Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઓઢવની નટરાજ સ્કૂલને DEOએ ફરી નોટિસ ફટકારી:શિક્ષકોના 5 વર્ષ પૂર્ણ થયા છતાં પુરા પગારના-સેવાકીય લાભની દરખાસ્ત અટકાવી રાખી, એક દિવસમાં જ દરખાસ્ત રજૂ કરવા આદેશ

    8 hours ago

    ઓઢવ વિસ્તારમાં નટરાજ સ્કૂલને અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી ફરી એક વખત નોટિસ ફટકારવામાં આવી છે. શાળા દ્વારા મનમાની ચલાવીને કર્મચારીઓના 5 વર્ષ પૂર્ણ થયા છતાં પૂરા પગારના અને સેવાકીય લાભોની દરખાસ્ત અટકાવી રાખી હોવાની ફરિયાદ અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીને મળી હતી. જેથી નટરાજ સ્કૂલને નોટિસ ફટકારી કર્મચારીઓની દરખાસ્ત એક જ દિવસમાં કચેરીએ રજૂ કરવા કડક સૂચના આપવામાં આવી છે. જો એક જ દિવસમાં શાળા દ્વારા દરખાસ્ત રજૂ નહીં કરવામાં આવે તો કડક કાર્યવાહીની પણ જિલ્લા શિક્ષણાધિકારીએ તૈયારી દર્શાવી છે. નટરાજ સ્કૂલની માન્યતા રદ કરવા પણ ભલામણ છેલ્લા ઘણા સમયથી ઓઢવની નટરાજ સ્કૂલ વિવાદમાં સપડાઈ છે. થોડા સમય પહેલા અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીની ટીમ દ્વારા શાળામાં સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં વર્ગખંડમાં વિદ્યાર્થીઓની 50 ટકા જેટલી જ હાજરી જોવા મળી હતી. 50 ટકા વિદ્યાર્થીઓ શાળાએ ન આવતા હોવા છતાં શિક્ષકોને તે વિદ્યાર્થીઓની હાજરી પૂરવા દબાણ કરવામાં આવતું હોવાની પણ ફરિયાદ મળી હતી. જેથી તેના આધારે જિલ્લા શિક્ષણાધિકારીએ રિપોર્ટ તૈયાર કરી નટરાજ સ્કૂલની માન્યતા રદ કરવા અને 100 ટકા ગ્રાન્ટ કાપ કરવા માટે શિક્ષણ વિભાગમાં ભલામણ કરી દીધી છે. 5 કર્મચારીના પુરા પગારની ફાઈલ કચેરીએ રજૂ ન કરી જ્યારે હવે ફરી એક વખત શાળાની મનમાની સામે આવતા વિવાદ સર્જાયો છે. નટરાજ સ્કૂલના 5 કર્મચારીઓ પુરા પગારમાં આવી ગયા હોવા છતાં શાળા દ્વારા પુરા પગારની ફાઈલ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ રજૂ કરવામાં આવી નથી. તેમજ 6 કર્મચારીઓની ઉપધો દરખાસ્ત પણ રજુ કરવામાં ન આવી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. જેથી અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ શાળાને નોટિસ ફટકારી તાત્કાલિક તમામ દરખાસ્ત રજૂ કરવા માટે આદેશ કર્યો છે. જો એક દિવસમાં દરખાસ્ત રજૂ નહીં કરે તો શાળા તે દરખાસ્ત રજૂ કરવા માંગતી નથી તેવું માની અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા શાળા સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    વ્યાજખોરોનાં ત્રાસથી આપઘાત કરનાર દંપતિનો મામલો:મોરબીના કુખ્યાત ગોગન આહીર સહિત 5 સામે નોંધાઈ ફરિયાદ, અંતિમવિધિમાં પરિવારજનો ચોધાર આંસુએ રડી પડ્યા
    Next Article
    પરણિતાએ દહેજ સહિત માનસિક ત્રાસથી કંટાળી ફરિયાદ નોંધાવી:સાસરિયાઓએ ગરમ કોલસો નાખી અને ઓઢણીમાં આગ લગાડી જીવતી સળગાવવાનો પ્રયાસ કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment