Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પશ્ચિમ રેલવેએ અસારવા-ખેડબ્રહ્મા મેમુને જાદર અને વડાલીમાં સ્ટોપેજ આપ્યું:ભાદરવી પૂનમ મેળા માટે 26 સપ્ટેમ્બર 2026 સુધી અસ્થાયી સ્ટોપેજ

    1 day ago

    ભાદરવી પૂનમ મેળા દરમિયાન મુસાફરો અને શ્રદ્ધાળુઓની વધતી ભીડને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે અસારવા–ખેડબ્રહ્મા મેમૂને જાદર અને વડાલી સ્ટેશનો પર અસ્થાયી સ્ટોપેજ આપવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયનો અમલ આજથી શરૂ થયો છે. આ સ્ટોપેજ 19 સપ્ટેમ્બરથી શરૂ થયેલી સ્પેશિયલ અસારવા-ખેડબ્રહ્મા-અસારવા મેમુ માટે જ નહીં, પરંતુ નિયમિત ચાલતી અસારવા-ખેડબ્રહ્મા મેમુ (સવારે જતી) અને ખેડબ્રહ્મા-અસારવા મેમુ (સાંજે જતી) માટે પણ લાગુ પડશે. હવે સ્પેશિયલ અને નિયમિત બંને મેમુ ટ્રેનો આ સ્ટેશનો પર ઊભી રહેશે. ટ્રેન નંબર 69251/69252 અસારવા–ખેડબ્રહ્મા–અસારવા મેમૂને ભાદરવી પૂનમ મેળાના પ્રસંગે તાત્કાલિક અસરથી 26 સપ્ટેમ્બર 2026 સુધી જાદર અને વડાલી સ્ટેશનો પર અસ્થાયી સ્ટોપેજ આપવામાં આવ્યું છે. ટ્રેન નંબર 69251 અસારવા–ખેડબ્રહ્મા મેમૂ જાદર સ્ટેશન પર રાત્રે 7.59 વાગ્યે આવશે અને 8.00 વાગ્યે ઉપડશે. વડાલી સ્ટેશન પર તે રાત્રે 8.24 વાગ્યે આવશે અને 8.25 વાગ્યે ઉપડશે. જ્યારે ટ્રેન નંબર 69252 ખેડબ્રહ્મા–અસારવા મેમૂ વડાલી સ્ટેશન પર સવારે 6.53 વાગ્યે આવશે અને 6.54 વાગ્યે ઉપડશે. જાદર સ્ટેશન પર તે સવારે 7.10 વાગ્યે આવશે અને 7.11 વાગ્યે ઉપડશે.
    Click here to Read More
    Previous Article
    કરોડોના SD Pay કૌભાંડના તાર મહારાષ્ટ્ર સુધી લંબાયા:સ્થાનિક પોલીસ સાથે મળી વડોદરા સાયબર ક્રાઇમે આરોપીની અટકાયત કરી, કૌભાંડના રૂપિયા પોતાના બેંક ખાતામાં મેળવી અન્ય બેંકમાં ટ્રાન્સફર કરતો
    Next Article
    EDએ 1.15 કરોડની 15 સ્થાવર મિલકત જપ્ત કરી:ભાવનગર, અમદાવાદ અને પુણેની સ્થાવર મિલકતોનો સમાવેશ, ભરૂચના તત્કાલીન ફિલ્ડ આસિસ્ટન્ટ ભૂપતભાઈ સામે કાર્યવાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment