Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં નવી વોટર લાઇન કામગીરીનું નિરીક્ષણ:મનપાના મેયર ઉત્તમ સુરાણીએ પાણી યોજનાની સ્થળ સમીક્ષા કરી

    1 day ago

    મોરબી શહેરમાં ભવિષ્યમાં વધુ સુવ્યવસ્થિત, નિયમિત અને શુદ્ધ પીવાના પાણીની સુવિધા પૂરી પાડવા માટે મહાનગરપાલિકા દ્વારા મહત્ત્વાકાંક્ષી નવી વોટર લાઇન યોજના હાથ ધરવામાં આવી છે. આજે મેયર ઉત્તમ સુરાણીએ આ કામગીરીનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું. આ સમયે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, મહાનગરપાલિકાના અધિકારીઓ અને ઇજનેરો પણ ઉપસ્થિત રહ્યા હતા. મેયરે લખધીરપુર રોડ, જેટકો સ્ટેશન રોડ, પનેલી તળાવ વિસ્તાર, શોભેશ્વર વિસ્તાર અને ફિલ્ટર રોડ સહિત પાંચ સ્થળોએ ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરી હતી. તેમણે અધિકારીઓને કામગીરી ગુણવત્તાસભર, ઝડપી અને નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવા તેમજ કોઈપણ પ્રકારની બેદરકારી ન રાખવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી. મહાનગરપાલિકાના જણાવ્યા અનુસાર, નવા ફિલ્ટર પ્લાન્ટ, વોટર સ્ટોરેજ અને મજબૂત પાણી પુરવઠા માળખું તૈયાર થવાથી શહેરના પાણી વિતરણમાં નોંધપાત્ર સુધારો થશે. ખાસ કરીને મહેન્દ્રનગર સહિત આસપાસના વિસ્તારોમાં નિયમિત અને પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી ઉપલબ્ધ થશે, જેનાથી લાંબા સમયથી ચાલી આવતી પાણીની સમસ્યાનું કાયમી નિરાકરણ આવશે તેવી અપેક્ષા છે.
    Click here to Read More
    Previous Article
    TRP ગેમઝોન અગ્નિકાંડની સુઓમોટોમાં HCનો વચગાળાનો ચુકાદો:ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરા, ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓ ગૌતમ જોષી, મુકેશ મકવાણા, જયદીપ ચૌધરી, રાજેશ મકવાણા ડિસમિસ
    Next Article
    DPSની બસે અડફેટે લેતા મોપેડ પર જતા યુવકનું ઘટનાસ્થળે મોત:ડ્રાઇવર-કંડકટર બસ અને બાળકોને મૂકીને ફરાર, પલ્લવ ચાર રસ્તા પાસેની ઘટના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment