Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યો ત્યારે મને 2 કરોડ આપ્યા':'અન્ય ને તો 50 લાખ આપે છે', સીઆરના સમયમાં આવેલા સીજે ચાવડાની ઓડિયો ક્લિપ વાઇરલ

    6 दिन पहले

    મહેસાણા જિલ્લો છેલ્લા કેટલાક સમયથી એક બાદ એક ભાજપના નેતાઓની કથિત ઓડિયો ક્લિપ સામે આવી રહી છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને રાજ્યસભા સાંસદ મયંક નાયક વિશે ટીપ્પણીઓની ઓડિયો વાઇરલ થયા બાદ હવે ત્રીજી ઓડિયો ક્લિપ સામે આવી છે. હવે જિલ્લા ભાજપના વધુ એક દિગ્ગજ નેતાની સ્ફોટક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં રાજકીય વર્તુળો ભારે ચકચાર મચી ગઈ છે. આ વાયરલ ઓડિયો ક્લિપ વિજાપુરના ધારાસભ્ય સી.જે. ચાવડાની હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ માનવામાં આવી રહ્યું છે. આ ક્લિપમાં ચૂંટણીલક્ષી રણનીતિ અને નાણાંની લેવડદેવડ અંગેની અત્યંત ચોંકાવનારી અને સ્ફોટક વાતો સામે આવી છે, જેના કારણે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ઉલ્લેખનીય છે કે, સી.જે. ચાવડાએ તત્કીલન ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના કાર્યકાળ દરમિયાન ભાજપમાં જોડાયા હતા. ‘મતદાન માટે પૈસા આપીને આપણે મતો મેળવી લીધા છે’ વાઇરલ થયેલી આ કથિત ઓડિયો ક્લિપમાં ચૂંટણી દરમિયાન મતદારોને રીઝવવા માટે પૈસાની વહેંચણી કરવામાં આવી હોવાનો ખુલ્લો સ્વીકાર કરવામાં આવ્યો છે. કથિત ઓડિયો ક્લિપમાં સીજે ચાવડા એવું કહેતા સંભળાય છે કે, મતદાન માટે પૈસા આપીને આપણે મતો મેળવી લીધા છે. ‘કોંગ્રેસમાંથી આવ્યો ત્યારે મને બે કરોડ આપ્યા’ આ ઉપરાંત, પક્ષ પલટા અને ટિકિટના ગણિત અંગે મોટો ખુલાસો કરતા જણાવ્યું કે, 'હું જ્યારે કોંગ્રેસમાંથી આવ્યો અને વિધાનસભાની ચૂંટણી લડ્યો, ત્યારે મને બે કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા.' ભાજપમાં અન્ય નેતાઓને મળતા ચૂંટણી ફંડ અંગે કટાક્ષ કરતા ક્લિપમાં ઉમેરાયું છે કે, તેઓ કોંગ્રેસમાંથી આવ્યા હોવાના કારણે તેમને બે કરોડ રૂપિયા મળ્યા હતા, બાકી અન્ય કોઈને પચાસ લાખ રૂપિયાથી ઉપર એક પણ પૈસો આપવામાં આવતો નથી. આ ઓડિયો ક્લિપમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંગેની વ્યૂહરચનાનો પણ ઉલ્લેખ છે, જેમાં તાલુકા પંચાયત સ્તરે સર્વે કરાવીને પચાસ-પચાસ હજાર રૂપિયા આપવાની વાત કરવામાં આવી છે. તેમજ જે ઉમેદવાર સાવ ગરીબ હોય, તેને ચૂંટણી લડવા માટે 50 હજાર રૂપિયાની સહાય આપવાની ચર્ચા પણ સંભળાઈ રહી છે. રાજકીય વિશ્લેષકોના અનુમાન મુજબ, આ ઓડિયો ક્લિપ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયની હોઈ શકે છે. મહેસાણા ભાજપમાં એકપછી એક આવી ઓડિયો ક્લિપો વાયરલ થવાના કારણે પક્ષની આંતરિક જૂથબંધી અને ચૂંટણી પ્રક્રિયામાં નાણાંના પ્રભાવને લઈને વિપક્ષને બેઠા બેઠા મોટો મુદ્દો મળી ગયો છે, જ્યારે સામાન્ય જનતામાં પણ આ બાબતે તીવ્ર ચર્ચાઓ જાગી છે. જોકે આ બાબતે વિજાપુરના ધારાસભ્ય સી.જે.ચાવડા ને ઓડિયો ક્લિપ બાબતે પૂછવા ભાસ્કરે સંપર્ક કરતા તેઓએ બે થી ત્રણ વાર ફોન ઉપાડવાનું ટાળ્યું હતું.જેથી સંપર્ક થઈ શક્યો નહોતો. ‘લોકતંત્રની હત્યા કરી ખરીદ વેચાણ સંઘ શરૂ કર્યો’ આ બાબતે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી એ ભાજપની નીતિ અંગે ટીકા કરતા કહ્યું કે, કોંગ્રેસના અને અન્ય પક્ષના લોકોને યેનકેન પ્રકારે તોડવા માટે ધનબળ, બાહુબળ, જુદા જુદા કેસો અને વિવિધ લોભ લાલચો આપવામાં આવી જેના અનેક ઉદાહરણો આપણી સામે છે ત્યારે જે રીતનો આ ઓડિયોસામે આવ્યો છે એ ઓડિયો વિશે તંત્ર જ કહી શકે પણ એટલું નિશ્ચિત છે કે અમે પેહલા થી જ કહેતા હતા. ભાજપની અંદર કરોડો રૂપિયાના કાળા નાણાંના કારણે બહુ મોટા પાયે ખરીદ કેન્દ્રો ચાલુ કર્યા છે અને આ ખરીદ કેન્દ્રોમાં દર વખતે કોંગ્રેસના ઉમેદવાર હોય કોંગ્રેસના ધારાસભ્યો હોય આગેવાન હોય તેને યેનકેન પ્રકારે દબાણ લાવવામાં આવે અને તેમને લોભ લાલચ આપીને નાણાંની લાલચ આપવામાં આવે.છે તેવું અમે સ્પષ્ટપણે કીધું પણ આ ઓડિયો જે રીતે સામે આવ્યો છે અને તે ઓડિયોની ખરાઈ કરવી જોઈએ અને તે હકીકત સ્પષ્ટ છે કે, અમે જે કહેતા હતા વારંવાર કે ભારતીય જનતા પાર્ટી કરોડો રૂપિયાના કાળા નાણાં થી ખરીદ વેચાણ સંઘ ચલાવે છે અને લોકતંત્રની હત્યા કરે છે. ગાંધીના ગુજરાત અને લોકતંત્ર માટે પણ ચિંતા નો વિષય છે હવે જ્યારે આ ઓડિયો સામે આવ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની કરની અને કથની સામે આવી ગઈ છે અને આ કથની પછી તેમણે ગુજરાતને સત્ય હકીકત જણાવવી જોઈએ. કોણ છે સી.જે.ચાવડા? રાજકારણમાં પ્રવેશ્યા પહેલા સી.જે. ચાવડા ગુજરાત સરકારમાં મોટા અધિકારી હતા. સી.જે. ચાવડાની કાર્યશૈલી જોઈને શંકરસિંહ વાઘેલાએ તેમને રાજકારણમાં પ્રવેશવા અપીલ કરી હતી. જે બાદ તેઓએ 2002માં ગાંધીનગર સીટ પરથી વિધાનસભા ચૂંટણી લડી હતી અને તે સમયના ભાજપના મંત્રીને મોટી સરસાઈથી હરાવ્યા હતા. 2007ની ચૂંટણી હારી ગયા હતા અને 2017ની વિધાનસભાની ચૂંટણી ફરીથી જીત્યા હતા. ડિસેમ્બર 2017માં વિધાનસભાની ચૂંટણી દરમિયાન ગાંધીનગર ઉત્તરની બેઠક ડો.સી.જે.ચાવડા સાડા ચાર હજાર મતે જીત્યા હતા. જે બાદ કોંગ્રેસે 16 મહિના પછી 2019 લોકસભાની ચૂંટણી જંગમાં ગાંધીનગર બેઠક ઉપર ભાજપના તત્કાલીન રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની સામે સ્થાનિક ધારાસભ્ય ડો.સી.જે.ચાવડાને જ ઉતાર્યા હતા. જો કે આ પરિણામોમાં સી.જે.ચાવડાએ હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે 2022 વિધાનસભા ચૂંટણીમાં સી.જે.ચાવડાએ પોતાની બેઠક બદલી મહેસાણા જિલ્લાની વિજાપુર બેઠક પસંદ કરી હતી. ત્યાર બાદ 12 ફેબ્રુઆરી, 2024ના રોજ તેઓ ભાજપમાં જોડાયા અને વિજાપુરથી પેટાચૂંટણી લડી વિધાનસભા પહોંચ્યા હતા. આ પહેલાં ત્રણ દિવસમાં વાઇરલ થયેલી બે ઓડિયો ક્લિપના અહેવાલ વાંચો જિ.પં.ના પૂર્વ પ્રમુખના પતિનો બફાટ; ‘મયંક નાયક મારા માટે ઝીરો’ આ પહેલાં 23 મેના રોજ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ તૃષાબેન પટેલના પતિ પિન્ટુ પટેલ અને મૌલિક પટેલ વચ્ચે થયેલી વાતચીતની એક ક્લિપ બહાર આવતા મહેસાણાના રાજકારણમાં ભારે ગરમાવો લાવી દીધો હતો. આ ક્લિપની અંદર પિન્ટુ પટેલ રાજ્યસભા સાંસદ મયક નાયક વિશે અપમાનજનક શબ્દો બોલી રહ્યા હતા.(વાંચો સંપૂર્ણ અહેવાલ) મહેસાણા ભાજપના કોર્પોરેટરનો બફાટ, 'મેં નીતિન પટેલનું પિક્ચર પૂરૂ કરી નાખ્યું' મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણી બાદ વોર્ડ-8માંથી ચૂંટાયેલા કોર્પોરેટર ચંદ્રકાંત પટેલની એક ઓડિયો ક્લિપ શુક્રવારે વાઈરલ થઈ હતી. જેમાં ચંદ્રકાંત પટેલ ભાજપના અન્ય એક નેતા સાથે ચૂંટણી મુદ્દે વાત કરી રહ્યા હતા. આ દરમિયાન ચંદ્રકાંત પટેલ એવું કહેતા જણાઈ આવ્યા હતા કે તેમણે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું પિક્ચર પૂરૂ કરી નાખ્યું હતું.(વાંચો સંપૂર્ણ સમાચાર)
    Click here to Read More
    Previous Article
    'DON' બનતા પહેલા રણવીર સિંહ ફસાયો!:ફિલ્મ વર્કર્સ એસોસિએશને ઇન્ડસ્ટ્રીમાંથી બૅન કર્યો, 'ડોન-3' છોડવાના કારણે ફરહાન કરી હતી ફરિયાદ
    Next Article
    હોટેલમાં વેપારીનું માથું કાપી ટ્રાવેલ બેગમાં ડેડબોડી ભરી અડાલજમાં ફેંકી:નામ બદલીને બીજા લગ્ન કર્યા; અમદાવાદમાં 1994માં હત્યા કરનારો અને ફાંસીની સજા પામેલો શખ્સ 13 વર્ષે ઝડપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment