Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કન્ટેમ્પ ઓફ કોર્ટ કેસમાં 9 પોલીસકર્મીઓને નોટિસ:પોલીસ કર્મચારીઓ સામે કસ્ટોડિયલ ટોર્ચર અને આરોપીઓના જાહેરમાં સરઘસનો આક્ષેપ

    16 hours ago

    ધંધુકામાં ફરિયાદ નોંધાવવા ગયેલા ચાર ખેડૂતોને કસ્ટડીમાં ઢોર માર મારી, હાથ બાંધી જાહેરમાં પરેડ કરાવી અપમાનિત કરવાના ચકચારી કેસમાં ગુજરાત હાઈકોર્ટે કડક વલણ અખત્યાર કર્યું છે. અદાલતે અમદાવાદ રેન્જના ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (IG), જિલ્લા પોલીસ અધિક્ષક (SP) તેમજ ધંધુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ PI બી.ટી. ગોહિલ અને 4 મહિલા કોન્સ્ટેબલ સહિત 9 પોલીસ કર્મચારીઓ સામે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી માંગતી અરજી પર નોટિસ જારી કરી છે. ફરિયાદ નોંધાવવા ગયા અને પોલીસે કસ્ટડીમાં લઈ જાહેર પરેડ કરાવી ધંધુકાના ચાર સ્થાનિક ખેડૂતો હુસેન મલવાત, મોહમ્મદહુસેન મોદાન, દાદિક મોદાન અને ઈમરાન મારુએ હાઈકોર્ટમાં દાદ માંગી હતી. અરજદારોના જણાવ્યા મુજબ તેઓ ખેતરમાં ગેરકાયદે ઘૂસણખોરી કરી પાકને નુકસાન પહોંચાડનારા ઢોર માલિકો વિરુદ્ધ ફરિયાદ કરવા પોલીસ સ્ટેશને ગયા હતા. રસ્તામાં સામા પક્ષ સાથે બોલાચાલી થઈ હતી અને પોલીસે બંને પક્ષ તરફથી ક્રોસ ફરિયાદ લેવાનો આગ્રહ રાખ્યો હતો. ખેડૂતોનો ગંભીર આક્ષેપ છે કે, PI બી.ટી. ગોહિલના આદેશથી તેમની ગેરકાયદે અટકાયત કરવામાં આવી હતી, લોકઅપમાં નિર્દયતાથી માર મરાયો હતો અને ત્યારબાદ હાથ દોરડાથી બાંધીને શેરીઓમાં જાહેર પરેડ કરાવી અપમાનિત કરવામાં આવ્યા હતા. આ પરેડ દરમિયાન 4 મહિલા પોલીસ કર્મચારીઓ સહિતના સ્ટાફે તેમને માર માર્યો હોવાનું પણ અરજીમાં જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે, PI ગોહિલ સામે અગાઉ 2016માં પણ રાજકોટ ખાતે આરોપીને કસ્ટડીમાં ત્રાસ આપી જાહેર પરેડ કરાવવાના કેસમાં હાઈકોર્ટે ચાર્જ ફ્રેમ કરેલા છે. DGPનો પરિપત્ર અને સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન અરજદારોના વકીલે કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે, હાઈકોર્ટે 2019માં સ્પષ્ટ નિર્દેશો આપ્યા હતા અને રાજ્યના DGP દ્વારા પણ પરિપત્ર બહાર પાડીને આરોપીઓની જાહેર પરેડ કરાવવા તથા સાર્વજનિક અપમાન કરવા પર સખત પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ કાર્યવાહી સુપ્રીમ કોર્ટના ડી.કે. બાસુ કેસના ચુકાદા અને માર્ગદર્શિકાનું સીધું ઉલ્લંઘન છે. અરજદારોએ કસૂરવાર પોલીસ કર્મચારીઓ સામે કડક સજા, ઘટનાસ્થળ તેમજ પોલીસ સ્ટેશનના CCTV ફૂટેજ સુરક્ષિત રાખવા, હોસ્પિટલના મેડિકો-લીગલ પેપર્સ રજૂ કરવા અને અમાનવીય વર્તન બદલ વળતર આપવાની માંગ કરી છે. CCTV ફૂટેજ સુરક્ષિત રાખવા આદેશ સુનાવણી દરમિયાન હાઈકોર્ટે અરજીમાં દર્શાવેલા પોલીસ કર્મચારીઓની ઓળખ અંગે પૂછપરછ કરતાં વકીલે તમામ કર્મચારીઓ ફૂટેજ પરથી સ્પષ્ટ ઓળખી શકાય તેમ હોવાનું જણાવ્યું હતું. હાઈકોર્ટે તાત્કાલિક ધોરણે ધંધુકા પોલીસ સ્ટેશન, લોકઅપ રૂમ અને જે જાહેર માર્ગો પર ખેડૂતોની પરેડ કરાવવામાં આવી હતી તે તમામ વિસ્તારોના CCTV ફૂટેજ કાયદાકીય રીતે સુરક્ષિત રાખવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત ધંધુકા સરકારી હોસ્પિટલને ઈજાગ્રસ્તોના મેડિકલ કાગળો પૂરા પાડવા નિર્દેશ આપ્યો છે. અરજદારો પર પોલીસ તરફથી દબાણ અને ધમકીઓની આશંકા વ્યક્ત કરી સુરક્ષા માંગવામાં આવતાં હાઈકોર્ટે સરકારી વકીલને કડક ટકોર કરી હતી કે, "પોલીસને કોઈ મૂર્ખામીભર્યું કામ ન કરવા તાકીદ કરો." આ ચકચારી કેસની વધુ સુનાવણી બે અઠવાડિયા બાદ હાથ ધરાશે.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગરના યુવકનું જન્મદિવસે જ મોત:ગીફ્ટ સિટી બ્રિજ પાસે અજાણ્યા ટ્રક ચાલક ટકકર મારી ફરાર, મિત્રો સાથે બર્થડે કેક કાપી અને ગરબા રમી ઘરે જઈ રહ્યો હતો
    Next Article
    સાયબર છેતરપિંડી કેસમાં EDએ ફરિયાદ દાખલ કરી:અમદાવાદ ઝોનલ ઓફિસના ED એ "ડિજિટલ એરેસ્ટ" સાથે સંકળાયેલા કેસમાં અમદાવાદની સ્પેશિયલ PMLA કોર્ટ સમક્ષ ફરિયાદ નોંધાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment