Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડાપ્રધાન મોદી આજે સોમનાથમાં:હેલીપેડથી હમીરજી સર્કલ સુધી રોડ-શો કરશે, મંદિરના શિખર પર ઐતિહાસિક કુંભાભિષેક અને સદભાવના ગ્રાઉન્ડ ખાતે જનસભાને સંબોધન કરશે

    8 hours ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસ પર છે. ગઈકાલે રાત્રે તેઓ જામનગર ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં લાલ બંગલા સર્કલ પાસે જનસભાને સંબોધી હતી અને રાત્રિરોકાણ જામનગર સર્કિટ હાઉસમાં કર્યું હતું. આજે બીજા દિવસે 11 તારીખે વડાપ્રધાન મોદી સોમનાથ પહોંચશે, જ્યાં હાલના સોમનાથ મંદિરના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત સોમનાથ અમૃતપર્વ-2026 પર્વમાં ભાગ લેશે. પીએમ મોદી હેલિપેડથી હમીરજી ગોહિલ સર્કલ સુધી ભવ્ય રોડ શો કરશે વડાપ્રધાન આજે સવારે જામનગરથી હવાઈ માર્ગે સોમનાથ પહોંચશે. હેલિપેડ પર આગમન બાદ તેઓ વીર હમીરજી ગોહિલ સર્કલ સુધી ભવ્ય રોડ શો યોજશે. આ રોડ શો દરમિયાન જનતાનું અભિવાદન ઝીલશે. માર્ગ પર સાંસ્કૃતિક ઝાંખીઓ, ઢોલ-નગારા અને શંખનાદ સાથે 'જય સોમનાથ'ના નાદ ગુંજશે. શહેરના મુખ્ય માર્ગોને લાઈટિંગ, ધ્વજ અને ફૂલોથી શણગારવામાં આવ્યા છે. આ અવસરે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત રાજ્ય સરકારના મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહેશે. મંદિરના શિખર પર 11 પવિત્ર તીર્થોના જળથી ઐતિહાસિક કુંભાભિષેક અને ધ્વજારોહણ સોમનાથ મંદિર પરિસરમાં વડાપ્રધાન સૌપ્રથમ મંદિર પુનઃનિર્માણના પ્રેરણાસ્ત્રોત સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરશે. ત્યારબાદ તેઓ સોમનાથ મહાદેવની વિશેષ પૂજા-અર્ચના કરશે. આ પ્રસંગે મંદિરના શિખર પર 11 પવિત્ર તીર્થોના જળથી ઐતિહાસિક કુંભાભિષેક અને ધ્વજારોહણ યોજાશે. વાયુસેનાનો સૂર્યકિરણ એર શો મુખ્ય આકર્ષણ કાર્યક્રમનું અન્ય એક મુખ્ય આકર્ષણ ભારતીય વાયુસેનાની 'સૂર્યકિરણ એરોબેટિક ટીમ' દ્વારા યોજાનાર એર શો રહેશે. ત્રિરંગી ધૂમ્રરેખાઓથી સોમનાથનું આકાશ રંગાઈ ઊઠશે. પીએમ મોદી સદભાવના ગ્રાઉન્ડ ખાતે વિશાળ જનસભાને સંબોધિત કરશે મંદિર કાર્યક્રમ બાદ વડાપ્રધાન સદભાવના ગ્રાઉન્ડ ખાતે વિશાળ જનસભાને સંબોધિત કરશે. આ પ્રસંગે તેઓ સોમનાથ મંદિરની પ્રતિકૃતિ અંકિત વિશેષ સ્મારક ડાક ટિકિટ અને રૂ. 75ના સ્મારક સિક્કાનું વિમોચન પણ કરશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા, ટ્રાફિક અને જનવ્યવસ્થા માટે ચુસ્ત આયોજન કરાયું છે. સમગ્ર રાજ્યમાંથી ભાવિકો અને ભાજપ કાર્યકરો સોમનાથ તરફ ઉમટી રહ્યા છે, જેના કારણે પંથકમાં ઉત્સવી માહોલ છે વડોદરા: પશ્ચિમ બંગાળની જીતનો જશ્ન અને રોડ-શોની તૈયારી 11મી મેએ 'સોમનાથ અમૃત મહોત્સવ’માં સહભાગી થયા બાદ પીએમ મોદી વડોદરામાં ‘સરદારધામ-3’નું લોકાર્પણ કરશે. અહીં તેમનો દોઢ કિલોમીટર લાંબો ભવ્ય રોડ-શો યોજાશે. બંગાળ થીમ પર સ્વાગત: પશ્ચિમ બંગાળની જીત બાદ પીએમ પ્રથમવાર આવી રહ્યા હોવાથી રોડ-શોમાં બંગાળની થીમ પર અભિવાદન કરવામાં આવશે. અદભૂત પ્રતિકૃતિઓ: રોડ-શોના રૂટ પર વડાપ્રધાન અને સરદાર પટેલની લાઈટિંગ આધારિત વિશાળ પ્રતિકૃતિઓ મુકવામાં આવી છે. સુરક્ષા કવચ: 1600થી વધુ પોલીસ જવાનો, ચેતક કમાન્ડો અને એસઆરપીએફની ટુકડીઓ દ્વારા વડોદરાને અભેદ્ય કિલ્લામાં ફેરવી દેવાયું છે.
    Click here to Read More
    Previous Article
    ‘તમે ગૂગલ પર પોર્ન વીડિયો જોવો છો’:વીડિયો કોલ પર નકલી DIGએ ધમકી આપી, પૈસા પડાવતી સાયબર ગેંગની ભાસ્કર રિપોર્ટરે પોલ ખોલી
    Next Article
    એક મહિલા, 6 વર્ષ, બળાત્કાર-છેડતીના 10 ખોટા કેસ:નિવૃત્ત આર્મી ઓફિસરે રિવર્સ FIR કરાવી તો સામે આવ્યો આખો ખેલ, જાણો કોણ છે શબનમ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment