Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રથયાત્રા પહેલા અમદાવાદને મળ્યા નવા પોલીસ કમિશનર:અનુપમસિંહ ગેહલોતને મળી જવાબદારી, જી.એસ.મલિક DGP બન્યાના 25 દિવસે ખાલી પડેલી જગ્યા ભરાઈ, હવે કોણ બનશે સુરત CP?

    5 days ago

    જી. એસ. મલિક DGP બન્યા બાદ ખાલી પડેલી અમદાવાદ પોલીસ કમિશનરની મહત્વની જગ્યા પર સુરતના વર્તમાન પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત (IPS 1997) ની બદલી કરીને નિમણૂક કરવામાં આવી છે. જોકે, ગેહલોતની અમદાવાદ ખાતે બદલી થવાને કારણે હવે સુરત પોલીસ કમિશનરનું પદ ખાલી પડ્યું છે, પરંતુ આ ખાલી પડેલી જગ્યા માટે સરકાર દ્વારા હજુ સુધી કોઈ નવા અધિકારીના નામની સત્તાવાર જાહેરાત કે નિમણૂક કરવામાં આવી નથી. અમદાવાદ પોલીસ કમિશનર તરીકે મૂકાયા અનુપમસિંહ ગેહલોત 1997ની બેંચના આઈપીએસ ઓફિસર છે. તેઓ ભાવનગર પોલીસ અધિક્ષક (એસપી) તરીકે રહ્યા ત્યાર પછી તેમની બદલી પાટણ થઈ હતી. જ્યાં તેઓ એસપી તરીકે રહ્યા હતા. પછી વડોદરા રેંજ આઈજી તરીકે નિમણુંક થઈ હતી. ત્યાર પછી રાજકોટ પોલીસ કમિશનર તરીકે નિમણૂંક થઈ હતી. ત્યારબાદ વડોદરા કમિશનર રહ્યા હતા. પછી તેમની બદલી આઈબીમાં કરાઇ હતી. આઈબીમાંથી તેમને વડોદરાના પોલીસ કમિશનર તરીકે બીજીવાર મુકાયા હતા. ત્યારબાદ સરકારે તેમની સુરતના પોલીસ કમિશનર તરીકે નિમણુંક કરી હતી. હવે તેમને અમદાવાદ પોલીસ કમિશનર તરીકે મૂકાયા છે. છેલ્લા કેટલાય સમયથી અમદાવાદના પોલીસ કમિશનરની ચર્ચા ચાલી રહી હતી, જેની વચ્ચે આજે રાજ્ય સરકાર દ્વારા અમદાવાદના પોલીસ કમિશનર તરીકે અનુપમસિંહ ગહેલોતની નિમણૂક કરી દીધી છે. રાજ્યના પોલીસવાળા તરીકે અમદાવાદ પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી ચૂકેલા જી. એસ. મલિકની નિમણૂક કરવામાં આવી હતી. જે બાદ ઇન્ચાર્જ પોલીસ કમિશનર તરીકે ચાર્જ આપવામાં આવ્યો હતો. જોકે, રથયાત્રાને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા અમદાવાદ પોલીસ કમિશનરની નિમણૂક કરવામાં આવી છે. અનુપમસિંહ ગેહલોત રાજ્યના મુખ્ય શહેરો રાજકોટ, વડોદરા, સુરત પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે ત્યારે હવે અમદાવાદના પોલીસ કમિશનર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. અમદાવાદ પોલીસ કમિશનરની રેસમાં 3 નામ ચર્ચામાં ચાલી રહ્યા હતા 6 જૂન, 2026ના રોજ તત્કાલીન અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિકને રાજ્યના નવા DGP બનાવ્યા હતા. 1 જાન્યુઆરી, 2026થી ઇન્ચાર્જ ડીજીપી તરીકે કે.એલ.એન રાવ કાર્યરત હતા. જી.એસ. મલિકની DGP તરીકેની નિમણૂક બાદ અમદાવાદ પોલીસ કમિશનરની રેસમાં 3 નામ ચર્ચામાં ચાલી રહ્યા હતા. જેમાં અનુપમસિંહ ગેહલોત(સુરત CP), મનોજ શશીધરન(CBI), પિયુષ પટેલ(ACB ડાયરેક્ટર)નું નામ સામેલ હતા. જોકે, અંતે અનુપમસિંહના નામ પર આખરી મહોર મારવામાં આવી છે. કોણ છે અનુપમસિંહ ગેહલોત? અમદાવાદ પોલીસ કમિશનર તરીકે નિમણૂક પામેલા અનુપમસિંહ ગહેલોત વર્ષ 1997ની બેચના IPS અધિકારી છે. ઉત્તર પ્રદેશથી તેમણે B.E અને M.TECHનો અભ્યાસ કર્યો છે. અનુપમસિંહ ગહેલોત પાસે ખૂબ જ અનુભવ છે. અગાઉ સુરત અને વડોદરાના પોલીસ કમિશનર તરીકે તેમજ ઇન્ટેલિજન્સમાં પણ ફરજ બજાવી ચૂક્યા છે. નવા પોલીસ કમિશનર સામે ક્યા-ક્યા પડકારો છે? 1. દારૂ અને ડ્રગ્સનું દૂષણ: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં, શહેરમાં ગેરકાયદેસર દારૂ અને ડ્રગ્સનું નેટવર્ક અટકાવવું અને બુટલેગરો પર કડક હાથે કામ લેવું એ સૌથી મોટો પડકાર છે 2. સાયબર ક્રાઇમ: ટેકનોલોજીના વધતા ઉપયોગ સાથે સાયબર ફ્રોડ, ઓનલાઇન જોબ સ્કેમ અને ડેટા ચોરી જેવા ગુનાઓનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે. નાગરિકોની પરસેવાની કમાણી સુરક્ષિત રાખવી તે મુખ્ય પ્રાથમિકતા છે. 3. ટ્રાફિક અને માર્ગ સલામતી: શહેરમાં સતત વધતા વાહનોને કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યા રહે છે. ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવું મોટો પડકાર છે. 4. સંવેદનશીલ વિસ્તારો અને તહેવારો: અમદાવાદમાં અતિ-સંવેદનશીલ વિસ્તારોમાં શાંતિ અને સૌહાર્દ જાળવવું, તેમજ દર વર્ષે નીકળતી ભગવાન જગન્નાથની રથયાત્રા જેવા વિશાળ ધાર્મિક તહેવારોને સુરક્ષિત રીતે સંપન્ન કરાવવા એ સૌથી મહત્વપૂર્ણ જવાબદારી છે. ચાર સિનિયર અધિકારીઓના નામ સુરત CP બનવાની રેસમાં સૌથી મોખરે 1997 બેચના આઈપીએસ અધિકારી અનુપમ સિંહ ગેહલોતની સુરતથી અમદાવાદના પોલીસ કમિશનર તરીકે બદલી થતાં જ હવે સુરતના નવા સુકાની કોણ બનશે તે અંગે ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે, જેમાં હાલ મુખ્યત્વે ચાર સિનિયર અધિકારીઓના નામ રેસમાં સૌથી મોખરે ચાલી રહ્યા છે. સુરતના નવા પોલીસ કમિશનર પદ માટે રાજકુમાર પાંડિયન, મનોજ શશીધર, પિયુષ પટેલ અને નરસિમ્હા કોમારના નામોની જોરશોરથી ચર્ચા થઈ રહી છે, જેમાં ખાસ કરીને રાજકુમાર પાંડિયન અને પિયુષ પટેલ અગાઉ સુરત રેન્જના આઈજી તરીકે સફળતાપૂર્વક ફરજ બજાવી ચૂક્યા હોવાથી સ્થાનિક સ્તરે તેમનો બહોળો અનુભવ આ પ્રતિષ્ઠિત પોસ્ટિંગ માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે.
    Click here to Read More
    Previous Article
    સુરત-નિઝર હાઈવે પર ભયાનક ટ્રિપલ અકસ્માત:ટોકરવા પાટિયા પાસે બે કન્ટેનરની ટક્કર બાદ એક પલટી ગયું, DGVCLની બોલેરો દબાઈ; ત્રણ ઇજાગ્રસ્ત
    Next Article
    ગાંધી ચોકમાં હોસ્પિટલ જતી એમ્બ્યુલન્સ થાંભલા સાથે અથડાઈ:દર્દીને રિક્ષામાં નજીકની હોસ્પિટલમાં ખસેડાયો, ડ્રાઈવરનો આબાદ બચાવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment