Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દાહોદ કૉલેજમાં 70 વિદ્યાર્થિનીઓને કિચન ગાર્ડનિંગની તાલીમ:બાગાયત વિભાગ અને SSIP 2.0 દ્વારા પ્રાકૃતિક ખેતી, ખાદ્ય ચીજોના કૌશલ્યો શીખવાડાયા

    1 day ago

    દાહોદની નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કૉલેજમાં કિચન ગાર્ડનિંગ અને પ્રાકૃતિક ખેતી વિષય પર દ્વિ-દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં 70 વિદ્યાર્થિનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત આ કૉલેજ ખાતે SSIP 2.0 અને જિલ્લા બાગાયત વિભાગના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમના સમાપન પ્રસંગે આચાર્ય ડૉ. બી.આર. બોદરે ઉપસ્થિત સૌનું સ્વાગત કર્યું હતું. તાલીમ દરમિયાન બાગાયત વિભાગના અધિકારી એચ.બી. પારેખે જણાવ્યું હતું કે, દેશમાં આશરે 26% ફળો અને શાકભાજીનો બગાડ થાય છે, જે ચિંતાજનક છે. યુવા પેઢીએ જાગૃત થઈને પોતાના ઘરના આંગણે જ શાકભાજી અને ફળો ઉગાડવા જોઈએ. તેમણે રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી અપનાવવા પર ભાર મૂક્યો હતો. પારેખે વધુમાં ઉમેર્યું હતું કે, આજના સમયમાં ડાયાબિટીસ અને કેન્સર જેવા ગંભીર રોગોથી બચવા માટે ઘરેલું ઉત્પાદનો સર્વોત્તમ છે. તેમણે વિદ્યાર્થિનીઓને ટામેટા જેવી ખેતપેદાશોમાંથી મૂલ્યવર્ધિત ચીજો બનાવી આર્થિક રીતે પગભર થવા પણ પ્રેરણા આપી હતી. પંકજ ધારવાએ 'વેસ્ટમાંથી બેસ્ટ'ના ઉદાહરણ સાથે ટામેટામાંથી કેચઅપ બનાવવાની પ્રક્રિયા સમજાવી હતી અને પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન કર્યું હતું. પ્રિયેશ ઠાકરે વર્મિક્યુલાઇટ, પરલાઈટ, કોકોપિટ અને કમ્પોસ્ટ ખાતરના ઉપયોગ વિશે તકનીકી માહિતી પૂરી પાડી હતી. તાલીમના વ્યવહારુ ભાગરૂપે, વિદ્યાર્થિનીઓએ જાતે ખજૂર બોલ, જામફળનું શરબત, વરિયાળીનું શરબત, મુખવાસ અને કાચી કેરીનો મુરબ્બો બનાવતા શીખ્યું હતું. આ ઉત્પાદનોના સ્વાદનો ત્યાં ઉપસ્થિત તમામ મહાનુભાવોએ આનંદ લીધો હતો. કાર્યક્રમમાં કૉલેજના વાઇસ પ્રિન્સિપાલ ડૉ. હરેશ કે. પંચાલ, સમિતિના કો-ઓર્ડીનેટર ડૉ. એ.જે. પઠાણ સહિતના અધ્યાપકગણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે તાલીમાર્થીઓને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્રો એનાયત કરાયા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. અનિલ ખાવડુએ કર્યું હતું, જ્યારે આભારવિધિ ડૉ. જે.જે. વણઝારા દ્વારા કરવામાં આવી હતી. આ તાલીમથી વિદ્યાર્થીનીઓમાં સ્વાવલંબન અને પ્રાકૃતિક જીવનશૈલી પ્રત્યે નવી જાગૃતિ જોવા મળી હતી.
    Click here to Read More
    Previous Article
    DPSની બસે અડફેટે લેતા મોપેડ પર જતા યુવકનું ઘટનાસ્થળે મોત:ડ્રાઇવર-કંડકટર બસ અને બાળકોને મૂકીને ફરાર, પલ્લવ ચાર રસ્તા પાસેની ઘટના
    Next Article
    જૂનાગઢમાં ગિરનારની 36 કિમીની દૂધધારા પરિક્રમા:સારા વરસાદની આસ્થા સાથે 72 વર્ષ જૂની પરંપરા મુજબ તમામ શિવાલયોમાં દૂધાભિષેક, 100 લિટરથી વધુ દૂધ માલધારીઓ વિનામૂલ્યે આપે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment