Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    EDએ 1.15 કરોડની 15 સ્થાવર મિલકત જપ્ત કરી:ભાવનગર, અમદાવાદ અને પુણેની સ્થાવર મિલકતોનો સમાવેશ, ભરૂચના તત્કાલીન ફિલ્ડ આસિસ્ટન્ટ ભૂપતભાઈ સામે કાર્યવાહી

    1 day ago

    સુરત સબ-ઝોનલ ઓફિસના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ 21 સપ્ટેમ્બરે વાલીયા શિબાભાઈ ઝુંઝાભાઈ ઉર્ફે ભૂપતભાઈ અને અન્ય લોકોના કેસમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), 2002ની જોગવાઈઓ હેઠળ ભાવનગર જિલ્લાના મહુવા અને તળાજા જ્યારે અમદાવાદ શહેરમાં ઓઢવ અને સાબરમતી તેમજ મહારાષ્ટ્રના પુણેના હડપસરમાં આવેલી 15 સ્થાવર મિલકત, જેની કિંમત ₹ 1.15 કરોડ (આશરે) હતી, કામચલાઉ રીતે જપ્ત કરી હતી. ભરૂચના તત્કાલીન ફિલ્ડ આસિસ્ટન્ટ સામે ભાવનગર ACBમાં ફરિયાદ ACB પોલીસ સ્ટેશન, ભાવનગર દ્વારા નોંધાયેલી FIR અને સ્પેશિયલ (ACB) કોર્ટ, ભાવનગર સમક્ષ ગુજરાત લેન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (GLDC), ભરૂચના તત્કાલીન ફિલ્ડ આસિસ્ટન્ટ, વાલિયા શિબાભાઈ ઝુંઝાભાઈ ઉર્ફે ભૂપતભાઈ સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1988ની કલમ 13(1)(b) અને 13(2) હેઠળ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આવક કરતા 1.15 કરોડની સંપત્તિ મળી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોરેટ ( ED)ને તપાસમાં જાણવા મળ્યું કે, વાલિયા શિબાભાઈ ઝુન્ઝાભાઈ, એક જાહેર સેવક હોવાને કારણે, તેમણે તેમની આવકના જાણીતા સ્ત્રોતો કરતાં વધુ ₹1,15,18,350ની સંપત્તિ મેળવી હતી. તે મુજબ, 15 સ્થાવર મિલકતો, જેની કુલ કિંમત ₹ 1,14,98,600 છે, તેને PMLA, 2002ની કલમ 5 (1) હેઠળ 21 સપ્ટેમ્બરે રોજ કામચલાઉ રીતે જપ્ત કરવામાં આવી છે. આ અંગે વધુ તપાસ ચાલુ છે.
    Click here to Read More
    Previous Article
    પશ્ચિમ રેલવેએ અસારવા-ખેડબ્રહ્મા મેમુને જાદર અને વડાલીમાં સ્ટોપેજ આપ્યું:ભાદરવી પૂનમ મેળા માટે 26 સપ્ટેમ્બર 2026 સુધી અસ્થાયી સ્ટોપેજ
    Next Article
    બિંગ હ્યુમન ગ્રુપે શિક્ષણની થીમ સાથે ઈકો ફ્રેન્ડલી ગણેશજી સ્થાપ્યા:લુણાવાડામાં 100થી વધુ બાળકોને શૈક્ષણિક કીટ આપી, નિરાધાર બાળકોને મફત શિક્ષણની વ્યવસ્થા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment