Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પરણિતાએ દહેજ સહિત માનસિક ત્રાસથી કંટાળી ફરિયાદ નોંધાવી:સાસરિયાઓએ ગરમ કોલસો નાખી અને ઓઢણીમાં આગ લગાડી જીવતી સળગાવવાનો પ્રયાસ કર્યો

    8 hours ago

    વડોદરા શહેરના અશોકનગર વિસ્તારમાં રહેતી અને મૂળ ઉત્તર પ્રદેશની યુવતી સાથે લગ્નજીવનના ટૂંકા સમયમાં જ દહેજની માંગણી અને અત્યાચારનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. સાસરિયાઓએ ₹ 2 લાખ રોકડ દહેજ પડાવ્યા બાદ પણ પરિણીતાને શારીરિક તથા માનસિક ત્રાસ આપીને જીવતી સળગાવવાનો નિષ્ફળ પ્રયાસ બાદ આખરે પીડિતાએ કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 2 લાખની માંગણી કરતા પતિ-સાસરિયાને આપ્યા હતા ભોગ બનનાર 27 વર્ષીય આયેશા (નામ બદલ્યું છે)ના લગ્ન એક વર્ષ અગાઉ ફતેગંજ, નવા યાર્ડ વિસ્તારમાં રહેતા યુનુસ ( નામ બદલ્યું છે) સાથે મુસ્લિમ રીતિ-રિવાજ મુજબ ઉત્તર પ્રદેશના કાસગંજ ખાતે થયા હતા. લગ્ન પ્રસંગે જ સાસુ દ્વારા વધુ ₹2,00,000ની રોકડ દહેજની માંગણી કરવામાં આવી હતી, જેથી લગ્ન તૂટી ન જાય તે માટે યુવતીના પિતાએ આ રકમ ચૂકવી આપી હતી. શારીરિક અને માનસિક ત્રાસ આપતા લગ્ન બાદ પતિ, સાસુ, સસરા, જેઠ, દિયર અને નણંદો દ્વારા નાની-નાની બાબતોમાં ઝઘડા કરી શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. સાસરિયાઓની ઉશ્કેરણીથી પતિ પણ અવારનવાર પીડિતા સાથે મારઝૂડ કરી ગંદી ગાળો આપી ત્રાસ આપતો હતો. પરિસ્થિતિ ત્યારે વધુ વણસી જ્યારે ગત તારીખ વર્ષે ઈદના તહેવાર પર થયેલી બોલાચાલીમાં દિયરે લોબન દાનીનો ગરમ કોલસો પીડિતાના ડાબા હાથ પર નાખીને તેને ઈજા પહોંચાડી હતી. દિયરે જીવલેણ હુમલાનો પ્રયાસ કર્યો હતો બાદમાં પીડિતા ઘરનું કામ કરી રહી હતી, ત્યારે દિયરે પાછળથી આવી તેની ઓઢણીને આગ લગાવી માથા સુધી દઝાડવાનો જીવલેણ પ્રયાસ કર્યો હતો. સમયસર ઓઢણી ફેંકી દેવા અને આજુબાજુના લોકો દોડી આવવાથી તેનો જીવ બચ્યો હતો, પરંતુ આ ઘટનામાં તે કમરથી પીઠ સુધી ગંભીર રીતે દાઝી ગઈ હતી. પીડિતાને તેનો ભાઈ લઈ ગયો, પોલીસ ફરિયાદ આ ઘટના બાદ સાસરિયાઓ દ્વારા જો પોલીસ ફરિયાદ કરશો તો ભાઈને જાનથી મારી નાખીશું તેવી ધમકીઓ આપવામાં આવી હતી. સતત ત્રાસ અને ધમકીઓથી કંટાળીને પીડિતાએ પોતાના ભાઈને ફોન કરી હકીકત જણાવી હતી, ત્યારબાદ ભાઈએ આવીને લગ્નમાં આપેલું 8 તોલા સોનું, 800 ગ્રામ ચાંદી તથા અન્ય સામાન પરત મેળવી પીડિતાને પોતાના પિતાના ઘરે સુરક્ષિત લઈ ગયા હતા.
    Click here to Read More
    Previous Article
    ઓઢવની નટરાજ સ્કૂલને DEOએ ફરી નોટિસ ફટકારી:શિક્ષકોના 5 વર્ષ પૂર્ણ થયા છતાં પુરા પગારના-સેવાકીય લાભની દરખાસ્ત અટકાવી રાખી, એક દિવસમાં જ દરખાસ્ત રજૂ કરવા આદેશ
    Next Article
    He Didn't Buy An Engagement Ring. He Mined The Gold Himself

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment