Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શેરબજારમાં રોકાણના નામે ડુમસના વેપારી સાથે 5.88 કરોડની ઠગાઈ:જમીન પાળા યોજનાના દસ્તાવેજના બહાને 12.50 લાખ પડાવ્યા, 5 રૂપિયાની નોટની બંડલની રીલ બતાવી 3.27 લાખની છેતરપિંડી

    11 hours ago

    સુરત શહેરમાં આર્થિક ગુનાખોરી અને સાયબર ઠગાઈના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે, જેમાં તાજેતરમાં પ્રકાશમાં આવેલી ત્રણ મોટી ઘટનાઓએ પોલીસ તંત્ર અને નાગરિકોને ચોંકાવી દીધા છે: પ્રથમ બનાવમાં ડુમસના એક વેપારીને શેરબજારમાં ઊંચા નફાની લાલચ આપી જમ્મુ-કાશ્મીરની ટોળકીએ રૂપિયા 5.88 કરોડ પડાવી લીધા છે. બીજા બનાવમાં નાનપુરા વિસ્તારમાં જમીન પાળા યોજનામાંથી જમીન છોડાવી દસ્તાવેજ કરી આપવાના નામે 12.50 લાખની છેતરપિંડી આચરી ધમકી આપવામાં આવી છે. ત્રીજા બનાવમાં સચીન GIDC વિસ્તારમાં સોશિયલ મીડિયા પર 5 રૂપિયાની નોટના બંડલની રીલ બતાવી તેમજ પોલીસની ખોટી ઓળખ આપી એક વ્યક્તિ પાસેથી 3.27 લાખ ઓનલાઈન પડાવી લેવામાં આવ્યા છે. શેરબજારમાં રોકાણના નામે ડુમસના વેપારી સાથે 5.88 કરોડની ઠગાઈ ડુમસ પોલીસ સ્ટેશન હદફેર આવતા અવધ કોપર સ્ટોન, સાયલન્ટ ઝોન ડુમસ ખાતે રહેતા વેપારી ચેતન મંગલસીંગ મન્હાસ સાથે બનેલી છેતરપિંડીની ઘટનામાં જમ્મુ-કાશ્મીર, કઠુઆ ખાતે રહેતા આરોપીઓ ગૌરવ અશ્વિનકુમાર ચૌધરી, ગૌરવ કેવલ સિંઘ, જસબીરસીંગ ક્રિશનસિંગ ઉર્ફે જસ્સી સિંઘ, લોકેશ્વરસિંઘ ઉર્ફે શિવમ અનુપમસિંઘ અને રાહુલ કેવલસિંઘ શર્મા સામે ગુનો નોંધાયો છે. આ આરોપીઓએ 12 ડિસેમ્બર 2024થી 28 ફેબ્રુઆરી 2026 દરમિયાન ફરિયાદીને શેરબજારમાં ટ્રેડિંગ કરવાથી સારો નફો મળશે તેવી લાલચ આપી વિશ્વાસમાં લીધા હતા અને ટુકડે-ટુકડે કરીને રૂપિયા 5,88,75,880 પડાવી લીધા હતા. ત્યારબાદ ટોળકીએ નફો કે મૂળ રોકાણની રકમ પરત ન આપી છેતરપિંડી આચરતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. નાનપુરામાં જમીન પાળા યોજનાના દસ્તાવેજના બહાને 12.50 લાખ પડાવ્યા આ ઉપરાંત, નાનપુરા ગોવર્ધનવાડમાં રૂમી નર્સરીમાં અઠવા પોલીસ સ્ટેશન વિસ્તારના 41 વર્ષીય મોહંમદ તબરેઝ મોહંમદહુસેન વાડીવાલા (રહે. નાનપુરા) સાથે છેતરપિંડી થઈ છે. જાન્યુઆરી 2024થી અત્યાર સુધીના સમયગાળા દરમિયાન આરોપીઓ સુજાઉદ્દીન ઈલમુદ્દીન કાદરી, કાદરી સામીયા સૈયદ મીઝબાઉદ્દીન, સંજયકુમાર ધીરજલાલ મોદી અને સોનલ સંજયકુમાર મોદીએ સુરત જિલ્લાના કતારગામ તાલુકાના ટૂંકી ગામની બ્લોક નંબર 75 પૈકીની 2 વાળી જમીન પાળા યોજનામાંથી છોડાવી દસ્તાવેજ કરી આપવાની ખાતરી આપી સોદાની કાચી ચિઠ્ઠી બનાવી હતી. સુજાઉદ્દીન કાદરીએ 2.30 લાખ, કાદરી સામીયાએ 4.90 લાખ તેમજ સંજયકુમાર અને સોનલબેને 4.10 લાખ મળી 12.50 લાખ રુપિયા ચેક મારફતે બેંક ખાતામાં જમા કરાવી જમીન કે દસ્તાવેજ ન આપી માત્ર 2 લાખ પરત કર્યાં હતા. બાકીના 10.50 લાખ પરત માંગતા ગાળાગાળી અને ધમકી અપાતા નાનપુરા પોલીસ ચોકીના PSI એ.એન. રાઠોડે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 318(4), 351(2), 352 અને 54 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 5 રૂપિયાની નોટના બંડલની રીલ બતાવી 3.27 લાખની ઓનલાઈન છેતરપિંડી સચીન GIDC વિસ્તારમાં સોશિયલ મીડિયા પર 5 રૂપિયાની નોટોના બંડલ મળવાની લાલચ આપતી રીલ જોઈને સંપર્કમાં આવેલા એક વ્યક્તિ સાથે રૂપિયા 35 લાખની ડીલના નામે સાયબર ઠગાઈ કરવાનો પ્રયાસ કરાયો હતો. આરોપીઓએ સ્કેનર મારફતે વિવિધ ચાર્જના નામે રકમ ટ્રાન્સફર કરાવ્યા બાદ સુરત એરપોર્ટ પર ડીલિવરી આવી હોવાનું અને તેમાંથી બહાર નીકળતી વખતે મગદલ્લા પોલીસે પકડી લીધી હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ કેસની પતાવટ માટે પોલીસ અધિકારી તરીકે ખોટી ઓળખ અને પોશાક ધારણ કરી વીડિયો કોલ પર વાત કરી ફરિયાદી તથા તેના બાળકોને કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. આ રીતે અલગ-અલગ દિવસોમાં કુલ રૂપિયા 3.27 લાખ ઓનલાઈન પડાવી લેવાતા સચીન GIDC પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં ખાડીપૂરની કેશડોલ સહાયમાં ગોળ અને ખોળની નીતિ!:ભાજપે મળતિયાઓને લ્હાણી કરી ગરીબોને રઝળાવ્યાના આક્ષેપ, કલેક્ટર કચેરીએ BSPનું વિરોધ પ્રદર્શન
    Next Article
    જામનગરમાં ત્રંબકેશ્વર મંદિરે અર્ધનારેશ્વર શણગાર કરાયો:છેલ્લા શ્રાવણી સોમવાર અને પવિત્ર અગિયારસ નિમિત્તે મહાઆરતી પણ યોજાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment