Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં ખાડીપૂરની કેશડોલ સહાયમાં ગોળ અને ખોળની નીતિ!:ભાજપે મળતિયાઓને લ્હાણી કરી ગરીબોને રઝળાવ્યાના આક્ષેપ, કલેક્ટર કચેરીએ BSPનું વિરોધ પ્રદર્શન

    11 hours ago

    સુરતમાં તાજેતરમાં આવેલા ખાડીપૂર બાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને સહાય વિતરણ મામલે વિવાદ વકર્યો છે. ડિંડોલીના વોર્ડ નં. 27માં આવેલા પૂરગ્રસ્ત પરિવારોને હજુ સુધી સરકારી સહાય ન પહોંચી હોવાના ગંભીર આક્ષેપો સાથે સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આ અન્યાય સામે બહુજન સમાજ પાર્ટી દ્વારા સ્થાનિક અસરગ્રસ્તોને સાથે રાખી સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા લોકોમાં રોષ ડિંડોલીના બાલાજીનગર, સંતોષીનગર અને શિવાજીનગર-એ1 સહિતની સોસાયટીઓમાં ખાડીપૂરના કારણે ભારે નુકસાન પહોંચ્યું હતું. લોકોના ઘરોમાં ગંદા પાણી ભરાઈ જવાથી અનાજ, ઘરવખરી અને કિંમતી સામાન નાશ પામ્યો હતો. સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે પૂર ઓસર્યા બાદ પણ તંત્ર દ્વારા રોકડ સહાય કેશડોલ્સ, અનાજની રાશન કીટ કે જરૂરી દવાઓ પહોંચાડવામાં આવી નથી. તંત્રને અગાઉ વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા આખરે ગરીબ પરિવારો રસ્તા પર ઊતરવા મજબૂર બન્યા હતા. આ ઉપરાંત, પૂરના કારણે આંતરિક રસ્તાઓ ધોવાઈ ગયા છે તેમજ પીવાના પાણીની લાઈનમાં ગટરનું દૂષિત પાણી ભળી ગયું હોવાથી સમગ્ર વિસ્તારમાં રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. 'ભાજપના નેતાઓએ મળતિયા લોકોને જ સહાય વહેંચી' કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરતા બહુજન સમાજ પાર્ટીના સુરત જિલ્લા પ્રમુખ મલ્લખાનસિહ વર્માએ ભાજપ અને સ્થાનિક વહીવટી તંત્ર સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. મલ્લખાનસિહ વર્માએ જણાવ્યું હતું કે, ડિંડોલીના વોર્ડ નં. 27ના બાલાજીનગર, સંતોષીનગર અને શિવાજીનગરમાં પૂરથી ભારે તારાજી સર્જાઈ છે. ભાજપના સ્થાનિક નેતાઓએ પક્ષપાત કરીને માત્ર પોતાના માનીતા અને મળતિયા લોકોને જ સહાય વહેંચી છે, જ્યારે સાચા ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને વંચિત રાખવામાં આવ્યા છે. ગરીબોના હકનું અનાજ અને રોકડ સહાય તેમને મળવી જ જોઈએ. યોગ્ય સર્વે અને નુકસાની મુજબ તમામ પીડિતોને વળતર આપવા માગ કલેક્ટરને અસરગ્રસ્ત પરિવારોની યાદી સાથે આવેદનપત્ર આપી માગ કરવામાં આવી છે કે તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી યોગ્ય સર્વે કરવામાં આવે અને નુકસાની મુજબ તમામ પીડિતોને વળતર આપવામાં આવે. રોડ-રસ્તા અને દૂષિત પાણીની સમસ્યાનો ઝડપી નિકાલ કરવામાં આવે. જો વહેલી તકે વહીવટી તંત્ર દ્વારા યોગ્ય પગલાં નહીં લેવાય, તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન અને ભૂખ હડતાળ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    આલેલે રાજકોટની હવા સુધરી ગઈ !:સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં રાજકોટ 15માંથી 7માં ક્રમે પહોંચ્યું, ગુજરાતમાં વોર્ડ કક્ષાનાં સર્વેક્ષણમાં વોર્ડ 2 બીજા અને વોર્ડ 5 ત્રીજા ક્રમે
    Next Article
    શેરબજારમાં રોકાણના નામે ડુમસના વેપારી સાથે 5.88 કરોડની ઠગાઈ:જમીન પાળા યોજનાના દસ્તાવેજના બહાને 12.50 લાખ પડાવ્યા, 5 રૂપિયાની નોટની બંડલની રીલ બતાવી 3.27 લાખની છેતરપિંડી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment