Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    31 જુલાઈથી બે દિવસ AMCના તમામ અધિકારી-કર્મચારીની રજા રદ:બે દિવસ લોકોને વર્ક ફ્રોમ હોમ કરવા મનપા કમિશનરની અપીલ, આંગણવાડીથી લઈ સ્કૂલો-કોલેજોમાં આવતીકાલે રજા

    14 hours ago

    ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે આવતીકાલે 31 જુલાઈ અને 1 ઓગસ્ટના રોજ અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ રદ કરી દેવામાં આવી છે. અત્યંત ભારે વરસાદની આગાહીના પગલે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ બે દિવસ લોકોને વર્ક ફ્રોમ હોમ કરવામાં આવે એવી અપીલ છે. લોકોને ઘરમાં રહેવા અને હવામાન વિભાગની આગાહી અને ટ્રાફિક પોલીસ અપડેટ જોતા રહેવાની રહેશે. શહેરમાંથી ભયજનક હોર્ડિંગસ ઉતરી લેવાયા છે. લોકોએ ઝાડ અને મોટા હોડિગ્સ નીચે ઊભા ન રહેવા અપીલ છે. અમદાવાદમાં સ્કૂલ-કોલેજમાં રજા જાહેર હવામાન વિભાગ દ્વારા શહેરમાં ભારે વરસાદને કારણે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે અમદાવાદ શહેર DEO રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, હવામાન વિભાગ દ્વારા આવતીકાલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, તેને ધ્યાને લઈ અમદાવાદ જિલ્લાના સમાહર્તા કલેક્ટર ભવ્ય વર્માના પરામર્શમાં રહી આવતીકાલે વિદ્યાર્થીઓની સલામતીને પ્રાથમિકતા રાખી રજા જાહેર કરવા બાબતે અમોને સૂચના આપી. વિદ્યાર્થીઓની સલામતીને લઈ રજાનો નિર્ણય લીધો અમદાવાદ શહેરની તમામ આંગણવાડીથી લઈ સ્કૂલ, કોલેજો સુધીની તમામે તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાને લઈ રજા જાહેર કરવાનો નિર્ણય લીધેલો છે. અમદાવાદ શહેરની તમામ સ્કૂલઓને અમે સૂચના આપી દીધી છે કે આવતીકાલે શૈક્ષણિક કાર્ય સંદર્ભે વિદ્યાર્થીઓ સ્કૂલ કક્ષાએ આવે નહીં, કારણ કે વિદ્યાર્થીઓની સલામતી રાખવી ખૂબ અગત્યની છે. બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ વધુમાં તેમણે જણાવ્યું હતું કે, નાગરિકોને અપીલ છે કે બિનજરૂરી બહાર નીકળવાનું રહેશે નહીં નાગરિકોની સુરક્ષા માટે ભારે વરસાદની આગાહીને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે. તમામ અધિકારીઓ અને કર્મચારીઓ બે દિવસ સુધી ફિલ્ડમાં રહેશે. આ પણ વાંચો: અમદાવાદમાં આ સ્થળો પર પાણી ભરાવાની સંભાવના નિચાણવાળા વિસ્તારો એલર્ટ પર શહેરમાંથી પાણીનો નિકાલ નદીમાં થાય તેના માટે વાસણા બેરેજના દરવાજા ખોલી દેવાયા છે. અમદાવાદમાં સૌથી વધુ વરસાદની સંભાવનાના પગલે ખારીકટ કેનાલનું ઉપરવાસનું પાણી બંધ કરવામાં આવ્યું છે. શહેરમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના મુજબ ફ્લેશ ફ્લડ (પૂરની સ્થિતિ) પણ થઈ શકે છે. જેથી નીચાણવાળા વિસ્તારોને એલર્ટ પર રાખવામાં આવ્યું છે. શહેરમાં 147 જેટલા વરસાદી પાણી ભરાવાના સંભવિત સ્થાનો પર આગોતરા આયોજનના ભાગરૂપે ડી-વોટરીંગ પંપ અને જરૂરી મશીનરી તેમજ ફિલ્ડની ટીમો મૂકવામાં આવી છે જેથી જે વિસ્તારમાં વરસાદી પાણી ભરાય ત્યાં તાત્કાલિક ધોરણે પાણીનો નિકાલ કરવામાં આવશે. કંટ્રોલરૂમ 24 કલાક કાર્યરત રહેશે શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અલગ અલગ કેનાલો ડ્રેનેજ લાઈન અને તળાવોની નિયમિત જાળવણી કામગીરી કરવામાં આવી છે. કેચપીટ અને ગટરની સફાઈ પૂર્ણ કરી દેવામાં આવી છે. તમામ ડ્રેનેજ પંપીંગ સ્ટેશનો કાર્યરત હોવા અંગેની ચકાસણી કરી દેવામાં આવી છે. શહેરના તમામ ઝોનના કંટ્રોલરૂમ અને પાલડી ખાતે નો કંટ્રોલરૂમ 24 કલાક કાર્યરત રહેશે. કંટ્રોલરૂમમાંથી શહેરની પરિસ્થિતિ અંગેનું સતત મોનિટરિંગ કરવામાં આવશે. નાગરિકો દ્વારા જે પણ ફરિયાદો હશે તે ફરિયાદોનું તાત્કાલિક નિવારણ લાવવામાં આવશે. શાળાઓ અને હોલમાં લોકોના રહેવાની વ્યવસ્થા અમદાવાદ શહેરમાં ભારે વરસાદની પરિસ્થિતિને લઈને જે પણ વિસ્તાર નિચાણવાળો છે અને વધુ પાણી ભરાવવાની સંભાવના છે એવા વિસ્તારોમાં રહેતા નાગરિકોને મ્યુનિસિપલ શાળાઓ અને હોલમાં રહેવા માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે જેથી જે નાગરિકોનું સ્થળાંતર કરવામાં આવશે તેમને રહેવા માટેની તમામ વ્યવસ્થા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે શહેરમાં બે દિવસ ભારે વરસાદની પરિસ્થિતિના પગલે તમામ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરો, ઝોનના એડિશનલ સીટી ઇજનેરો તેમજ ઇજનેરો અને અધિકારીઓ તેમજ કર્મચારીઓ બે દિવસ ફિલ્ડમાં રહેશે તેમ જ મેયર અને ડેપ્યુટી મેયર તેમજ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના પદાધિકારીઓ સાથે સંકલનમાં રહીને કામગીરી કરવામાં આવશે. સતર્કતા રાખવી પણ જરૂરી આવતીકાલે રેડ એલર્ટ છે. બની શકે છે કે હવામાન વિભાગની જે આગાહી છે એ જો સાચી પડે તો ખૂબ મોટું છે. હવામાન બાબતે આપણને ગંભીરતા રાખવા માટે જણાવ્યું છે, સતર્કતા પણ રાખવી જરૂરી છે, જેને ધ્યાને લઈ રજા જાહેર કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    દેવાયત ખવડ મારફતે વકીલને કેસને હટી જવા દબાણ કર્યાનો મામલો:મહિલા DySP સામે ગંભીર આક્ષેપ બાદ હાઈકોર્ટનો અમદાવાદ ગ્રામ્ય SPને તપાસનો આદેશ
    Next Article
    તરઘરામાં કાનૂની સેવા સમિતિ દ્વારા જાગૃતિ સેમિનાર:ગુડ ટચ-બેડ ટચ, પોક્સો અને સાયબર ક્રાઈમ અંગે માર્ગદર્શન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment