Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુખ્ય ઈજનેરે ઉનાઈ-માંડવી રોડની મરામત કામગીરીનું નિરીક્ષણ કર્યું:ઉનાઈ-માંડવી માર્ગ પર 'Ecofix' મટીરીયલથી અત્યાધુનિક પેચ વર્ક શરૂ કરાયું

    1 day ago

    તાપી જિલ્લામાં ઉનાઈ-બુહારી-મઢી-માંડવી (ESH-5) રોડ પર ચાલી રહેલી પેચ મરામત કામગીરીનું માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ), દક્ષિણ ગુજરાતના મુખ્ય ઈજનેર અમિત જી. વસાવાએ સ્થળ નિરીક્ષણ કર્યું હતું. આ કામગીરીમાં 'Ecofix' મટીરીયલનો ઉપયોગ થઈ રહ્યો છે.આ મહત્વપૂર્ણ રોડ પર ચેનેજ 102/2 થી 128/0 સુધી અત્યાધુનિક 'Ecofix' મટીરીયલનો ઉપયોગ કરીને વિશેષ પેચ મરામત ચાલી રહી છે. મુખ્ય ઈજનેર વસાવાએ રવિવારે આ કામગીરીની ગુણવત્તા અને પ્રગતિ ચકાસવા માટે મુલાકાત લીધી હતી. સ્થળ નિરીક્ષણ દરમિયાન, મુખ્ય ઈજનેર વસાવાએ ચાલી રહેલી કામગીરીની બારીકાઈથી સમીક્ષા કરી હતી. તેમણે વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, કામગીરી દરમિયાન રાખવાની થતી તકેદારીઓ અને ટેકનિકી બાબતો અંગે સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.તેમણે સ્પષ્ટ સૂચના આપી હતી કે રસ્તાની મરામતનું કામ માત્ર ઝડપી ગતિએ જ નહીં, પરંતુ ઉચ્ચતમ ગુણવત્તાના ધોરણોને જાળવી રાખીને પૂર્ણ કરવામાં આવે. ચોમાસાની આ સિઝનમાં વાહનચાલકો અને રાહદારીઓને કોઈ અગવડ ન પડે અને રસ્તો સુરક્ષિત રહે તે અત્યંત આવશ્યક છે, તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું. ચોમાસાની ઋતુમાં વરસાદને કારણે માર્ગો પર પડતા ખાડાઓથી નાગરિકોને થતી હાલાકી ઘટાડવાનો આ કામગીરીનો મુખ્ય હેતુ છે. 'Ecofix' મટીરીયલ દ્વારા મજબૂત પેચ વર્કથી માર્ગ વહેલી તકે સુરક્ષિત અને સુગમ બનશે, જેનાથી સામાન્ય જનતાને રાહત મળશે. મુખ્ય ઈજનેરના નિરીક્ષણથી કામગીરીમાં વધુ વેગ આવશે. આ નિરીક્ષણ વેળાએ માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ)ના કાર્યપાલક ઈજનેર મનીષ પટેલ, આર.એન્ડ.બી. પંચાયતના કાર્યપાલક ઈજનેર તેમજ વિભાગના અન્ય સંબંધિત અધિકારીઓ અને તકનીકી સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. તંત્ર દ્વારા સમગ્ર કામગીરીને સમયમર્યાદામાં અને સંતોષકારક રીતે પૂર્ણ કરવા માટે કમર કસવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ગેરકાયદે બાંધકામની ફરિયાદ કરતા મહિલાને ધમકી:અંબાજી કડવા પ્લોટમાં 7 ફૂટ વધારાના બાંધકામની મનપાની નોટિસ મળતા પડોશીએ કહ્યું - "તને જાનથી મારી નાખવી છે"
    Next Article
    વરસાદને પગલે ST બસના 40 રૂટ બંધ:રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગરથી 140 ટ્રીપ રદ, સતત બીજા દિવસે મુસાફરોએ પરેશાની ભોગવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment