Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘તમે ગૂગલ પર પોર્ન વીડિયો જોવો છો’:વીડિયો કોલ પર નકલી DIGએ ધમકી આપી, પૈસા પડાવતી સાયબર ગેંગની ભાસ્કર રિપોર્ટરે પોલ ખોલી

    9 hours ago

    તમે ગૂગલ પર પોર્ન જોવો છો, આ ગેરકાયદેસર છે. ગૂગલે તમારા અને તમારા પિતા પર કેસ કર્યો છે. જેમાં તમારે 4થી 5 લાખ કોર્ટમાં ભરવા પડશે અને તમને 9 વર્ષની સજા થશે. તમારા વીડિયો પણ અમારી પાસે આવ્યા છે જે સોશિયલ મીડિયામાં અપલોડ થઈ જશે અને કાલે સવારે ન્યૂઝમાં આવી જશે. સામાન્ય રીતે આ વાત કોઈના પણ કાને પડે તો તે વ્યક્તિ ગભરાય જાય, પણ આ વખતે સાયબર ગઠિયાઓ ખોટી જગ્યાએ હથ્થે ચઢી ગયા હતા. ભાસ્કર રિપોર્ટર પર સાયબર ગઠિયાઓનો ફોન આવતાં જ તે સજાગ થઈ ગયા અને સાયબર ફ્રોડની નવી મોડ્સ ઓપરેન્ડીની પોલ ખોલી. ભાસ્કર રિપોર્ટરે ના માત્ર નવી મોડ્સ ઓપરેન્ડીની પોલ ખોલી, પરંતુ સાયબર ગઠિયાઓના વીડિયો કોલ અને કોલ પણ રેકોર્ડિંગ કરી લીધા. તો આવો જાણીએ નિર્દોષ નાગરિકનો શિકાર કરવા આવેલા સાયબર ઠગોનો ભાસ્કર રિપોર્ટરે કેવી રીતે શિકાર કર્યો. ‘મેં DIG સુનીલ કુમાર બોલ રહા હું’ ભાસ્કર રિપોર્ટર આનંદ મોદી પોતાનો એક સામાન્ય દિવસ પસાર કરી રહ્યા હતા. પોતાના રૂટિન કામમાં વ્યસ્ત રહ્યા બાદ તેઓ સાંજે કોઇક કામથી પોતાના એક મિત્રની ઓફિસમાં બેઠા હતા. આ દરમિયાન તેમના ફોન પર એક રિંગ વાગે છે. તેઓ મોબાઇલ સ્ક્રીન પર જુએ છે તો અજાણ્યો નંબર દેખાય છે. રિપોર્ટર ફોન ઉપાડી હેલો કહે છે ત્યાં સામેથી અવાજ આવે છે કે ‘આનંદ મોદી સે બાત હો રહી હૈં, મેં DIG સુનીલ કુમાર બોલ રહા હું’ ‘તુમ ગુગલ પે પોર્ન વીડિયો દેખતે હો, વોહ ગુનાહ હૈં, તુમ જાનતે હૌ? આટલું સાંભળતા જ રિપોર્ટર આનંદ મોદીના કાન સરવા થઈ જાય છે. સામાન્ય રૂટિનમાં નાના-મોટા અધિકારી સાથે વાત કરતા રિપોર્ટર માટે આમ તો આ વાત સામાન્ય હતી પણ એક DIG કક્ષાના અધિકારીનો ફોન આવવો એ થોડું વિચારતું કરી દે એવું પણ હતું. બાદમાં રિપોર્ટરે હા બોલ રહા હું કહેતા જ સામેથી DIGએ કહ્યું કે ‘તુમ ગૂગલ પે પોર્ન વીડિયો દેખતે હો, વોહ ગુનાહ હૈં, તુમ જાનતે હૌ? રિપોર્ટરે સાયબર ગેંગનો પર્દાફાશ કરવાનું નક્કી કર્યું આટલું સાંભળતા જ ભાસ્કર રિપોર્ટરને અંદાજો આવી ગયો કે આ કોઈ સાયબર ઠગ છે. બસ પછી શું?. રિપોર્ટર આનંદ મોદીએ સાયબર ગેંગનો પર્દાફાશ કરવાનું નક્કી કરી લીધું અને તેની વાતમાં આવી જવાનો ઢોંગ રચ્યો. રિપોર્ટરે એકદમ જ સ્થિતિ પર કંટ્રોલ કર્યો અને સાથે રહેલા મિત્રને બીજા ફોનમાંથી વીડિયો રેકોર્ડિંગ કરવાનો ઈશારો કર્યો. બસ પછી શરૂ થાય છે સાયબર ઠગોને ઠગવાનો સિલસિલો… વીડિયો કોલમાં એક વ્યક્તિ પોલીસની વર્દી પહેરી બેઠો હતો હજુ તો વાત માંડ શરૂ જ થઈ હતી ત્યાં ફોન કટ થઈ જાય છે. થોડીવાર પછી જે નંબર પરથી નકલી DIGનો ફોન આવ્યો હતો, તે નંબર પરથી જ પોલીસની વર્દી પહેરીને બેઠેલા એક વ્યક્તિનો વીડિયો કોલ આવ્યો. રિપોર્ટરે ગભરાતા ગભરાતા વાત કરી રિપોર્ટરે ફોન ઉપાડતાં જ સામે એક શખસ પોલીસની વર્દી પહેરીને બેઠો હતો. સ્થિતિ સમજી રિપોર્ટરે પણ ડરવાની એક્ટિંગ કરી અને ધીમા અવાજથી ગભરાતા ગભરાતા વાત કરવાની શરૂઆત કરી. ‘મમ્મી-પપ્પા કી સોગંધ ખા કે બોલ અબ એસા નહીં કરેંગા’ રિપોર્ટરના હાવભાવ જોઈ વીડિયો કોલ કરનારે રિપોર્ટરને કહ્યું કે ‘કાન પકડ કે માફી માંગ, મમ્મી-પપ્પા કી સોગંધ ખા કે બોલ અબ એસા નહીં કરેંગા’. રિપોર્ટર એ શખસને ફોલો કરે છે, બાદમાં તેણે કહ્યું કે હું તને એક નંબર આપું છું, તેના પર ફોન કરીને માફીનામું લઈ લે એટલે અમે તને કંઈ નહીં કરીએ. કહ્યું કે આ નંબર ગૂગલની ઓફિસનો છે. આ નંબર પર માફીનામું લેવા થોડા પૈસા આપવા પડે તો ચા-પાણીના આપી દેજે. સાયબર ફ્રોડ પાર્ટ-2 શરૂ ફોન કટ થયા બાદ થોડીવારમાં જ રિપોર્ટરના વોટ્સએપ પર એક મેસેજ આવ્યો. રિપોર્ટરે સામે એ નંબર પર વોટ્સએપ કોલ કરતા ફોન ઉઠાવનાર વ્યક્તિએ પોતાની ઓળખ ગૂગલ કંપનીના HR મેનેજર રાહુલ શર્મા તરીકેની આપી. અહીંથી સાયબર ફ્રોડ પાર્ટ-2 શરૂ થાય છે. ‘આપકે વીડિયો સોશિયલ મીડિયા મેં અપલોડ હોં જાયેંગે’ ફોન પર વાત કરનાર સાયબર ઠગ એકદમ પ્રોફેશનલ રીતે વાત કરતો હતો. તેણે જણાવ્યું કે અમે તમારી મદદ કરીશું. રિપોર્ટરે માફીનામું માંગતા તેણે નંબર માંગ્યો. નંબર આપતા જ સામેવાળા શખસે રિપોર્ટર અને તેમના પિતાનું નામ જણાવી કહ્યું કે ‘આપ પોર્ન વીડિયો દેખતે હૌં. જીસ વજહ સે ગૂગલને આપકે ઔર આપકે પિતા પે કેસ કિયા હૈ. જીસમે આપકો 4 સે 5 લાખ કોર્ટમેં ભરને પડેંગે ઔર 9 સાલ કી સજા હોંગી. આપકે વીડિયો ભી હમારે પાસ આયે હૈ, વો સોશિયલ મીડિયામેં અપલોડ હો જાયેંગે ઔર કલ સુબહ ન્યૂઝ મેં આ જાયેંગે.’ તમારું વોરંટ મોકલીએ છીએ રિપોર્ટરે સાયબર ઠગને કહ્યું કે મેં આ પ્રકારના વીડિયો જોયા જ નથી ત્યારે તેણે કહ્યું કે આ અપરાધ છે, તમે નહીં જોયા હોય તો તમારા ઈ-મેઇલ આઇડી પર બીજા કોઇએ જોયા હશે. અમારી કંપની એમનેમ કોઇના પર ફરિયાદ ના કરે. તમે નથી જોયા હું માની લઉ છું, પરંતુ તમે બીજાને મોબાઈલ આપ્યો હોય અને તેને જોયા હશે. તમારે એરેસ્ટ થવું પડશે અને તમારા પિતા પર કેસ થશે. તમારું વોરંટ મોકલીએ છીએ. કેસ ક્લોઝ કરાવવો હોય તો સિક્યુરિટી ચાર્જ ભરવો પડશે બાદમાં રિપોર્ટરે કહ્યું મારે માફીનામું જોઈએ છે તો તેને કહ્યું કોણે કહ્યું અમે માફીનામું આપીશું. આ રીતે માફીનામું ના મળે. તમારા ઘરે પોલીસ અને સાયબર ક્રાઈમ આવશે તો શું કરશો, જે બાદ તેને રિપોર્ટરનો મોબાઇલ નંબર લઈને માફીનામું આપવાની પ્રોસેસ પણ કરી હતી. જે બાદ કહ્યું કે તમારો 85 ટકા વીડિયો છે, તમારી પાસે 45 મિનિટ છે તો માફીનામું બનાવી લો. તમારે કેસ ક્લોઝ કરાવવો હોય તો સિક્યુરિટી ચાર્જ ભરવો પડશે. 11,500 ચાર્જ છે, જેમાંથી 500 કપાશે અને બાકીના પરત આપવામાં આવશે. થોડીવારમાં રિપોર્ટરને વોટ્સએપ પર એક QR કોડ પણ મોકલવામાં આવ્યો હતો. પ્રોસેસ ન કરતા બ્લોક કર્યો આ કોલ બાદ રિપોર્ટરે નકલી DIGને કોલ કરતા તેણે કહ્યું કે માફીનામું બનાવ્યું કે નહીં, પૈસા માંગે છે તો સિક્યુરિટીના થોડા ભરી દેજો. 200 રૂપિયા કપાશે બાકીના પરત આવી જશે. તું મને જલ્દીથી માફીનામું મંગાવીને આપ. જોકે રિપોર્ટરે કોઈ પ્રોસેસ ન કરતા સાયબર ઠગોએ રિપોર્ટરને બ્લોક કરી દીધા અને QR કોડ પણ ડિલીટ કરી દીધો હતો. પોલીસ ક્યારેય વીડિયો કોલ કરતી નથી આ પ્રકારનો કોલ જ્યારે નાગરિકોને આવે છે ત્યારે મોટાભાગના લોકો ડરી જાય છે અને ગઠિયાઓના કહ્યા મુજબ કરીને પૈસા પણ ભરે છે. હકીકતમાં આ પ્રકારે પોલીસ ક્યારે વીડિયો કોલ કરીને એરેસ્ટ કરતી નથી અને માફીનામું પણ આપવાનું હોતું નથી. જેથી આવો કોઈ ફોન આવે તો ચોક્કસથી સજાગ રહેજો અને જરા પણ ડરશો નહીં. દર બે કલાકે એક ગુજરાતી સાયબર ફ્રોડનો ભોગ બને છે સાયબર ક્રાઇમમાં વધતા જતા ગુનાઓને અટકાવવા તથા ગુનાઓને વહેલી તકે શોધવાની સાથોસાથ ગુનેગારોને જેલ સુધી પહોંચાડી શકાય એ માટે ATSની માફક અલગ સાયબર ક્રાઇમ યુનિટ ઊભો કરવામાં આવશે. આ યુનિટ ટૂંક સમયમાં જ કાર્યરત થઈ જવાની શક્યતા છે. ગુજરાતમાં સાયબર ક્રાઇમ યુનિટનું ગાંધીનગરમાં અલગથી ભવન બનશે. લોકસભામાં રજૂ કરાયેલા ડેટા મુજબ 2020-21થી ગુજરાતમાં સાયબર છેતરપિંડીના કુલ 23,784 કેસ નોંધાયા છે, જે વાર્ષિક સરેરાશ 4,757 અને દૈનિક 13 કેસ છે, જ્યારે દર બે કલાકે સરેરાશ એક છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે.(વાંચો સંપૂર્ણ અહેવાલ)
    Click here to Read More
    Previous Article
    વેધર રિપોર્ટ:સિઝનનું સૌથી વધુ 41.7 ડિગ્રી તાપમાન, પણ 6 કિમીના મંદ પવનથી 43 ડિગ્રી જેવો અનુભવ, બે દિવસ હીટવેવને લઈ ગરમી હજી વધી શકે
    Next Article
    વડાપ્રધાન મોદી આજે સોમનાથમાં:હેલીપેડથી હમીરજી સર્કલ સુધી રોડ-શો કરશે, મંદિરના શિખર પર ઐતિહાસિક કુંભાભિષેક અને સદભાવના ગ્રાઉન્ડ ખાતે જનસભાને સંબોધન કરશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment