Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સૂર્યનારાયણનું રૌદ્ર સ્વરૂપ આભમાંથી વરસ્યા અંગારા!:તાપમાનનો પારો 42.8 ડિગ્રીએ પહોંચતા બપોરે રસ્તાઓ સૂમસામ, અગનગોળા વરસ્યા

    3 दिन पहले

    રાજ્યના હવામાન વિભાગે હિટ વેવની આગાહી આપી છે ત્યારે રાજ્યના મોટા ભાગના શહેરોમાં તાપમાન વધવાની આગાહી કરી હતી, સવારથી જ સૂર્યનારાયણ રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને આવ્યાં હોય તેમ આભ માથી અંગારા વરસાવવાનુ શરૂ કર્યું હતું અને દિવસ ચડતાની સાથે જ રોડ પર લૂ ફૂંકાઈ રહી હતી, ત્યારે આજરોજ ભાવનગરમાં ગરમીનો પારો ઊંચકાઈ ને 42.8 ડિગ્રીએ ઉપર પહોંચી જતાં લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા, અને જાણે ભર બપોરે કુદરતે સંચાર બંધી જાહેર કરી હોય તેમ મોડી સાંજ સુધી રોડ-રસ્તાઓ સૂમસામ બન્યાં હતા. બપોરના સમયે અંગ દઝાડતી ગરમીનો અહેસાસ થયો હતો, રસ્તા ઉપર વાહનોની ચાલ પલ પણ ઘટી ગઈ હતી લોકોએ બિનજરૂરી બહાર નીકળવાનું ટાળ્યું હતું. વાતાવરણમાં 42 ટકા ભેજ વચ્ચે 30 કિલોમીટર ની ઝડપે ગરમ લું ફેકાય હતી જેના કારણે વૃદ્ધો, મહિલાઓ, બાળકો ગરમી થી ત્રસ્ત બન્યા હતા, સૂર્યાસ્ત બાદ પણ ગરમીની અસર વર્તાઈ હોય તેમ ઘરની દીવાલોમાંથી ગરમ લું ફેકાઈ હોવાનો અનુભવ થયો હતો જેના કારણે શહેરીજનો ત્રસ્ત થઈ ગયા હતા, રાત્રે પણ ગરમીનું લઘુતમ તાપમાન નો પારો વધી ને 27.8 ડીગ્રી નોંધાયું હતું, આમ, શહેરમાં બપોરે આકરો તડકો અને રાત્રે બફારોથી લોકો અકળાયા હતા. લૂ થી બચવા આ મુજબના પગલાં લેવા જોઈએ જેમાં દર્દીએ સીધા સુર્યપ્રકાશથી બચવું, તેમજ વારંવાર પાણી પીવું જોઈએ અને શક્ય તેટલું વધારે પાણી અને પ્રવાહી પીવું, લીંબુ સરબત, મોળી છાસ, તાળફળી, નાળિયેરનું પાણી, ખાંડ મીઠાનું દ્રાવણ તથા ઓ.આર.એસ. પુષ્કળ પ્રમાણમાં પીવા જોઈએ, ગરમીમાં શક્ય હોય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળવું જોઈએ. છેલ્લા છ દિવસનું તાપમાન નો પારો તા.23 મે ને શનિવાર રોજ મહત્તમ તાપમાન 38.2 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 28.8 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 49 ટકા અને પવનની ઝડપ 30 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. તા.24 મે ને રવિવાર રોજ મહત્તમ તાપમાન 41.9 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 29.3 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 42 ટકા અને પવનની ઝડપ 14 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. તા.25 મે ને સોમવાર રોજ મહત્તમ તાપમાન 41.7 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 28.8 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 44 ટકા અને પવનની ઝડપ 26 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. તા.26 મે ને મંગળવાર રોજ મહત્તમ તાપમાન 42.2 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 39 ટકા અને પવનની ઝડપ 34 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. તા.27 મે ને બુધવાર ના રોજ મહત્તમ તાપમાન 41.7 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 28.3 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 43 ટકા અને પવનની ઝડપ 32 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. તા.28 મે ને ગુરુવારના રોજ મહત્તમ તાપમાન 42.8 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 27.8 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 42 ટકા અને પવનની ઝડપ 30 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં પાટીદાર સમાજના યુવાનો માટે મોટી ભેટ:સોલા ઉમિયાધામ કેમ્પસમાં અત્યાધુનિક હોસ્ટેલનું કેન્દ્રીય ગૃહમંત્રીએ કર્યું ઉદ્ઘાટન, 1600 વિદ્યાર્થીઓ માટે ફાઇવ સ્ટાર જેવી સુવિધાઓ
    Next Article
    Iran US war live | ઈરાને અમેરિકાને બતાવશે રૌદ્ર સ્વરૂપ? | Israeli forces | Trump | Gulf | N18G

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment