Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IAS પર મહિલા અધિકારીને ગાળો આપવાનો આરોપ:વર્ચ્યુઅલ મીટિંગમાં બૂમો પાડીને સસ્પેન્ડ કરવાની ધમકી આપી; જમ્મુ-કાશ્મીરનો મામલો

    2 days ago

    જમ્મુ-કાશ્મીરમાં એક IAS અધિકારી દ્વારા મહિલા અધિકારીને ગાળો આપવાનો વીડિયો સામે આવ્યો છે. વર્ચ્યુઅલ મીટિંગમાં IAS અધિકારી કુમાર રાજીવ રંજન મહિલા અધિકારી બેનિશ વાની પર બૂમો પાડતા અને તેમને સસ્પેન્ડ કરવાની સાથે નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપતા સંભળાઈ રહ્યા છે. આ ઘટના મિશન યુવાની સમીક્ષા બેઠક દરમિયાન બની હતી. બેઠકમાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (NRLM)ની ભૂમિકા અંગે ચર્ચા થઈ રહી હતી. તે સમયે રંજન જમ્મુ-કાશ્મીરના શ્રમ અને રોજગાર વિભાગમાં સચિવ પદે ફરજ બજાવતા હતા. વીડિયોમાં રંજન બેનિશ વાનીને પોતાની વાત રજૂ કરતા વારંવાર રોકતા અને ચૂપ રહેવા કહેતા જોવા મળે છે. જ્યારે વાનીએ તેમની ભાષા અંગે સવાલ ઉઠાવ્યો, ત્યારે રંજને કહ્યું કે, “તું બહુ ખરાબ છે, હું તારી સાથે આવી રીતે જ વાત કરી શકું છું.” ત્યારબાદ તેમણે કહ્યું કે, “હું તારો બોસ છું, મૂર્ખ.” ઘટનાની 3 તસવીરો… બેનિશ 2015 બેચની જમ્મુ-કાશ્મીર વહીવટી અધિકારી છે બેનિશે તેનો વિરોધ કરતાં કહ્યું કે તેઓ તેમની સાથે આ રીતે વાત કરી શકતા નથી. વિવાદ વધતાં વાની પણ જવાબ આપતાં સંભળાયાં કે તમે ભાડમાં જાઓ. બેનિશ 2015 બેચની જમ્મુ-કાશ્મીર વહીવટી સેવા (JKAS)ની અધિકારી છે. વિડિયો અનુસાર, રંજને પોતાના કાર્યાલયના અધિકારીઓને બેનિશના સસ્પેન્શનનો આદેશ તૈયાર કરવા કહ્યું. રંજને બેનિશ પર કામમાં પરિણામો ન આપવાનો આરોપ લગાવ્યો. તેમણે સવાલ ઉઠાવ્યો કે તેમના વિભાગને કામ પૂરું કરવા માટે NRLMની મદદ શા માટે લેવી પડી રહી છે. તેમણે કહ્યું કે જો આ કામ NRLMને જ કરવાનું હતું, તો તેની જવાબદારી સહાયક નિયામકને શા માટે સોંપવામાં આવી. JKAS એસોસિયેશનની એક દિવસની હડતાળ JKAS એસોસિયેશને મહિલા અધિકારીના અપમાનના વિરોધમાં એક દિવસની પેન-ડાઉન હડતાળ કરવાની જાહેરાત કરી છે. એસોસિયેશને સભ્યોને તેની જાણકારી આપી. એસોસિએશને જણાવ્યું કે અધિકારીઓના સન્માન અને આત્મસન્માનની રક્ષા માટે આ હડતાળ કરવામાં આવી રહી છે. સંગઠને તમામ સભ્યોને મહિલા અધિકારીના સમર્થનમાં એકજૂટ રહેવાની અપીલ કરી છે. સીએમ ઉમર અબ્દુલ્લાએ આ મામલાને ગંભીરતાથી લીધો છે. તેમણે મુખ્ય સચિવને પત્ર લખીને જણાવ્યું છે કે મહિલા અધિકારી વિરુદ્ધ કોઈ બદલો લેવાની કાર્યવાહી ન થવી જોઈએ.
    Click here to Read More
    Previous Article
    રશિયાના કામચટકામાં 7ની તીવ્રતાનો ભૂકંપ:2025માં અહીં વર્ષનો સૌથી ખતરનાક ભૂકંપ આવ્યો હતો, ત્યારે આવેલી સુનામીમાં ગામ વહી ગયું હતું
    Next Article
    સોમનાથમાં શારદીય નવરાત્રિ, એક હજાર ભૂદેવોએ દેશની શાંતિ માટે સ્તોત્રપાઠ:પાંચમા નોરતે માતા સ્કંદમાતાની પૂજા કરી,પરંપરાગત વસ્ત્રોમાં રાસ પણ રમ્યા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment