Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    DGP બાસ્કેટબોલ ટૂર્નામેન્ટમાં ભાવનગર રેન્જ વિજેતા:રાજકોટમાં ટુર્નામેન્ટમાં SRPFની ટીમને હરાવી ભાવનગર રેન્જની ટીમે જીતી ટૂર્નામેન્ટ

    11 hours ago

    રાજકોટ શહેર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે તાજેતરમાં ડીજીપી કપ બાસ્કેટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યભરમાંથી કુલ આઠ ટીમોએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં ભાવનગર રેન્જની ટીમે ઉત્કૃષ્ટ ટીમ વર્ક અને રમત કૌશલ્યનું પ્રદર્શન કરીને પ્રતિસ્પર્ધી એસઆરપીએફ (SRPF) ની ટીમને પરાજય આપીને ડીજીપી કપ પર ભવ્ય કબ્જો મેળવ્યો હતો. વિજેતા ખેલાડીઓને રાજેન્દ્ર અસારીએ સન્માનપત્ર આપ્યા આ ટુર્નામેન્ટમાં ભાવનગર રેન્જની ટીમના ખેલાડી જય ગોહેલને તેમના શ્રેષ્ઠ પ્રદર્શન બદલ 'બેસ્ટ પ્લેયર એવોર્ડ'થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ટીમના કેપ્ટન હિરેનભાઈ મકવાણા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, યુવરાજસિંહ જાડેજા અને પ્રકાશભાઈ ગોહેલ સહિતના ખેલાડીઓએ ટીમની જીતમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. ભાવનગર રેન્જની આ ભવ્ય જીત બદલ ભાવનગર રેન્જ આઈજી રાજેન્દ્ર અસારી દ્વારા તમામ વિજેતા ખેલાડીઓને સન્માન પત્ર આપીને સમગ્ર ટીમને બિરદાવી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    બોટાદમાં ડુપ્લીકેટ બીડી વેચતા 2 લોકો પકડાયા:પાનના ગલ્લા પરથી 'ચાર ભાઈ બીડી'ના નામે વેચાણ, પોલીસની ઊંડાણપૂર્વક તપાસ શરૂ
    Next Article
    આલેલે રાજકોટની હવા સુધરી ગઈ !:સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં રાજકોટ 15માંથી 7માં ક્રમે પહોંચ્યું, ગુજરાતમાં વોર્ડ કક્ષાનાં સર્વેક્ષણમાં વોર્ડ 2 બીજા અને વોર્ડ 5 ત્રીજા ક્રમે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment