Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિવિલ હોસ્પિટલની છબી સુધારવા પ્રયાસ:નાઈટ ડ્રેસમાં સાયકલ લઈને પહોંચ્યા ડો. કમલ ડોડીયા, ઊંઘતા તબીબો અને ગેરહાજર સ્ટાફમાં ફફડાટ

    13 hours ago

    રાજકોટ સિવિલ હોસ્પિટલની ખરડાયેલી છબી સુધારવા અને દર્દીઓને અદ્યતન તબીબી સુવિધાઓ સમયસર મળી રહે તે માટે નવનિયુક્ત તબીબી અધિક્ષક (મેડિકલ સુપ્રીટેન્ડન્ટ) ડો. કમલ ડોડીયાએ સપાટો બોલાવ્યો છે. ડો. ડોડીયા વહેલી સવારે નાઈટ ડ્રેસમાં સાયકલ ચલાવીને કોઈ પણ આગોતરી જાણ વગર અચાનક સિવિલ હોસ્પિટલના સરપ્રાઈઝ ચેકિંગમાં પહોંચી ગયા હતા. અધિક્ષકની આ ઓચિંતી મુલાકાતના પગલે હોસ્પિટલ પરિસરમાં ભારે અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી. આ નિરીક્ષણ દરમિયાન અમુક ઓનડ્યુટી રેસિડન્ટ તબીબો નિંદ્રાધીન જણાયા હતા તેમજ નર્સિંગ અને ક્લાસ-4 ના કેટલાક કર્મચારીઓ પોતાની ડ્યુટી પરથી ગેરહાજર મળી આવ્યા હતા. અધિક્ષકે ફરજ પ્રત્યે બેદરકારી દાખવનારા તમામ કર્મચારીઓને શિસ્તમાં રહેવા આકરી ચેતવણી આપી હતી. ઈમરજન્સી અને વોર્ડમાં તપાસ કરતા ટેબલો ખાલી મળ્યા સિવિલ હોસ્પિટલનો હવાલો સંભાળ્યા બાદથી જ ડો. કમલ ડોડીયાએ સિસ્ટમ સુધારવા માટે કમર કસી છે. અગાઉના દિવસે ઈમરજન્સી વિભાગનું નિરીક્ષણ કર્યા બાદ આજે વહેલી સવારે પણ તેમણે વિવિધ વોર્ડની ઓચિંતી મુલાકાત લીધી હતી. તપાસ દરમિયાન કેટલાક ટેબલો રેઢા પડ્યા હોવાનું અને સ્ટાફ પોતાની જગ્યાએથી ગાયબ હોવાનું સામે આવ્યું હતું. આ સ્થિતિ સામે આવતાં તેમણે તાત્કાલિક અસરથી તમામ ગેરહાજર કર્મચારીઓને નોટિસ પાઠવી શિસ્તબદ્ધ કામગીરી કરવા તાકીદ કરી હતી. આ સાથે હોસ્પિટલ પરિસરમાં અનધિકૃત રીતે પડ્યા-પાથર્યા રહેતા અસામાજિક તત્વોને તાત્કાલિક બહાર હાંકી કાઢવા સિક્યુરિટી એજન્સીને સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. વિભાગીય વડાઓ સાથે સમીક્ષા બેઠક સરપ્રાઈઝ વિઝિટ પૂર્ણ કર્યા બાદ અધિક્ષકે હોસ્પિટલના તમામ વિભાગીય વડાઓ (HODs) સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં દર્દીઓની સારવાર વ્યવસ્થા, દવાની ઉપલબ્ધતા, સ્વચ્છતા અને સુરક્ષા વ્યવસ્થાની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રભરમાંથી દરરોજ હજારો ગરીબ અને સામાન્ય દર્દીઓ આશા સાથે સારવાર માટે આવે છે, જેથી દર્દીઓ કે તેમના સગાંઓને કોઈપણ પ્રકારની અગવડ ન પડે તે જોવાની જવાબદારી દરેક કર્મચારીની છે. ફરજમાં કોઈપણ સ્તરે બેદરકારી સહન કરવામાં આવશે નહીં. 'મારે ઉત્તમ વર્ક કલ્ચર ઊભું કરવું છે': અધિક્ષક ડો. કમલ ડોડીયા સાયકલ સવારી અને નિરીક્ષણ અંગે સ્પષ્ટતા કરતાં ડો. કમલ ડોડીયાએ જણાવ્યું હતું કે સાયકલ ચલાવવી એ તેમની નિયમિત રૂટિન પ્રેક્ટિસ છે. હોસ્પિટલમાં દેશ અને રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી ડોક્ટરો ફરજ બજાવવા આવતા હોવાથી એક વડીલ અને કેપ્ટન તરીકે તેમની સાથે આત્મીયતા કેળવીને નવું પોઝિટિવ વર્ક કલ્ચર ઊભું કરવાનો તેમનો મુખ્ય ઉદ્દેશ્ય છે. તેમણે ઉમેર્યું હતું કે સામાન્ય માણસ સાથે હોસ્પિટલમાં કેવો વ્યવહાર થાય છે અને કામગીરીનું વાસ્તવિક સ્તર શું છે તે જાણવા માટે આ મુલાકાત લીધી હતી. ભવિષ્યમાં પણ આવી અણધારી તપાસ ચાલુ રહેશે જેથી સરકારી હોસ્પિટલ પર જનતાનો વિશ્વાસ વધુ મજબૂત બને.
    Click here to Read More
    Previous Article
    કુંભારવાડામાં સામાન્ય તકરારમાં લોહિયાળ હુમલો:DJના વાયર નીકળી જવા બાબતે ટેમ્પો ચાલક અને તેના પરિવાર પર તલવાર-પાઈપ લઈ શખસો તૂટી પડ્યા, 6 સામે ગુનો દાખલ
    Next Article
    વધુ એક સગીરા સાથે દુષ્કર્મ:કેટરર્સમાં કામે જતી સગીરાને ભોમેશ્વર વિસ્તારના શખ્સે પ્રેમજાળમાં ફસાવી ઓફિસમાં લઈ જઈ ચાર વખત શરીર સબંધ બાંધ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment