Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'DON' બનતા પહેલા રણવીર સિંહ ફસાયો!:ફિલ્મ વર્કર્સ એસોસિએશને ઇન્ડસ્ટ્રીમાંથી બૅન કર્યો, 'ડોન-3' છોડવાના કારણે ફરહાન કરી હતી ફરિયાદ

    6 दिन पहले

    બોલિવૂડ એક્ટર રણવીર સિંહ પર 'ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝ' (FWICE) દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ નિર્ણય સોમવારે સાંજે ફિલ્મ 'ડોન 3' ને લઈને ફિલ્મમેકર અને એક્ટર ફરહાન અખ્તર સાથે થયેલા વિવાદ બાદ લેવામાં આવ્યો હતો. રણવીર સિંહના અચાનક આ ફિલ્મમાંથી બહાર નીકળી જવા બાદ ફરહાને વર્કર્સ એસોસિએશન (FWICE)ને તેની ફરિયાદ કરી હતી. FWICE એ આ મામલે રણવીર સિંહ વિરુદ્ધ અસહકારનો નિર્દેશ જારી કર્યો છે. ઇન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીને રણવીર સાથે કામ ન કરવા માટે કડક સૂચનાઓ જારી કરવામાં આવી છે. અગાઉ, ફેડરેશનના મુખ્ય સલાહકાર, અશોક પંડિતે જણાવ્યું હતું કે ઇન્ડસ્ટ્રીને આ રીતે બરબાદ થવા દેવામાં આવશે નહીં. અશોક પંડિતે આ મામલે બોમ્બે ટાઈમ્સ સાથેની વાતચીતમાં કહ્યું- આ ખૂબ જ ગંભીર મામલો છે, અને આ ટ્રેન્ડ બિલકુલ ખોટો છે. શૂટ શરૂ થવાના માત્ર 10 દિવસ પહેલા તમે કોઈ પ્રોજેક્ટમાંથી પાછા હટી શકતા નથી. પહેલા અમે આંતરિક બેઠક કરીશું, ત્યારબાદ જ કોઈ નિર્ણય લઈશું. આગળ તેમણે કહ્યું, “હવે અમે તે જ કરીશું જે સાચું અને ન્યાયી હશે. અમે ઇન્ડસ્ટ્રીને આ રીતે બરબાદ થવા દઈશું નહીં. કાલે કોઈ પણ ફિલ્મ છોડીને જતું રહેશે. અમે જે પણ પગલાં લઈશું, તે ઇન્ડસ્ટ્રીના હિતમાં જ હશે.” શું છે ‘ડોન 3’નો આખો વિવાદ? 'ડોન 3' કાસ્ટિંગ વિવાદ પર આજે લગભગ 5 વાગ્યે મુંબઈમાં ફેડરેશન દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રેસ કોન્ફરન્સમાં વિવાદ પર થયેલા સત્તાવાર નિર્ણયની જાણકારી આપવામાં આવી. ફરહાન અખ્તરે વર્ષ 2023માં ફિલ્મ 'ડોન 3'ની ઘોષણા, એક્ટર રણવીર સિંહ સાથે કરી હતી. 1978માં આવેલી અમિતાભ બચ્ચન અભિનીત ફિલ્મ ડોન અને શાહરુખ અભિનીત ડોન (2006) પછી આ ડોન ફ્રેન્ચાઇઝીની ત્રીજી ફિલ્મ છે. જાહેરાત સમયે કિયારા અડવાણીને ફિલ્મમાં કાસ્ટ કરવામાં આવી હતી. પરંતુ પ્રેગ્નન્સી અને મેટરનિટી બ્રેકના કારણે કિયારાએ ફિલ્મ છોડી દીધી, જેના પછી ક્રિતી સેનનને કાસ્ટ કરવાના સમાચાર રહ્યા. આ ફિલ્મ ફરહાન અખ્તર, હોમ પ્રોડક્શન એક્સેલ એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ બનાવી રહ્યા હતા. ડોન 3 ને ચાલુ રાખવા માટે ફરહાને પોતાની બીજી ફિલ્મ જી લે ઝરા પોસ્ટપોન કરી દીધી. ફિલ્મ મોડી પડતાં રણવીર સિંહ ધુરંધરમાં વ્યસ્ત થઈ ગયા. રિપોર્ટ્સ હતા કે 2025માં ડોન 3નું શૂટિંગ શરૂ થશે, પરંતુ પછી અચાનક રણવીર સિંહે ફિલ્મ છોડી દીધી. મેકર્સનો આરોપ છે કે રણવીર સ્ક્રિપ્ટમાં હસ્તક્ષેપ કરી રહ્યા હતા. તે ગાળાગાળી અને હિંસક દ્રશ્યોની માંગ કરી રહ્યા હતા, પરંતુ મેકર્સ આના પર રાજી ન થયા. મિડ ડેના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે રણવીરે ફિલ્મ છોડી દીધી છે અને તે જલ્દી જ ફિલ્મનો સાઈનિંગ અમાઉન્ટ પણ પરત કરી દેશે. જ્યારે મેકર્સ પહેલાથી જ પ્રી-પ્રોડક્શન, વિલંબ અને રી-વર્કના કારણે ફિલ્મ પર ખર્ચ કરી ચૂક્યા હતા. આના પર ફરહાન અખ્તરે પ્રોડ્યુસર્સ ગિલ્ડમાં ફરિયાદ કરીને 40 કરોડ રૂપિયાના વળતરની માંગણી કરી. તેનું કહેવું હતું કે પ્રી-પ્રોડક્શન, શૂટિંગ શેડ્યૂલમાં ફેરફારને કારણે તેને ભારે નુકસાન થયું છે. ત્યારે આમિર ખાને પણ મધ્યસ્થી કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ વાત બની નહીં. પ્રોડ્યુસર ગિલ્ડે બંને પક્ષોને સમાધાન માટે સમય પણ આપ્યો, પરંતુ ત્યારે પણ કોઈ ઉકેલ આવ્યો નહીં.
    Click here to Read More
    Previous Article
    ધર્મેન્દ્રને મરણોત્તર પદ્મ વિભૂષણ, હેમા માલિનીએ સન્માન સ્વીકાર્યું:મહિલા ક્રિકેટની વર્લ્ડ ચેમ્પિયન હરમનપ્રીતને પદ્મશ્રી મળ્યો, રાષ્ટ્રપતિ ભવનમાં સમારોહ ચાલુ
    Next Article
    'કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યો ત્યારે મને 2 કરોડ આપ્યા':'અન્ય ને તો 50 લાખ આપે છે', સીઆરના સમયમાં આવેલા સીજે ચાવડાની ઓડિયો ક્લિપ વાઇરલ

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment