Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સમાં ગુજરાત ટીમને સિલ્વર મેડલ:હિંમતનગર DLSS ની ટ્વિંકલ હડુલાએ યોગદાન આપ્યું

    2 days ago

    છત્તીસગઢના રાયપુર ખાતે યોજાયેલી ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સ 2026માં ગુજરાતની ટીમે 4x100 મીટર ફ્રીસ્ટાઇલ રિલે સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો છે. આ સિદ્ધિથી રાજ્યને ગૌરવ પ્રાપ્ત થયું છે. મેડલ વિજેતા ટીમમાં મેડા દિશા (DLSS વડોદરા), મહિમા ચૌહાણ (દાહોદ), હડુલા ટ્વિંકલ (DLSS હિંમતનગર) અને પ્રિયાંશી પટેલ (સુરત)નો સમાવેશ થાય છે. ખેલાડીઓએ ઉત્કૃષ્ટ ટીમ વર્ક અને મહેનત દ્વારા આ સફળતા મેળવી છે. ખાસ કરીને હિંમતનગરની જિલ્લા કક્ષાની રમતગમત શાળા-DLSSની ખેલાડી હડુલા ટ્વિંકલનું પ્રદર્શન નોંધપાત્ર રહ્યું હતું. તેમના કોચ હેમલ વર્ધાનીના માર્ગદર્શન હેઠળ ટ્વિંકલે ટીમને સફળતા અપાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. સ્વિમિંગ કોચ હેમલ વર્ધાનીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે, ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સ 26 માર્ચ, ગુરુવારથી રાયપુર, છત્તીસગઢ ખાતે શરૂ થઈ હતી અને 30 માર્ચ સુધી ચાલશે. દેશભરમાંથી વિવિધ રમતોમાં કુલ 1400 ખેલાડીઓએ ભાગ લીધો છે. પ્રથમ દિવસે યોજાયેલી 4 X 100 મીટર ફ્રી સ્ટાઇલ રિલે સ્પર્ધામાં 20 ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાં ગુજરાતની ટીમ વિજયી બની અને ચારેય ખેલાડીઓને સિલ્વર મેડલ મળ્યા.
    Click here to Read More
    Previous Article
    ઘોડદોડ રોડના બંગલામાં ત્રાટકનાર 'મોડેલ ગેંગ' ઝડપાઈ:પોશ વિસ્તારમાં મોપેડ પર ફરી તસ્કરી માટે બંધ ઘર શોધતા; આરોપી સામે 25 ગુના
    Next Article
    ‘આજે મારી સહનશક્તિની હદ પૂરી થઈ ગઈ’:સુરતમાં પડોશીઓના ત્રાસથી કંટાળી મહિલાનો ફિનાઈલ પી આત્મહત્યાનો પ્રયાસ, VIDEO

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment