Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરા રેન્જના નવા DIGP તરીકે વિધિ ચૌધરીએ પદભાર સંભાળ્યો:કાયદો અને વ્યવસ્થા સુદ્રઢ કરવાની નેમ વ્યક્ત કરી

    9 hours ago

    આઈપીએસ અધિકારી વિધિ ચૌધરીએ પંચમહાલ-ગોધરા રેન્જના અધિક પોલીસ મહાનિરીક્ષક (DIGP) તરીકે વિધિવત રીતે પદભાર સંભાળ્યો છે. ગોધરા રેન્જમાં પોલીસ વહીવટમાં આ એક મોટો ફેરફાર છે. ચાર્જ સંભાળ્યા બાદ તેમણે રેન્જ હેઠળ આવતા જિલ્લાઓમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનાવવાની નેમ વ્યક્ત કરી હતી. હવે મહિલા આઈપીએસ અધિકારી વિધિ ચૌધરીના શિરે સુરક્ષાની જવાબદારી આવી છે. ગોધરા રેન્જ ઓફિસ ખાતે આયોજિત પદગ્રહણ કાર્યક્રમમાં રેન્જના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ગોધરા રેન્જ હેઠળ આવતા ત્રણ મુખ્ય જિલ્લાઓના પોલીસ વડાઓ, જેમાં પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક (SP), દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક (SP) અને મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક (SP) સહિત અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પદભાર સંભાળ્યા બાદ વિધિ ચૌધરીએ ઉપસ્થિત SP ઓ અને અધિકારીઓ સાથે પ્રારંભિક બેઠક યોજી હતી. આ બેઠકમાં જિલ્લાઓની ભૌગોલિક સ્થિતિ અને ગુનાખોરીના નિયંત્રણ અંગે ટૂંકમાં ચર્ચા કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:પુત્રએ ભાભી સાથે મળી માતાની હત્યા કર્યાનો ધટસ્ફોટ, પાથરણાવાળાઓ બોલ્યા- 'ઘૂસ બંધ કરીને ફીસ લો'
    Next Article
    Arvalli forest fire news | સાબરમતી CNG પંપ પાછળ જંગલમાં આગનો મામલો | Modasa | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment