Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજસીટોક સહિત 3 ગુનામાં નાસતા ફરતા 2 ઝડપાયા:મુખ્ય સૂત્રધાર હિમાંશુ સામે અગાઉ 16 ગુના નોંધાયેલા છે, 3 વખત પાસા હેઠળ જેલવાસ ભોગવી ચૂક્યો છે

    10 hours ago

    વડોદરા શહેરમાં ગુજસીટોક સહિત વિવિધ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા અને ધરપકડથી બચવા માટે નાસતા ફરતા આરોપીઓ સામે ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી તેજ કરી છે. આ દરમિયાન વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે મળેલી બાતમીના આધારે હરણી રોડ તળાવ પાસે આવેલી ગોલ્ડન વ્યુ હોટલમાં દરોડો પાડી ગુજસીટોકના ગુનામાં નાસતા ફરતા બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી, એ દરમિયાન ક્રાઇમ ટીમને બાતમી મળી હતી કે, વારસિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુજસીટોકના ગુનામાં સંડોવાયેલા અને ધરપકડથી બચવા નાસતા ફરતા હિમાંશુ ઉર્ફે હેરી લુધવાણી તથા વરૂણ ઉર્ફે જેટલી હેમાણી હરણી રોડ તળાવ પાસે આવેલી ગોલ્ડન વ્યુ હોટલમાં રોકાયા છે. આ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે હોટલમાં તપાસ કરતાં બંને આરોપીઓ રૂમમાંથી મળી આવ્યા હતા. આરોપી હિમાંશુ ઉર્ફે હેરી રમેશકુમાર લુધવાણી, (ઉંમર.25 વર્ષ, રહે. એસ.કે. કોલોની, વારસિયા, વડોદરા, હાલ રહે.દ્વારકેશ સિટી, સોમા તળાવ, કપુરાઇ ચોકડી નજીક, વડોદરા) તથા વરૂણ ઉર્ફે જેટલી નંદલાલ હેમાણી, (ઉંમર 22 વર્ષ, રહે. શાંતિપ્રકાશ સોસાયટી, કુબેરનગર, અમદાવાદ) ની ધરપકડ કરીને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછ અને તપાસમાં બંને આરોપીઓ વારસિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુજસીટોકના ગુનામાં નાસતા ફરતા હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત હિમાંશુ ઉર્ફે હેરી સામે વારસિયા પોલીસ સ્ટેશનમાં મારામારી કરી લૂંટ કરવાનો ગુનો તથા સમા પોલીસ સ્ટેશનમાં વિદેશી દારૂના જથ્થા અંગેનો ગુનો પણ નોંધાયેલો હતો. આ બંને ગુનામાં પણ તે નાસતો ફરતો હતો. હિમાંશુ ઉર્ફે હેરી સામે વિદેશી દારૂ, મારામારી, આરોપીને ભગાડવામાં મદદગારી, મિલકતને આગ લગાડવા સહિતના કુલ 16 ગુના નોંધાયેલા છે. તેની ગુનાહિત પ્રવૃત્તિને પગલે તે અગાઉ ત્રણ વખત પાસા હેઠળ અલગ-અલગ જેલમાં જઈ ચૂક્યો છે. આરોપી હિમાંશુ સામે સમા, કારેલીબાગ, સિટી, વરણામા, દાહોદ જિલ્લાના ઝાલોદ, કુંભારવાડા, વારસિયા, વાડી, હરણી, નડિયાદ ટાઉન સહિતના પોલીસ સ્ટેશનોમાં પ્રોહિબિશન, મારામારી, આગચંપી, આરોપીને ભગાડવામાં મદદગારી અને અન્ય ગુનાઓ નોંધાયેલા છે. જ્યારે તાજેતરમાં તેની સામે વારસિયા પોલીસ સ્ટેશનમાં ગુજસીટોકનો ગુનો તેમજ માર મારી લૂંટ કરવાનો ગુનો અને સમા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધાયો હતો. બીજા આરોપી વરૂણ ઉર્ફે જેટલી હેમાણી સામે અગાઉ વિદેશી દારૂ અને મિલકતને નુકસાન પહોંચાડવા સહિતના 3 ગુના નોંધાયેલા છે.
    Click here to Read More
    Previous Article
    નેપાળ-તિબેટ સરહદે હોનારત:સદગુરુ ગિરોંગમાં રાહત કામગીરીમાં જોડાયા, તબાહી પહેલાનો કૈલાસ પર્વત નજીકનો સદગુરુનો વીડિયો
    Next Article
    કુંભારવાડામાં સામાન્ય તકરારમાં લોહિયાળ હુમલો:DJના વાયર નીકળી જવા બાબતે ટેમ્પો ચાલક અને તેના પરિવાર પર તલવાર-પાઈપ લઈ શખસો તૂટી પડ્યા, 6 સામે ગુનો દાખલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment