ ફરિયાદો સાથે સીધા જોડાયેલા છે, જે દર્શાવે છે કે આ એક દેશવ્યાપી સંગઠિત સાયબર સિન્ડિકેટ છે. બ્લેક મની વ્હાઈટ કરવા ક્રેડિટ કાર્ડ, આંગડિયા અને ક્રિપ્ટોનો ખેલ સાયબર ફંડના લોન્ડરિંગ માટે આરોપીઓએ અત્યંત જટિલ મોડસ ઓપરેન્ડી અપનાવી હતી. રોકડ ઉપાડ બાદ આ પૈસા આંગડિયા ચેનલો અને ક્રિપ્ટોકરન્સીમાં કન્વર્ટ કરી દેવાતા હતા. જેથી, તપાસ એજન્સીઓ મની ટ્રેલ ટ્રેસ ન કરી શકે. આ ઉપરાંત બ્લેક મનીને વ્હાઈટ કરવા માટે ત્રીજી વ્યક્તિના નામના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને ₹30 લાખની રકમ વિવિધ થર્ડ-પાર્ટી ઈન્સ્યોરન્સ પોલિસીઓના પ્રીમિયમ પેટે ચૂકવી દેવામાં આવી હતી, જેથી ગેરકાયદે પૈસા કાયદેસર બેંકિંગ વ્યવસ્થામાં ભળી જાય. સુરતમાં ફ્લેટ અને FD સહિત 38 લાખની મિલકતો સીઝ ઇડીએ આ મની લોન્ડરિંગ કેસમાં કડક એક્શન લેતાં સુરતમાં આવેલા ₹30 લાખની કિંમતના એક આલીશાન ફ્લેટ તેમજ ₹8 લાખની કિંમતની 3 ફિક્સ્ડ ડિપોઝિટ (FD) મળી કુલ ₹38 લાખની સ્થાવર-જંગમ સંપત્તિ જપ્ત કરી લીધી છે. સાયબર ક્રાઈમ, મ્યુલ બેંકિંગ, ક્રેડિટ કાર્ડ ફ્રોડ અને હવાલા દ્વારા આચરેલા આ આંતરરાષ્ટ્રીય કૌભાંડમાં સંડોવાયેલા અન્ય સૂત્રધારો અને સહયોગીઓની ધરપકડ કરવા માટે ઇડી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    કન્ટેમ્પ ઓફ કોર્ટ કેસમાં 9 પોલીસકર્મીઓને નોટિસ:પોલીસ કર્મચારીઓ સામે કસ્ટોડિયલ ટોર્ચર અને આરોપીઓના જાહેરમાં સરઘસનો આક્ષેપ
    Next Article
    સાબરમતી જેલમાં કાચા કામના કેદીનો આપઘાત:બાથરૂમમાં કપડું બારીના સળિયા સાથે બાંધી ગળેફાંસો ખાધો, AIથી ફોટો બનાવી યુવતીને હેરાનની ફરિયાદમાં ધરપકડ કરાઈ હતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment