Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વરસાદને પગલે ST બસના 40 રૂટ બંધ:રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગરથી 140 ટ્રીપ રદ, સતત બીજા દિવસે મુસાફરોએ પરેશાની ભોગવી

    23 hours ago

    ભારે વરસાદને કારણે રાજ્યમાં કેટલાક રસ્તાઓ ધોવાઈ ગયા છે. અમદાવાદ જવા માટે બાવળા પાસેનો રસ્તો બંધ થયો છે. આ ઉપરાંત અન્ય રસ્તાઓ પણ બંધ છે. જેને કારણે રાજકોટ એસટી ડિવિઝન હેઠળના રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાની આજે 26 જુલાઈની 140 ટ્રીપ રદ કરવામાં આવી છે. એક ટ્રિપમાં મિનિમમ 45 મુસાફરો ગણીએ તો પણ 7 હજાર મુસાફરોએ હાલાકી ભોગવી છે. જેને લીધે ત્રણેય જિલ્લાની દૈનિક આવકમાં આજે પોણા ચાર લાખનું ગાબડું પડ્યું છે. રાજકોટથી અમદાવાદ જતી કેટલીક બસ રદ રાજકોટ એસટીના વિભાગીય નિયામક મનીષ રાજે જણાવ્યું હતું કે, અમદાવાદ તરફ જવા માટે બાવળાનો રસ્તો બંધ છે. જેને કારણે અમદાવાદ જતી ઘણી બસ રદ કરવી પડી છે. જોકે રાજકોટથી અમદાવાદ વાયા ધોળકાથી સનાથલ થઈને બસ જાય છે પરંતુ એ રસ્તો ખૂબ જ લાંબો પડી જાય છે. જેને કારણે બસો કેન્સલ કરવી પડી છે. આ ઉપરાંત સંતરામપુર અને માંડલ તેમજ વાયા રાધનપુર થરા જતી બસો પણ રદ કરવી પડી છે. જેને લીધે અને મુસાફરોએ મુશ્કેલી ભોગવી છે. જોકે વરસાદની રહેતાની સાથે બંધ રૂટ ફરી શરૂ થઈ જશે. રાજકોટ એસટી વિભાગની 140 ટ્રીપ રદ રાજકોટ એસટી વિભાગની 140 ટ્રીપ રદ થતા આવકમાં પણ મોટું ગાબડું પડ્યું છે. જેમાં રાજકોટ જિલ્લામાં રૂ.27,096 ની આવક ગુમાવવી પડી છે. જ્યારે સુરેન્દ્રનગરમાં રૂ.3.51 લાખ તો મોરબી જિલ્લામાં દૈનિક આવકમાં રૂ.3727નો ઘટાડો થયો છે. જોકે વરસાદી પાણી ઉતરી જતા પરિસ્થિતિ સામાન્ય બની જશે અને ત્યારબાદ વાહન વ્યવહાર શરૂ થઈ જતા મુસાફરો એસટી બસમાં જઈ શકશે. રાજકોટ જિલ્લો: મોરબી જિલ્લો: સુરેન્દ્રનગર જિલ્લો:
    Click here to Read More
    Previous Article
    મુખ્ય ઈજનેરે ઉનાઈ-માંડવી રોડની મરામત કામગીરીનું નિરીક્ષણ કર્યું:ઉનાઈ-માંડવી માર્ગ પર 'Ecofix' મટીરીયલથી અત્યાધુનિક પેચ વર્ક શરૂ કરાયું
    Next Article
    India vs Zimbabwe LIVE Score, 3rd T20I: Vaibhav Sooryavanshi Changes Approach vs Zimbabwe

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment