Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કુંભારવાડામાં સામાન્ય તકરારમાં લોહિયાળ હુમલો:DJના વાયર નીકળી જવા બાબતે ટેમ્પો ચાલક અને તેના પરિવાર પર તલવાર-પાઈપ લઈ શખસો તૂટી પડ્યા, 6 સામે ગુનો દાખલ

    11 hours ago

    વડોદરા શહેરના કુંભારવાડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ રહેમતનગર મસ્જિદ પાસે ઈદ-એ-મિલાદ પર્વ નિમિત્તે મુકેલા ડી.જે. સાથે ટેમ્પો અડી જતાં વાયર નીકળી જવા જેવી સામાન્ય બાબતમાં ઉશ્કેરાયેલા શખ્સોએ તલવાર, લોખંડની પાઈપ અને પથ્થર વડે ટેમ્પો ચાલક તથા તેના પરિવારજનો પર જીવલેણ હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ મામલે પોલીસે કાર્યવાહી કરી ત્રણ આરોપીઓને રાઉન્ડ અપ કરી વધુ તપાસ હાથ ધરી છે. ડી.જે. સાથે ટેમ્પો અડી જતા માથાકૂટ મળતી વિગતો અનુસાર, વડોદરાના ભાંડવાડા, રહેમતનગર ખાતે રહેતા અને ટેમ્પો ડ્રાઈવિંગ કરતા ફિરોજભાઈ ગુલામભાઈ મન્સુરી સવારના આશરે સાડા નવ વાગ્યાની આસપાસ પોતાનો ટેમ્પો લઈને નીકળ્યા હતા. તે દરમિયાન રહેમતનગર મસ્જિદ પાસે ઈદ-એ-મિલાદના તહેવાર નિમિત્તે મુકેલા ડી.જે. સાથે ટેમ્પો અડી જતાં વાયરો છૂટા પડી ગયા હતા. જેથી ત્યાં હાજર સ્થાનિક શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને ડી.જે.ના વાયરો તોડી નાખ્યા હોવાના આક્ષેપ સાથે ગંદી ગાળો બોલી ફિરોજભાઈ સાથે ઝઘડો શરૂ કર્યો હતો. તકરાર વધતાં આરોપીઓએ આજે તો તને પતાવી જ દેવો છે તેવી ધમકી આપી તલવાર, લોખંડની પાઈપ અને લાકડીઓ જેવા હથિયારો વડે હુમલો કર્યો હતો. જેમાં આરોપી રેહાન ઉર્ફે બાબાએ ફિરોજભાઈના માથાના ભાગે પથ્થર (બ્લોક) મારી ઈજા પહોંચાડી હતી. આ દરમિયાન ફરિયાદીના સાળા યાસીન નથ્થુખાન પઠાણ વચ્ચે છોડાવવા પડતાં, રેહાને તલવારનો ઘા મારી તેમના જમણા હાથના ખભા અને કોણી વચ્ચે ગંભીર ઈજા કરી હતી. હુમલાખોરો પૈકી મેરાજ ઉર્ફે પીરુએ મુસ્તાકખાન પઠાણના માથામાં લોખંડની પાઈપનો ફટકો મારી ઈજા પહોંચાડી હતી, જ્યારે મોઈન નામના શખ્સે મોહંમદ સફી પઠાણને બરડાના ભાગે લાકડીના ફટકા માર્યા હતા. આ ઉપરાંત સાહીલ મુબીન પઠાણ તથા અન્ય બે અજાણ્યા શખ્સોએ ફરિયાદી અને સાક્ષીઓને પકડી રાખી ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. 6 લોકો સામે ફરિયાદ, 3ને રાઉન્ડઅપ કરાયા આ હુમલા બાદ તમામ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે કુંભારવાડા પોલીસે ફિરોજભાઈની ફરિયાદના આધારે રેહાન ઉર્ફે બાબા, મેરાજ ઉર્ફે પીરુ, મોઈન, સાહીલ મુબીન પઠાણ તથા બે અજાણ્યા ઈસમો સહિત કુલ 6 લોકો સામે ગુનો નોંધી ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર ત્રણ આરોપીઓને રાઉન્ડ અપ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ગુજસીટોક સહિત 3 ગુનામાં નાસતા ફરતા 2 ઝડપાયા:મુખ્ય સૂત્રધાર હિમાંશુ સામે અગાઉ 16 ગુના નોંધાયેલા છે, 3 વખત પાસા હેઠળ જેલવાસ ભોગવી ચૂક્યો છે
    Next Article
    સિવિલ હોસ્પિટલની છબી સુધારવા પ્રયાસ:નાઈટ ડ્રેસમાં સાયકલ લઈને પહોંચ્યા ડો. કમલ ડોડીયા, ઊંઘતા તબીબો અને ગેરહાજર સ્ટાફમાં ફફડાટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment