Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ન્યૂ ફ્લોરા સ્કૂલ બંધ કરવા DEOનો આદેશ:શિક્ષણ વિભાગની મંજૂરી વિના 2 વર્ષથી સાડીના કારખાનામાં ધમધમતી સ્કૂલને 1 લાખનો દંડ, 250 વિદ્યાર્થીઓ રઝળી પડશે

    20 hours ago

    રાજકોટના પેડક રોડ પર સ્થળ ફેરફારની મંજૂરી વિના છેલ્લા 2 વર્ષથી સાડીના કારખાનામાં વિદ્યાર્થીઓને શિફ્ટ કરતી નાખતી ન્યૂ ફ્લોરા સ્કૂલ બંધ કરવા માટે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. સૌ પ્રથમ દિવ્ય ભાસ્કર ડિજિટલ દ્વારા શિક્ષણ વિભાગને ઉલટા ચશ્મા પહેરાવવાનો આ સ્કૂલનો ભાંડો ફોડ્યો હતો. આ સ્કૂલ દ્વારા RTE હેઠળ અભ્યાસ કરતી 2 વિદ્યાર્થિની પાસે વધુ પૈસા માંગવામાં આવતા હોવાના મામલા બાદ થયેલી તપાસમાં આખી સ્કૂલ જ સ્થળ ફેરફારની મંજૂરી વિના ધમધમી રહી હોવાનું સામે આવ્યું હતું. જે બાદ શિક્ષણ વિભાગ દ્વારા 2 માસની લાંબી તપાસ પ્રક્રિયા બાદ હવે આ સ્કૂલને DEO દીક્ષિત પટેલ દ્વારા 1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે અને 10 દિવસમાં સ્કૂલ બંધ કરવા આદેશ આપ્યો છે. જોકે, સંચાલકની ગંભીર ગેરરીતિના કારણે અહીં ભણતા ધો.1થી 8ના 250 બાળકો રઝળી પડ્યા છે. જિલ્લા શિક્ષણ અધિકારીની કાર્યવાહી સામે સંચાલક ગાંધીનગર પ્રાથમિક શિક્ષણ નિયામક સમક્ષ અપીલમાં ગયા છે અને જરૂર પડ્યે કોર્ટમાં જવાની તૈયારી બતાવી છે. હાલ તો આ સંચાલક અમારી ભૂલ થઈ ગઈ એવું રટણ કરી રહ્યા છીએ પરંતુ હકીકત એ છે કે, આ સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર લાગી ગયું છે. RTEના 40 વિદ્યાર્થીઓને આસપાસની ખાનગી સ્કૂલોમાં ટ્રાન્સફર કરાશે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલે જણાવ્યું હતું કે, શિક્ષણ વિભાગની મંજૂરી વિના સ્થળ ફેરફાર કરતી ન્યૂ ફ્લોરા સ્કૂલને 1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે અને આ સ્કૂલ 10 દિવસમાં બંધ કરવા નોટિસ આપવામાં આવી છે. અહીં અભ્યાસ કરતા ધોરણ 1થી 8ના RTEના 40 જેટલા વિદ્યાર્થીઓને આસપાસની ખાનગી સ્કૂલોમાં RTE હેઠળ ટ્રાન્સફર કરવામાં આવશે. જ્યારે બાકીના વિદ્યાર્થીઓની વ્યવસ્થા શાળા સંચાલકે કરવાની રહેશે. ન્યૂ ફ્લોરા સ્કૂલના સંચાલક ગુણવંતભાઈ લક્કડે દિવ્ય ભાસ્કર ડિજિટલને જણાવ્યું હતું કે, શિક્ષણ વિભાગના જે નિયમમાં આવતું હતું એણે કાર્યવાહી કરી છે. અમને શાળા બિલ્ડિંગ સ્થળ ફેરફારના નિયમોની ખબર ન્હોતી એટલે આવું થયું છે. અમે ગાંધીનગર અપીલમાં ગયા છીએ અને જરૂર પડે તો અમે કોર્ટમાં પણ જશું. અહીં ધોરણ-1થી 8ના 250 વિદ્યાર્થીઓ જેવા છે. અમે પાછું મૂળ સ્થાન પર સ્કૂલ શિફ્ટ કરી આપશું તેમણે જણાવ્યું હતું કે, અમારું જૂનું બિલ્ડીંગ હતું તેની બેન્કની મેટર ચાલતી હતી. જેથી 2 વર્ષ પહેલા બાળકોના ભવિષ્ય માટે અને બાળકનું એજ્યુકેશન ન ખોરવાય એટલા માટે અમે ઈમરજન્સી સ્થળ ફેરફાર કર્યો હતો. આ બિલ્ડિંગના કોર્પોરેશનમાં અમુક કાગળો ઘટતા હતા એની પ્રોસેસ ચાલુ હતી એટલે અમે સ્થળ ફેરફારની કાર્યવાહી કરી શક્યા નથી. તેમણે જણાવ્યું કે, અમે ગાંધીનગર શિક્ષણ નિયામકમાં અપીલ કરેલી છે. ત્યાંથી જે નિર્ણય આવશે તે અમને સર્વમાન્ય રહેશે. DEO એ આપેલી નોટિસમાં દર્શાવ્યું છે કે, 10 દિવસમાં ગાંધીનગર નિયામકમાં અપીલમાં જવું. જરૂર પડશે તો અમે પાછું મૂળ સ્થાન પર સ્કૂલ શિફ્ટ કરી આપશું. RTEના વિદ્યાર્થીઓને અન્ય સ્કૂલોમાં ખસેડવાની પ્રક્રિયા શરુ ગુજરાત કોંગ્રેસના ઝોનલ પ્રવક્તા અને વિદ્યાર્થી નેતા રોહિત રાજપૂતે જણાવ્યું હતું કે, રાજકોટના પેડક રોડ ઉપર આવેલી ન્યૂ ફ્લોરા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ કે જે સ્થળ ફેર મંજૂરી વગર જ સાડીના કારખાનાના શેડ ઉપર સ્કૂલ ચાલતી હતી. જે અમારા ધ્યાને આવતા અમે જિલ્લા શિક્ષણ વિભાગને આ બાબતે ધ્યાન દોર્યું હતું.જિલ્લા શિક્ષણ વિભાગે ઘણા બધા લાંબા ટાઇમ સુધી નાટક કર્યા બાદ આજે એવા સમાચાર મળ્યા છે કે, 1 લાખનો દંડ અને સ્કૂલ બંધ કરવા માટેનો આદેશ આપ્યો છે. અહીં લગભગ 250થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. સ્કૂલ બંધ થતા RTEના વિદ્યાર્થીઓને અન્ય સ્કૂલોમાં ખસેડવા માટેની પ્રક્રિયા ચાલુ કરી છે. તંત્ર સ્કૂલ વિરુદ્ધ ફરિયાદની રાહ જોઈને બેઠુ હતું? અહીં સવાલ એ ઊભો થાય કે, વિપક્ષના વિદ્યાર્થી પ્રતિનિધિ તરીકે શું અમારે જિલ્લા શિક્ષણાધિકારીને ફરિયાદ કરવાની ? શું આ વિસ્તારના જિલ્લા એજ્યુકેશન ઇન્સ્પેક્ટર કઈ કામ નથી કરતા? કેમ શિક્ષણ વિભાગ ઊંઘતું રહ્યું? આવી રાજકોટમાં અનેક બોગસ અને ભૂતિયા સ્કૂલો ધમધમી રહી છે ત્યારે જિલ્લા શિક્ષણ તંત્રને કોઈ રજૂઆત કે ફરિયાદ મળે તો તેની રાહ જોઈને બેસે છે.સવાલ અહીંયા એ થાય કે સ્કૂલ ઉપર કાર્યવાહી તો કરી પણ આમાં અભ્યાસ કરતા 250થી વધુ વિદ્યાર્થીઓનું એનું ભવિષ્ય શું? તેમણે અંતમાં જણાવ્યું હતું કે, માત્ર એક સ્કૂલ ઉપર કાર્યવાહીથી અમે સંતોષ નથી માનવાના. આગામી સમયમાં 10થી વધુ આવી ભૂતિયા સ્કૂલો લાવવાના છીએ અને જે ભૂતકાળની રજૂઆતો આ સ્કૂલ સાથે કરી હતી એ સ્કૂલ પાસેથી અનેક કટકી કાંડ કરી અને એમનો મામલો રફેદફે કર્યો છે. જેથી અમારી માંગ છે કે, આ વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે પણ જોવામાં આવે અને અન્ય આવી રાજકોટમાં ધમધમતી સ્કૂલો હોય તેની ઉપર તાકીદે કાર્યવાહી કડક કરવામાં આવે.
    Click here to Read More
    Previous Article
    3 મહિનાના ભાડાથી વધુ મકાનની ડિપોઝીટ નહીં લઈ શકાય:મકાનમાલિક અને ભાડુઆતોની જવાબદારીઓ નક્કી, નવું ગુજરાત રેન્ટ બિલ-2026 વિધાનસભામાં મૂકાશે
    Next Article
    પાટણના દિવ્ય આશિષ કોમ્પલેક્ષમાં વેપારીઓએ હવનનું આયોજન કર્યું:શ્રાવણ વદ-12 ના દિવસે ભોજન પ્રસાદ સાથે સમૂહ એકતાનો સંદેશ અપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment