Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બિંગ હ્યુમન ગ્રુપે શિક્ષણની થીમ સાથે ઈકો ફ્રેન્ડલી ગણેશજી સ્થાપ્યા:લુણાવાડામાં 100થી વધુ બાળકોને શૈક્ષણિક કીટ આપી, નિરાધાર બાળકોને મફત શિક્ષણની વ્યવસ્થા

    1 day ago

    લુણાવાડામાં બિંગ હ્યુમન ગ્રુપે દર વર્ષની જેમ આ વર્ષે પણ પર્યાવરણ સુરક્ષાના સંદેશ સાથે ઈકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમા સ્થાપી છે. આ વર્ષે ગ્રુપે શિક્ષણને કેન્દ્રમાં રાખીને ગણેશજીનો પંડાલ અને મૂર્તિની થીમ તૈયાર કરી છે. પંડાલમાં શાળાના ગણવેશમાં બાળ સ્વરૂપે ગણપતિ બાપાની પ્રતિમા સ્થાપવામાં આવી છે. આ થીમ દ્વારા બાળકોમાં શિક્ષણ પ્રત્યે રુચિ વધે અને તેઓ નિયમિત શાળાએ જાય તેવો સંદેશ આપવામાં આવ્યો છે. આ પ્રસંગે બિંગ હ્યુમન ગ્રુપે દાતાઓના સહયોગથી શિક્ષણ આધારિત થીમ થકી ગણેશજીની સ્થાપના કરી છે. દાતાઓમાં આશિષકુમાર કે પ્રજાપતિ (મદદનીશ આ.જા.વિ. અધિકારી), PI ભવિનભાઈ ચૌધરી, PSI હિરેનભાઈ બારોટ, RFO જુહીબેન ચૌધરી, ડો. અનિલ તાવિયાડ (વિનાયક ઓર્થોપેડિક હોસ્પિટલ), વૈભવ ગાંધી (દેવ બિલ્ડર) અને મહર્ષિ પટેલ (વેદાંત સ્કૂલ) સામેલ છે. લુણાવાડા અને આસપાસના વિસ્તારના આશરે 100 જરૂરિયાતમંદ બાળકોને નિઃશુલ્ક શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું હતું. આ ઉપરાંત, લુણાવાડાની ઇન્ફિનિટી સ્કૂલમાં ટ્રસ્ટી સંજયભાઈ દરજીના સહયોગથી નિરાધાર અને જરૂરિયાતમંદ બાળકોને નિઃશુલ્ક શિક્ષણ મળે તેવી વ્યવસ્થા પણ કરાઈ છે. બિંગ હ્યુમન ગ્રુપ લુણાવાડા સહિત મહીસાગર અને આસપાસના વિસ્તારોમાં વર્ષભર વિવિધ સેવા પ્રવૃત્તિઓ માટે જાણીતું છે. શિયાળામાં જરૂરિયાતમંદોને ધાબળા, શાલ, સ્વેટર અને ગરમ ટોપીનું વિતરણ કરાય છે. ઉનાળામાં પીવાના પાણી માટે માટલા, જગ, પશુ-પક્ષીઓ માટે પાણીના કુંડા તેમજ જરૂરિયાતમંદોને ચપ્પલ અપાય છે. ચોમાસામાં છત્રી અને તાડપત્રી સહિતની જરૂરી સામગ્રીનું વિતરણ કરાય છે. જરૂરિયાતમંદ પરિવારો માટે ઘરનું છત કે ઘર બનાવવામાં પણ મદદ કરાય છે. આ ઉપરાંત, ઉત્તરાયણ, હોળી અને દિવાળી જેવા તહેવારો દરમિયાન પણ જરૂરિયાતમંદ બાળકો અને પરિવારોને જરૂરી સામગ્રીનું વિતરણ કરાય છે. દાતાઓના સહયોગથી ગ્રુપ દ્વારા વૃદ્ધાશ્રમોમાં રાશન કીટ સહિતની જરૂરી સામગ્રી પણ પહોંચાડવામાં આવે છે. આ વર્ષે ઈકો ફ્રેન્ડલી ગણેશજી અને શિક્ષણની અનોખી થીમ સાથે સેવા અને પર્યાવરણ સુરક્ષાનો સંદેશ આપતા બિંગ હ્યુમન ગ્રુપના પ્રયાસને લોકોએ બિરદાવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    EDએ 1.15 કરોડની 15 સ્થાવર મિલકત જપ્ત કરી:ભાવનગર, અમદાવાદ અને પુણેની સ્થાવર મિલકતોનો સમાવેશ, ભરૂચના તત્કાલીન ફિલ્ડ આસિસ્ટન્ટ ભૂપતભાઈ સામે કાર્યવાહી
    Next Article
    દુધીયામાં વોટરશેડ માંથી 1 વર્ષમાં 4 વખત કેબલ ચોરી:પંચાયતને આર્થિક ફટકો, તસ્કરોને ઝડપી પાડવા લીમખેડા પોલીસને રજૂઆત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment