Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેધર રિપોર્ટ:સિઝનનું સૌથી વધુ 41.7 ડિગ્રી તાપમાન, પણ 6 કિમીના મંદ પવનથી 43 ડિગ્રી જેવો અનુભવ, બે દિવસ હીટવેવને લઈ ગરમી હજી વધી શકે

    10 hours ago

    શહેરમાં રવિવારે ગરમીએ આકરો મિજાજ ધારણ કર્યો હતો, જેમાં સિઝનનું સૌથી વધુ 41.7 ડિગ્રી તાપમાન નોંધાતાં સુરતીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. વળી, દક્ષિણ પશ્ચિમના ઠંડા દરિયાઈ પવનને બદલે ઉત્તરમાં રાજસ્થાન તરફથી ગરમ પવન ફૂંકાતાં બપોરે હાલત કફોડી થઈ ગઈ હતી. રવિવારે ગરમીમાં 0.8 ડિગ્રીનો વધારો થયો હતો. બીજી તરફ લઘુતમ તાપમાન 26.2 ડિગ્રી નોંધાતા સવારથી જ ગરમીનો અહેસાસ શરૂ થઈ ગયો હતો. બપોરે માર્ગો પર અવરજવર ઘટી ગઈ હતી. ખાસ કરીને 12થી 4 દરમિયાન ગરમીની અસર વધુ હતો. આગામી બે દિવસ પારો 40થી 41 ડિગ્રી રહી શકે છે. ગરમી અને ‘લૂ’ થી બચવાના ઉપાયો આગામી દિવસોમાં ગરમી વધવાની શક્યતા વચ્ચે આરોગ્ય વિભાગે કેટલાંક સૂચનો આપ્યાં હતાં. બપોરે રસ્તા સૂમસામ, મજબૂરીમાં બહાર નીકળનારા હેરાન થઈ ગયા બપોરે આકરી ગરમીને કારણે બહાર નીકળેલા લોકોની હાલત કફોડી બની હતી. ઘણાએ કારમાં પણ તડકાથી બચવા મોઢે રૂમાલ મુકવાની ફરજ પડી હતી. આ ઉપરાંત ખુલ્લામાં કામ કરનારા સૌથી વધુ હાલાકીમાં મુકાયા હતા. બાંધકામ સાઇટો પરના શ્રમિકો કે ટ્રાફિક ડ્યુટીના કર્મચારી વધુ હેરાન થયા હતા. હોસ્પિટલોમાં પણ ડિહાઇડ્રેશન, ચક્કર આવવા અને થાક જેવી ફરિયાદો સાથે દર્દીઓ આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    સાહેબ મિટિંગમાં છે:સચિવાલયમાં બદલી માટે આવેલા એક અધિકારી મંત્રી સામે રડી પડ્યા, બે ડઝન IAS અધિકારીઓની બદલીનું લિસ્ટ તૈયાર
    Next Article
    ‘તમે ગૂગલ પર પોર્ન વીડિયો જોવો છો’:વીડિયો કોલ પર નકલી DIGએ ધમકી આપી, પૈસા પડાવતી સાયબર ગેંગની ભાસ્કર રિપોર્ટરે પોલ ખોલી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment