Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દેવાયત ખવડ મારફતે વકીલને કેસને હટી જવા દબાણ કર્યાનો મામલો:મહિલા DySP સામે ગંભીર આક્ષેપ બાદ હાઈકોર્ટનો અમદાવાદ ગ્રામ્ય SPને તપાસનો આદેશ

    14 hours ago

    અમદાવાદ ગ્રામ્યના એક કેસમાં આરોપી પક્ષેથી હટી જવા માટે ગ્રામ્ય ડીવાયએસપી નીલમ ગોસ્વામીએ લોકસાહિત્યકાર દેવાયત ખવડ મારફતે વકીલ આનંદ યાજ્ઞિકને દબાણ કરાતા મામલો હાઈકોર્ટ સમક્ષ પહોંચ્યો હતો. ગુજરાત હાઈકોર્ટે આ બાબતે અમદાવાદ ગ્રામ્ય એસપીને તપાસ કરી રિપોર્ટ સોંપવા આદેશ કર્યો છે. વકીલ તરફથી આ બાબતે હાઈકોર્ટમાં એફિડેવિટ ફાઈલ કરી ન્યાયિક પ્રક્રિયામાં દખલ કરવા બદલ મહિલા ડીવાયએસપી નીલમ ગોસ્વામી સામે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી હાથ ધરવા માગ કરી હતી. કેસની વધુ સુનાવણી 27 ઓગસ્ટે રાખવામાં આવી છે. સૌ પ્રથમ જાણીએ શું હતો સમગ્ર મામલો? અમદાવાદ ગ્રામ્યના સાણંદ GIDC પોલીસ સ્ટેશને સપ્ટેમ્બર,2025માં ખોરજ ગામના પાંચ આરોપીઓ મહેશજી ઠાકોર, પ્રતાપજી ઠાકોર, રવિ ઠાકોર, ભોલો ઠાકોર અને અલ્કેશ ઠાકોર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જે મુજબ ફરિયાદી જશુભાઈ જાદવની જમીનમાંથી તેમને પૂછ્યા વગર જ આરોપી મહેશ ઠાકોરે બાવળિયા કાઢી નાખ્યા હતા. જે અંગે તેઓને ઠપકો આપતા આરોપીઓએ એક સંપ ભેગા થઈને ફરિયાદીને માર માર્યો હતો. જેમાં તેમને કમરના ભાગે ફેક્ચર થયું હતું. તેમજ આરોપીઓએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપીઓ પૈકી અલ્પેશ ઠાકોર, મહેશજી ઠાકોર અને રવિ ઠાકોરે ગુજરાત હાઇકોર્ટમાં રાજ્યના ગૃહ વિભાગ, DGP, IG અને અમદાવાદ ગ્રામ્ય SP ને પક્ષકાર બનાવીને તેમની ઉપર પોલીસે અત્યાચાર આચર્યો હોવાની ફરિયાદ સાથે જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે પગલાં ભરવાની માંગ સાથે હાઇકોર્ટમાં એડવોકેટ આનંદ યાજ્ઞિક મારફતે અરજી દાખલ કરી હતી. જે સંદર્ભે ગુજરાત હાઇકોર્ટે અમદાવાદ ગ્રામ્ય SP ને એફિડેવિટ ફાઇલ કરવા હુકમ કર્યો હતો. કેસમાંથી ખસી જવા મહિલા ડીવાયએસપીએ સંપર્ક કર્યો હતો- આનંદ યાજ્ઞિક 17 જુનની મુદતમાં અરજદારના વકીલ આનંદ યાજ્ઞિક કોર્ટ સમક્ષ ઉપસ્થિત થયા હતા. જેઓએ જણાવ્યું હતું કે, તેમના અસીલની સૂચના મુજબ તેઓ આ કેસમાંથી હટી રહ્યા છે. વળી પોલીસ અધિકારીઓ તેમને ફોન કરીને આ કેસ નહીં લડવા જણાવી રહ્યા છે. અસીલ દ્વારા રોકાયેલા બીજા વકીલે કોર્ટ સમક્ષ આ કેસ પરત ખેંચવા રજૂઆત કરી હતી. તેમના અસીલ કોર્ટમાં હાજર છે અને સંબંધિત પોલીસ કર્મચારીઓ પણ કોર્ટ પરિસરમાં ફરી રહ્યા છે. અમદાવાદ ગ્રામ્ય DySP નીલમ ગોસ્વામીએ તેમને કેસમાંથી ખસી જવા માટે સંપર્ક કર્યો હતો. જમીનની બાબતમાં અરજદારોને અરેસ્ટ કરીને પોલીસ મથકમાં માર મારવામાં આવ્યો હતો. ઠાકોર સમાજના હજારો લોકોએ તેનો વિરોધ કરીને, કેસ દાખલ કરવા તેમનો સંપર્ક કર્યો હતો. તેમને પોલીસ મથકેથી પત્ર પણ મળ્યો છે. પહેલા તેમના અસીલ ઉપર કેસ પાછો લેવા દબાણ કરાયું હવે તેમની ઉપર કેસમાંથી ખસી જવા દબાણ કરવામાં આવી રહ્યું છે. મહિલા DySPએ દેવાયત ખવડ મારફતે દબાણ કર્યાની રજૂઆત આનંદ યાજ્ઞિકે આ સંબંધે વિગતવાર એફિડેવિટ ફાઇલ કરી છે.જેમાં જણાવ્યું છે કે, DySP નીલમ ગોસ્વામીએ કહેવાતા ભાઈ લોકગાયક દેવાયત ખવડ મારફતે તેમની ઉપર કેસમાંથી ખસી જવા માટે દબાણ કર્યું હતું. આ દેવાયત ખવડ પહેલા તેમના અસીલ પણ રહી ચૂક્યા છે. DySP નીલમ ગોસ્વામી ઉપર ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ભાજપના નેતાઓનો હાથ છે. દેવાયત ખવડ ઉપરાંત પ્રવિણદાન ગઢવીએ પણ તેમને વોટ્સએપ ફોન કર્યો હતો. દેવાયત ખવડ સામે ચાંગોદર પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદમાં DySP નીલમ ગોસ્વામીએ જ તપાસ હાથ ધરી હતી. ન્યાયિક પ્રક્રિયામાં દખલ કરવા બદલ Dysp ઉપર કન્ટેમ્પ ઓફ કોર્ટની કાર્યવાહી હાથ ધરાવી જોઈએ. આ માર મારવાની ઘટનામાં મેજિસ્ટ્રેટને ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં ડોક્ટરના રિપોર્ટ બાદ DySP અને બે પોલીસ કર્મચારી સામે કાર્યવાહી કરવા પ્રોસેસ પણ હાથ ધરવામાં આવી હતી. માર મારવામાં DySP નીલમ ગોસ્વામી, સાણંદ GIDCના PSI અને અન્ય એક પોલીસ કર્મચારીનો સમાવેશ થાય છે. વળી ત્રીજા આરોપીને માર મારતા પોલીસ મથકમાં 108 બોલાવીને તેને દવાખાને લઈ જવો પડ્યો હતો. જેનો વીડિયો પણ સામે આવ્યો છે. હવે આરોપીઓ પૈકી એક બુટલેગર છે, જેથી કેસ પાછો નહીં ખેંચે તો પોલીસ દ્વારા PASA જેવી અને લેન્ડગ્રેબિંગ જેવું કાર્યવાહી કરી હેરાન કરવાની ધમકી અપાઈ છે. આ કેસની તપાસ કરી રિપોર્ટ રજૂ કરવા અમદાવાદ ગ્રામ્ય એસપીને આદેશ ગુજરાત હાઇકોર્ટમાં એક કેસમાંથી હટી જવા માટે એડવોકેટ આનંદ યાજ્ઞિક ઉપર અમદાવાદ ગ્રામ્ય DySP નીલમ ગોસ્વામી દ્વારા લોક સાહિત્યકાર દેવાયત ખવડ મારફતે સંપર્ક કરીને દબાણ કરાયું હતું. આ મામલે ગુજરાત હાઇકોર્ટે આજે અમદાવાદ ગ્રામ્ય SPને આ મુદ્દે તપાસ કરીને કોર્ટ સમક્ષ રિપોર્ટ રજૂ કરવા માટે હુકમ કર્યો છે. આ સાથે જ વધુ સુનાવણી 27 ઓગસ્ટના રોજ રાખવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    નવસારીમાં ભારે વરસાદની આગાહી, 'રેડ એલર્ટ' જાહેર:આવતીકાલે આંગણવાડી, કોલેજો અને ITI બંધ રાખવા તંત્રનો આદેશ
    Next Article
    31 જુલાઈથી બે દિવસ AMCના તમામ અધિકારી-કર્મચારીની રજા રદ:બે દિવસ લોકોને વર્ક ફ્રોમ હોમ કરવા મનપા કમિશનરની અપીલ, આંગણવાડીથી લઈ સ્કૂલો-કોલેજોમાં આવતીકાલે રજા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment