Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધી ચોકમાં હોસ્પિટલ જતી એમ્બ્યુલન્સ થાંભલા સાથે અથડાઈ:દર્દીને રિક્ષામાં નજીકની હોસ્પિટલમાં ખસેડાયો, ડ્રાઈવરનો આબાદ બચાવ

    5 days ago

    શહેરના હાર્દ સમાન ગાંધી ચોક વિસ્તારમાં આજે એક ચોંકાવનારો અને ગંભીર અકસ્માત સર્જાયો હતો. કોંગ્રેસ ભવનની બિલકુલ સામેથી પસાર થઈ રહેલી એક ખાનગી એમ્બ્યુલન્સના ચાલકે અચાનક સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા એમ્બ્યુલન્સ રોડ સાઇડ પર આવેલા સ્ટ્રીટ લાઈટના લોખંડના થાંભલા સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માત એટલો જોરદાર હતો કે લાઈટનો થાંભલો પણ નમી ગયો હતો અને એમ્બ્યુલન્સના આગળના ભાગને ભારે નુકસાન પહોંચ્યું હતું. એમ્બ્યુલન્સ સીધી સ્ટ્રીટ લાઈટના થાંભલામાં ઘૂસી આ ખાનગી એમ્બ્યુલન્સ એક દર્દીને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ લઈ જઈ રહી હતી. ગાંધી ચોક નજીક પહોંચતા જ આગળ ચાલી રહેલા અન્ય એક વાહનની ઓવરટેક કરવાના ચક્કરમાં એમ્બ્યુલન્સના ચાલકે પૂરપાટ ઝડપે વાહન હંકાર્યું હતું. આ દરમિયાન અચાનક કાબુ ગુમાવી બેસતા એમ્બ્યુલન્સ સીધી સ્ટ્રીટ લાઈટના થાંભલામાં ઘૂસી ગઈ હતી. અકસ્માતને પગલે આસપાસના સ્થાનિક લોકો અને વેપારીઓ તુરંત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. દર્દીને રિક્ષામાં નજીકની હોસ્પિટલમાં ખસેડાયો ​સદનસીબે આ ભયાનક અકસ્માતમાં એમ્બ્યુલન્સના ડ્રાઇવરનો આબાદ બચાવ થયો હતો અને તેને કોઈ ગંભીર ઈજા થઈ ન હતી. જોકે, અંદર રહેલા દર્દીની સ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક લોકોએ સમયસૂચકતા વાપરી હતી. બીજી એમ્બ્યુલન્સ આવે ત્યાં સુધી રાહ જોવાને બદલે, તાત્કાલિક એક રીક્ષાની વ્યવસ્થા કરવામાં આવી હતી અને દર્દીને સુરક્ષિત રીતે રિક્ષા મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસે પણ ટ્રાફિક વ્યવસ્થા સુવ્યવસ્થિત કરવા અને આગળની કાર્યવાહી માટે તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    રથયાત્રા પહેલા અમદાવાદને મળ્યા નવા પોલીસ કમિશનર:અનુપમસિંહ ગેહલોતને મળી જવાબદારી, જી.એસ.મલિક DGP બન્યાના 25 દિવસે ખાલી પડેલી જગ્યા ભરાઈ, હવે કોણ બનશે સુરત CP?
    Next Article
    Toddlers Kept In Washing Machines, Locked In Toilets: Bengaluru Daycare Horror

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment