Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મૂળ હરિયાણાના જી.એસ.મલિક રાજ્યના નવા DGP:BSF અને CISFના ADG રહી ચૂક્યા છે; રાવ CID ક્રાઇમ અને જેલ ડીજી તરીકે યથાવત

    1 week ago

    નવા ડીજી તરીકે જી. એસ મલિકની નિમણૂક કરાઈ. 1 જાન્યુઆરી ઇન્ચાર્જ ડીજીપી તરીકે કે. એલ.એન રાવ હતા. 5 મહિના ચાર્જ બાદ કાયમી ડીજીપીની નિમણૂક કરવામાં આવી. 1993ની બેચમાં IPS છે જી.એસ મલિક. કે.એલ.એન રાવ CID ક્રાઈમ અને જેલમાં ડીજી તરીકે યથાવત રહેશે, અમદાવાદ શહેરને પણ નવા પોલીસ કમિશનર મળશે. ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા શનિવારે પોલીસ બેડામાં એક અત્યંત મહત્વપૂર્ણ અને સૌથી મોટા આદેશાત્મક ફેરફારની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદ શહેરના વર્તમાન પોલીસ કમિશનર અને 1993 બેચના વરિષ્ઠ આઈપીએસ (IPS) અધિકારી જ્ઞાનેન્દ્રસિંહ મલિક (જી. એસ. મલિક)ને ગુજરાત રાજ્યના નવા ડાયરેક્ટર જનરલ અને ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP અને IGP) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ગૃહ વિભાગનું સત્તાવાર નોટિફિકેશન ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્માના હસ્તાક્ષર સાથે તારીખ 6 જૂન, 2026ના રોજ આ અંગેનું સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તાત્કાલિક અસરથી નિમણૂક આ જાહેરનામા અનુસાર, અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્ર સિંહ મલિક, IPS (GJ:1993)ને તાત્કાલિક અસરથી ગુજરાત રાજ્યના ખાલી પડેલા ડાયરેક્ટર જનરલ અને ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસના કેડર પદ પર નિયુક્ત કરવામાં આવે છે. પે-મેટ્રિક્સ સ્કેલ તેમની આ નિમણૂક પે-મેટ્રિક્સના એપેક્સ સ્કેલ લેવલ 17 મુજબ ફિક્સ રૂ. 2,25,000ના પગાર ધોરણ સાથે કરવામાં આવી છે. રાજ્યપાલના આદેશથી વહીવટી પ્રક્રિયા પૂર્ણ આ આદેશ ગુજરાતના રાજ્યપાલના નામે અને તેમના હુકમથી જારી કરવામાં આવ્યો છે. આ નોટિફિકેશનની નકલ મુખ્યમંત્રી કચેરી, સચિવાલયના વિવિધ વિભાગો, કેન્દ્રીય જાહેર સેવા આયોગ (UPSC) નવી દિલ્હી, કેન્દ્રીય ગૃહ મંત્રાલય નવી દિલ્હી તેમજ ગુજરાત કેડરના તમામ IPS અધિકારીઓ અને સંબંધિત એકાઉન્ટ ઓફિસરોને જરૂરી વહીવટી કાર્યવાહી અર્થે મોકલી આપવામાં આવી છે. લાંબા સમયથી રાજ્યના મુખ્ય પોલીસ વડાના પદને લઈને ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે અને જી. એસ. મલિક હવે સત્તાવાર રીતે ગુજરાત પોલીસનું સર્વોચ્ચ સુકાન સંભાળશે.
    Click here to Read More
    Previous Article
    મોરબી પોલીસે અસામાજિક તત્વોને કાયદો સમજાવ્યો:ગુનાહિત પ્રવૃત્તિઓ છોડી સામાન્ય જીવન જીવવા પ્રેરણા આપી
    Next Article
    જાંબુડા રિસોર્ટમાં સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી બાળકનું મોત:પોલીસ દ્વારા CCTV અને દસ્તાવેજોની તપાસ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment