Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિંગરે ક્રેટાની ટેસ્ટ ડ્રાઇવ લેતા મર્સિડીઝને ટક્કર મારી, CCTV:સરથાણામાં લકઝુરિયસ કારના બોનેટને નુકસાન, મહિલાને મોઢા અને હાથ પર ઈજા

    17 hours ago

    સુરતના સરથાણામાં બાપાસિતારામ ચોક નજીક સેતુબંધ ચાર રસ્તા પાસે અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે દોડતી કારના ચાલકે દંપતીની મર્સિડીઝ કારને જોરદાર ટક્કર મારી હતી. આ સમગ્ર અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. તપાસ દરમિયાન અકસ્માત સર્જનાર કારચાલક ગુજરાતનો જાણીતો સિંગર અવધિશ હરિયાણી હોવાનું સામે આવ્યું છે. તે કાર મેળામાંથી ટેસ્ટ ડ્રાઈવ માટે કાર લઈને નીકળ્યો હતો. ટેસ્ટ ડ્રાઈવ દરમિયાન તેણે વાહન પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારતાં મર્સિડીઝ સાથે ટક્કર મારી દીધી હતી. જેની સરથાણા પોલીસે અટકાયત કરી છે. સંબંધીના ઘરે જતા દંપતીને નડ્યો અકસ્માત સરથાણા સ્થિત સેતુબંધ હિલ્સમાં રહેતા પાયલબેન આકાશભાઈ અંટાળા પોતાના પતિ સાથે મર્સિડીઝ કાર (GJ-06-PL-8889) લઈને સંબંધીના ઘરે બેસવા જઈ રહ્યા હતા. તે દરમિયાન બપોરે 3 વાગ્યાની આસપાસ સેતુબંધ ચાર રસ્તા પાસે ટેસ્ટ ડ્રાઈવ પર નીકળેલી કાર (GJ-07-BL-8173) ના ચાલક અવધિશે તેમની ગાડીના આગળના ભાગે જોરદાર ટક્કર મારી હતી. મહિલાના મોઢા અને હાથ પર ઈજા અકસ્માત એટલો જોરદાર હતો કે કારમાં સવાર પાયલબેનનું મોઢું ડેશબોર્ડ સાથે અથડાતાં તેમને હોઠ અને ડાબા હાથના ભાગે ઈજાઓ પહોંચી હતી. બનાવની જાણ થતાં મહિલાના ભાઈ ભાવિકભાઈ તાત્કાલિક દોડી આવ્યા હતા અને તેમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા. આ અકસ્માતમાં મર્સિડીઝ કારના બોનેટના ભાગે અંદાજે 2થી 3 લાખનું નુકસાન થયું છે.
    Click here to Read More
    Previous Article
    TMCનું મમતા જૂથ બેંક-એકાઉન્ટનો ઉપયોગ ન કરેઃ કોલકાતા HC:આમાં ₹804 કરોડ, પહેલા કોર્ટે રોજિંદા ખર્ચ પૂરા કરવાની મંજૂરી આપી હતી
    Next Article
    નેપાળ જળપ્રલયમાં 12 ગુજરાતી ગુમ:ક્રેટાની ટેસ્ટ ડ્રાઈવમાં મર્સિડીઝને ટક્કર મારી, આપ કાર્યકરોએ મેયરના ઘરની બહાર કચરાંનો ખડકલો કર્યો, અમદાવાદમાંથી ઝડપાઈ બીપીની નકલી દવા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment