Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આલેલે રાજકોટની હવા સુધરી ગઈ !:સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં રાજકોટ 15માંથી 7માં ક્રમે પહોંચ્યું, ગુજરાતમાં વોર્ડ કક્ષાનાં સર્વેક્ષણમાં વોર્ડ 2 બીજા અને વોર્ડ 5 ત્રીજા ક્રમે

    11 hours ago

    રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાયેલા સતત પ્રયાસોના પરિણામે "સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2026"માં રાષ્ટ્રીય સ્તરે 7મો ક્રમ મેળવીને મોટી સિદ્ધિ હાસિલ કરી છે. ગત વર્ષે 15મા ક્રમે રહેલા રાજકોટ શહેરે આ વર્ષે નોંધપાત્ર સુધારો કરીને ટોપ-10માં સ્થાન મેળવ્યું છે, જ્યારે રાજ્ય સ્તરે વોર્ડ સર્વેક્ષણમાં વોર્ડ નં. 2 બીજા અને વોર્ડ નં. 5 ત્રીજા ક્રમે રહ્યા છે. મનપા શાસકો અને અધિકારીઓ આ સિદ્ધિને મ્યુનિસિપલ કોર્પોરેશનની સફળ કામગીરી ગણાવી રહ્યા છે, પરંતુ બીજી તરફ શહેરના રસ્તાઓ પર ઊડતી ધૂળ અને ટ્રાફિક વચ્ચે શ્વાસ લેતા સામાન્ય નાગરિકો માટે આ આંકડાકીય સિદ્ધિ સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. નેશનલ ક્લીન એર પ્રોગ્રામ (NCAP) હેઠળ પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા હાથ ધરાયેલા આ સર્વેક્ષણમાં 10 લાખથી વધુ વસ્તી ધરાવતા દેશના 48 શહેરોમાં રાજકોટે આ સિદ્ધિ મેળવી છે. આ અંગે રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડૉ.નેહલ શુક્લ, સહિતનાં પદાધિકારીઓએ આ જાણકારી આપી છે. આ ઉપરાંત વોર્ડ કક્ષાના સર્વેક્ષણમાં સફળતા બદલ વોર્ડ નં. 2ને રૂ. 15 લાખ અને વોર્ડ નં. 5ને રૂ. 10 લાખનું ઇનામ પણ મળ્યું હોવાનું જણાવ્યું છે. શહેરમાં હવાની ગુણવત્તા સુધારવા માટે મનપા દ્વારા ક્લીન-ફ્યુઅલ પરિવહન અને 'રાજકોટ RECON' ડેશબોર્ડ જેવી મહત્વપૂર્ણ પહેલ શરૂ કરવામાં આવી છે. રાજકોટની સીટી બસો ફ્લીટ હવે 100% ડીઝલમુક્ત બની છે, જેમાં 125 ઇલેક્ટ્રિક અને 100 CNG સહિત કુલ 225 બસો કાર્યરત છે અને 110 ચાર્જિંગ પોઇન્ટ તૈયાર કરાયા છે. આ ઉપરાંત CEEWના સહયોગથી શરૂ કરાયેલા ડેશબોર્ડ દ્વારા તમામ 18 વોર્ડમાં પ્રદૂષણના ચોક્કસ સ્ત્રોત ઓળખીને કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં બાંધકામ કચરાના હેન્ડલિંગ અને નિકાલ પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. પર્યાવરણ સંરક્ષણ માટેના અન્ય પગલામાં 5 મેન્યુઅલ અને 1 ઓટોમેટિક સ્ટેશન દ્વારા હવાની ગુણવત્તાનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. જ્યારે નાકરાવાડી ડમ્પસાઇટ ખાતે 35 એકરમાં મિયાવાકી વન તૈયાર કરાયું છે અને જાહેર સ્થળોએ 6.95 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. તેમજ 7.5 લાખ મેટ્રિક ટન લેગસી વેસ્ટનો વૈજ્ઞાનિક નિકાલ કરવામાં આવ્યો છે. સત્તાવાર આંકડા મુજબ રાજકોટમાં સરેરાશ PM10નું સ્તર વર્ષ 2017-18ના 150 µg/m³થી ઘટીને વર્ષ 2025-26માં 94 µg/m³ થયું છે, જે 37%નો ઘટાડો દર્શાવે છે. જોકે, મનપા ભલે કાગળ પર 37% પ્રદૂષણ ઘટ્યાના અને 7મો ક્રમ મેળવ્યાના દાવો કરે છે, પરંતુ વાસ્તવિક ચિત્ર કંઈક અલગ જ છે. શહેરના મુખ્ય માર્ગો પર આજે પણ બિલ્ડિંગ મટીરિયલ ખુલ્લામાં વહન થવાથી ધૂળની ડમરીઓ ઊડે છે અને કચરાના યોગ્ય નિકાલના અભાવે ઠેર-ઠેર પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે. માત્ર બે વોર્ડને ઇનામ આપી દેવાથી કે ફેન્સી ડેશબોર્ડ બનાવી દેવાથી જમીની સ્તરની સ્થિતિ બદલાતી નથી. તંત્ર ભલે રેન્કિંગ સુધારવાના રાજીપામાં મહાલતું હોય, પણ વાસ્તવિકતા એ છે કે રાજકોટનો સામાન્ય નાગરિક આજે પણ પ્રદૂષિત અને ધૂળિયા વાતાવરણમાં શ્વાસ લેવા મજબૂર બન્યો છે.
    Click here to Read More
    Previous Article
    DGP બાસ્કેટબોલ ટૂર્નામેન્ટમાં ભાવનગર રેન્જ વિજેતા:રાજકોટમાં ટુર્નામેન્ટમાં SRPFની ટીમને હરાવી ભાવનગર રેન્જની ટીમે જીતી ટૂર્નામેન્ટ
    Next Article
    સુરતમાં ખાડીપૂરની કેશડોલ સહાયમાં ગોળ અને ખોળની નીતિ!:ભાજપે મળતિયાઓને લ્હાણી કરી ગરીબોને રઝળાવ્યાના આક્ષેપ, કલેક્ટર કચેરીએ BSPનું વિરોધ પ્રદર્શન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment