Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    DPSની બસે અડફેટે લેતા મોપેડ પર જતા યુવકનું ઘટનાસ્થળે મોત:ડ્રાઇવર-કંડકટર બસ અને બાળકોને મૂકીને ફરાર, પલ્લવ ચાર રસ્તા પાસેની ઘટના

    1 day ago

    શુક્રવારે બપોરે 2:15 વાગ્યાની આસપાસ શાસ્ત્રીનગર રોડ પલ્લવ ચાર રસ્તા પાસે ડીપીએસ સ્કૂલની બસે મોપેડ પર જતા એક યુવકને અડફેટ લેતા યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. અકસ્માત બાદ ડીપીએસ બસના ડ્રાઇવર અને કંડકટર બંને બસ અને બાળકોને ત્યાં જ મૂકીને ફરાર થઈ ગયા હતા. શહેરના શાસ્ત્રીનગર વિસ્તારમાં પલ્લવ ચાર રસ્તા પાસે બપોરના સમયે ઈલેકટ્રિક સ્કૂટર પર યુવક જઈ રહ્યો હતો ત્યારે ચાર રસ્તા પાસે બોપલ DPS સ્કૂલના બસ ચાલકે સ્કૂટર ચાલકને અડફેટે લીધો હતો. જેના કારણે બસની નીચે આવી જતા યુવકનું ઘટનાસ્થળ પર જ મોત થયું છે. ઘટનાની જાણ ટ્રાફિક પોલીસને થતાં બી ડિવિઝન ટ્રાફિક પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી. ઘટના સ્થળ પર લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા. બસ ચાલક બસ મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પોલીસ સ્થળ ઉપર પહોંચી ત્યારે લોકોના ટોળા ભેગા થયા હતા અને આ બાબતે યુવકની ઓળખ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા યુવક કોણ છે તેની તપાસ કરી તેના પરિવારજનોને જાણ કરવાની અને લાશને પીએમ માટે મોકલવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં નવી વોટર લાઇન કામગીરીનું નિરીક્ષણ:મનપાના મેયર ઉત્તમ સુરાણીએ પાણી યોજનાની સ્થળ સમીક્ષા કરી
    Next Article
    દાહોદ કૉલેજમાં 70 વિદ્યાર્થિનીઓને કિચન ગાર્ડનિંગની તાલીમ:બાગાયત વિભાગ અને SSIP 2.0 દ્વારા પ્રાકૃતિક ખેતી, ખાદ્ય ચીજોના કૌશલ્યો શીખવાડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment