Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટની પરિણીતાને સુરતના સાસરિયાઓનો ત્રાસ:વ્હોટસએપ DPના વખાણથી આકર્ષાયેલી યુવતીને પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમલગ્ન કરવા ભારે પડ્યા

    11 hours ago

    રાજકોટમાં 28 વર્ષીય પરિણીતાએ સુરતમાં રહેતા પતિ સહિત પાંચ સાસરિયાઓ સામે શારીરિક-માનસિક ત્રાસ અને મારપીટ અંગે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. વોટ્સએપ ડીપીના વખાણથી શરૂ થયેલા પ્રેમસંબંધ બાદ પરિણીતાએ પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમ લગ્ન કર્યા હતા. જોકે લગ્ન પછી સાસરિયાઓના મેણા-ટોણા, ઘરસંસારમાં દખલગીરી અને પતિ દ્વારા અપાતા ત્રાસથી કંટાળીને અંતે પરિણીતાએ કાયદાકીય આશરો લેવાની ફરજ પડી છે. મૂળ બાબરાના રાણપર ગામની વતની અને હાલ રાજકોટમાં બહેન સાથે રહીને ટુરીઝમ ઓફિસમાં નોકરી કરતી શીતલબેન ભાદાણીએ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં પતિ ધર્મેશ રમેશભાઈ ભાદાણી, સસરા રમેશભાઈ, સાસુ હંસાબેન, જેઠ મંથન અને જેઠાણી હિના (તમામ રહે. મોટા વરાછા, સુરત) સામે ગુનો નોંધાવ્યો છે. બી.કોમ. સુધી અભ્યાસ કરનાર શીતલબેન વર્ષ 2023માં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હતા ત્યારે અજાણ્યા નંબર પરથી આવેલો વોટ્સએપ મેસેજ આ વિવાદનું મૂળ બન્યો હતો. ગત ઓક્ટોબર 2023માં ધર્મેશ ભાદાણીએ શીતલના વોટ્સએપ ડીપીના વખાણ કરી પરિચય કેળવ્યો હતો. અવારનવારની વાતચીત બાદ પરિણીતા સુરત ગઈ હતી અને લગ્નની વાતચીત કરી હતી. જોકે શીતલબેનના પરિવારે આ લગ્ન માટે સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. તેમ છતાં ડિસેમ્બર 2023માં ધર્મેશ તેને રાજકોટથી સુરત લઈ ગયો હતો અને રામનાથ મંદિર ખાતે પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કરી લીધા હતા. જે બાદ ફેબ્રુઆરી 2024માં પરિણીતા કાયમી ધોરણે સુરત સાસરે રહેવા જતી રહી હતી.સાસરે પહોંચ્યા બાદ થોડા જ સમયમાં પરિણીતાની મુશ્કેલીઓ શરૂ થઈ ગઈ હતી. જેઠાણી સગર્ભા હોવાથી ઘરમાં અંદરોઅંદર ઝઘડા થતા હતા અને સાસુ-જેઠાણી શીતલની તબિયત સારી ન હોવા છતાં તેની પાસે ઘરકામ કરાવી મેણા-ટોણા મારતા હતા. ત્યારબાદ સાસરિયાઓએ બંનેને અલગ રહેવા જવાનું કહેતા તેઓ અમરોલી ખાતે ભાડાના મકાનમાં રહેવા ગયા હતા. જ્યાં પણ સસરા અને જેઠ દ્વારા પતિની સતત ચઢામણી કરવામાં આવતી હોવાથી પતિ અવારનવાર ઝઘડા કરતો હતો. જે દરમિયાન શીતલબેન સરકારી નોકરીની ભરતી પરીક્ષાની તૈયારી માટે ગાંધીનગર પીજીમાં રહેવા ગયા હતા. જૂન 2026માં જ્યારે તેઓ સુરત પાછા આવ્યા ત્યારે પતિએ પોલીસ સ્ટેશનમાં જઈને છૂટાછેડા લેવાની માંગ સાથે ઝઘડો કર્યો હતો. જોકે પોલીસે સમાધાન કરાવતા બંને હોટલમાં રોકાયા હતા. જ્યાં પતિના ફોનમાં અન્ય કોઈ છોકરીનો ફોન આવતા શીતલે પૂછપરછ કરી હતી. જેથી ઉશ્કેરાયેલા પતિએ તેને ઢીકાપાટુનો ઢોર માર માર્યો હતો. જે પછી 13 જૂને પરિણીતા પરીક્ષા આપવા વડોદરા ગઈ હતી. બીજા જ દિવસે પતિએ ફોન કરીને "હું જાઉં છું, આજ પછી મને શોધતી નહીં" કહીને ફોન બંધ કરી દીધો હતો. પરિણીતાએ સંપર્ક કરવાનો પ્રયાસ કરતા જેઠે જણાવ્યું હતું કે ધર્મેશ કપડાંનો થેલો લઈને ક્યાંક જતો રહ્યો છે અને હવે સાસરે પાછા આવવું નહીં તેમ કહી ફોન કાપી નાખ્યો હતો.સાસરિયાઓ અને પતિ દ્વારા સંપૂર્ણપણે તરછોડી દેવાતા પીડિતા પરત રાજકોટ આવી ગઈ હતી. જે બાદ રાજકોટ મહિલા પોલીસ મથકમાં પતિ, સાસુ-સસરા, જેઠ અને જેઠાણી વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ગણદેવીના મેંધર ગામે ગેરકાયદેસર ઝીંગા તળાવો પર બુલડોઝર ચાલ્યું:13000 ચોરસ મીટરથી વધુ જમીન દબાણમુક્ત કરાઈ, તંત્રની કાર્યવાહી ચાલુ રહેશે
    Next Article
    વલસાડમાં ગણેશ વિસર્જન યાત્રા સમયસર શરૂ કરવા આદેશ:પ્રાંત અધિકારીએ મોટા આયોજકો સાથે સમીક્ષા બેઠક યોજી, સમયપાલન પર ભાર મુકાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment