Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દુધીયામાં વોટરશેડ માંથી 1 વર્ષમાં 4 વખત કેબલ ચોરી:પંચાયતને આર્થિક ફટકો, તસ્કરોને ઝડપી પાડવા લીમખેડા પોલીસને રજૂઆત

    1 day ago

    લીમખેડા તાલુકાના દુધિયા ગામમાં પીવાના પાણીની યોજના પર અજાણ્યા તસ્કરો તરાપ મારી રહ્યા છે. ગામના લોકોને નિયમિત અને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે નદી કિનારે કૂવો અને વોટરશેડ તૈયાર કરવામાં આવ્યા છે. જોકે, ચોર ટોળકી દ્વારા અવારનવાર વોટરશેડમાં લાગેલી મોટરના કિંમતી કેબલો કાપીને ચોરી કરવાનો સિલસિલો શરૂ થયો છે. છેલ્લા 1 વર્ષમાં જ આ પ્રકારે 3 થી 4 વખત કેબલ ચોરીની ઘટનાઓ બની ચૂકી છે, જેના કારણે ગ્રામ પંચાયત તંત્ર પરેશાન છે અને ગ્રામજનોમાં રોષ છે. દુધિયા ગ્રામ પંચાયતના સરપંચ સવિતા મનુ ભુરિયાના જણાવ્યા અનુસાર, ગામના હજારો નાગરિકો માટે પીવાના પાણીની આ વોટરશેડ પ્લાન્ટ મહત્વપૂર્ણ છે. તસ્કરો મોડી રાત્રે કે વહેલી સવારે અંધારાનો લાભ લઈને મોટર સાથે જોડાયેલા વાયરો અને કેબલોની ચોરી કરીને ફરાર થઈ જાય છે. અત્યાર સુધીમાં આશરે 80,000 રૂપિયાની કિંમતના વાયરો અને કેબલ ચોરાઈ ચૂક્યા છે. એક વખત કેબલ નવો નાખવા પાછળ પંચાયતને આશરે 30,000 થી 40,000 રૂપિયાનો મોટો ખર્ચ થાય છે. વારંવાર નવા કેબલ ખરીદવા અને તેનું સમારકામ કરાવવાના કારણે ગ્રામ પંચાયતની તિજોરી પર મોટો આર્થિક બોજ પડી રહ્યો છે. જ્યારે પણ કેબલ ચોરાય છે ત્યારે તાત્કાલિક ધોરણે મોટર બંધ થઈ જતાં આખા ગામમાં પાણી પુરવઠો ખોરવાઈ જવાની સ્થિતિ સર્જાય છે. જોકે, પંચાયત વહીવટી તંત્રએ તાકીદે નવા કેબલની વ્યવસ્થા કરી મોટર ફરી શરૂ કરાવી છે, જેથી હાલ પૂરતી ગામમાં પીવાના પાણીની કોઈ મોટી તકલીફ નથી અને પુરવઠો રાબેતા મુજબ ચાલી રહ્યો છે. પરંતુ વારંવાર બનતી ચોરીની ઘટનાઓથી સ્થાનિક રહીશો અને વહીવટી તંત્રમાં ભારે રોષ ફેલાયો છે. દુધિયા ગ્રામ પંચાયત દ્વારા લીમખેડા પોલીસ મથકમાં લેખિત અરજી આપી કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. લોકોની માંગ છે કે જો તસ્કરો સામે સમયસર કાર્યવાહી કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં પણ ચોરી ફરીથી થશે અને ગામલોકોને પીવાના પાણી માટે તકલીફ પડશે. આથી, લીમખેડા પોલીસે આ વિસ્તારમાં રાત્રિ પેટ્રોલિંગ વધારી, ચોરીની ઘટનાઓ પાછળ સક્રિય ટોળકીને વહેલી તકે ઝડપી પાડી કડક કાનૂની પગલાં ભરવા જોઈએ.
    Click here to Read More
    Previous Article
    બિંગ હ્યુમન ગ્રુપે શિક્ષણની થીમ સાથે ઈકો ફ્રેન્ડલી ગણેશજી સ્થાપ્યા:લુણાવાડામાં 100થી વધુ બાળકોને શૈક્ષણિક કીટ આપી, નિરાધાર બાળકોને મફત શિક્ષણની વ્યવસ્થા
    Next Article
    ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી:ચાની હોટેલો પરથી બાઇકની ઉઠાંતરી કરતી ગેંગ ઝડપાઈ: 8 વાહન સાથે બેની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment